android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kadi: સ્કોર્પિયો કારમાં અમાનવીય રીતે ગાયને ગોંધી રાખતા શખ્સો વિરુદ્ધ ફરિયાદ
calendar_today April 10, 2026

Kadi: સ્કોર્પિયો કારમાં અમાનવીય રીતે ગાયને ગોંધી રાખતા શખ્સો વિરુદ્ધ ફરિયાદ

 કડી શહેરમાં ગૌવંશ પ્રત્યેની અમાનવીય ક્રૂરતાનો કિસ્સો સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના એમ-માર્ટ મોલ સામેથી એક સ્કોર્પિયો કારમાં અજાણ્યા શખ્સો દ્વારા એક ગાયને અત્યંત ક્રૂરતાપૂર્વક ભરીને ફરાર થઈ જવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.કડીમાં ગૌવંશ પ્રત્યેની અમાનવીય ક્રૂરતાવાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કોર્પિયો કાર (નંબર: GJ-18-NM-7693) માં પાછળના ભાગે બિલકુલ જગ્યા ન હોવા છતાં, ગૌવંશ હલનચલન ન કરી શકે તે રીતે તેને અમાનવીય રીતે ગોંધી રાખવામાં આવ્યો હતો. ગાયને કારમાં ભરવાની પદ્ધતિ એટલી ક્રૂર હતી કે તે જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિ ધ્રૂજી ઉઠે.સ્કોર્પિયો કારમાં ગાયની હેરાફેરીઆ બાબતની જાણ થતા જ કડી પોલીસે તાત્કાલિક ધોરણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને ગાડીના નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે સર્વેલન્સ તેજ કર્યું છે.આ પણ વાંચો: Rajkot: રેલવે ડિવિઝન બન્યું કરોડપતિ! જૂના પાટા અને બિનઉપયોગી સામાન સહિતનો ભંગાર વેચીને કરી 33.11 કરોડની આવક

Read Full Story arrow_forward
Gujarat News: વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી
calendar_today April 10, 2026

Gujarat News: વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષપલટો અને ટિકિટ ફાળવણી દરમિયાન ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી છે. ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટોની વહેંચણી દરમિયાન ભારે ખેંચતાણ જામી છે. વાવ થરાદમાં ભાજપે 17 નવા ચહેરાને સ્થાન આપ્યું છે. જ્યારે કોંગ્રેસમાંથી આવેલા આઠ નેતાઓને ટિકિટ આપી છે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપીને 15 મહિલાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શારદાબેન આસલને ટિકિટ વાવ થરાદમાં ભાજપે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શારદાબેન આસલને ટિકિટ ફાળવી છે. ખીમાણાવાસ બેઠક પરથી કલાભાઈ મકવાણા રિપીટ કરાયા છે.દિયોદરમાં MLA કેશાજી ચૌહાણના વેવાઈને ટિકિટ આપવામાં આવી છે. વાવના રામપુરા ગામના ગોમતીબેન ચૌધરી અગાઉ ભાભરતાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. વાવના ખીમાણાવાસ બેઠક ઉપરથી કલાભાઈ મકવાણાને રીપીટ કરાયા છે.ધરણીધરના ચોથા નેસડા બેઠક ઉપરથી બબીબેન ઘેગાભાઈ પરમારને રીપીટ કરાયા છે. રૈયા બેઠકના ઉમેદવાર જગદીશ ચૌધરીને ટિકિટ ભવાનજી બાબુજી ચૌહાણ અગાઉ તાલુકા પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે.રૈયા બેઠકના ઉમેદવાર જગદીશ ચૌધરીને પણ ઉમેદવાર બનાવ્યા છે. જગદીશ ચૌધરી તાલુકા ભાજપ મહામંત્રી અને માર્કેટયાર્ડ અને તાલુકા સંઘમાં ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.સુઈગામ બેઠક ઉપરથી દુધાજી રાજપુતની પસંદગી કરવામાં આવી છે. દુધાજી બનાસ બેંકના પૂર્વ ડિરેક્ટર અને કિસાન મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. લાખણીની પાંચ બેઠકોમાંથી બે મહિલા ઉમેદવારોને રીપીટ કરાયા બે નવા ચહેરા અને એક સક્રિય સભ્યને તક અપાઇ છે. આ પણ વાંચોઃ Gujarat News: ભાજપે અમદાવાદ જિલ્લામાં 9 અને વડોદરામાં 19 લઘુમતી ઉમેદવારોને ટિકિટ આપી

Read Full Story arrow_forward
Surat: પનીરના નામે ખેલ કરતા ફૂડ જોઈન્ટ્સની ખેર નથી, SOG અને ફૂડ વિભાગનું આક્રમક ચેકિંગ
calendar_today April 10, 2026

Surat: પનીરના નામે ખેલ કરતા ફૂડ જોઈન્ટ્સની ખેર નથી, SOG અને ફૂડ વિભાગનું આક્રમક ચેકિંગ

સુરત શહેરમાં ગ્રાહકોના આરોગ્ય સાથે થતા ચેડાં રોકવા માટે સુરત SOG અને મનપાના ફૂડ વિભાગે સંયુક્ત રીતે મોરચો માંડ્યો છે. શહેરના જાણીતા ફૂડ આઉટલેટ્સ અને રેસ્ટોરન્ટ્સ પર હાથ ધરવામાં આવેલા મેગા સરપ્રાઈઝ ચેકિંગથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ આઉટલેટ્સમાં સરપ્રાઈઝ ચેકિંગતંત્ર દ્વારા તમામ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની વાનગીઓમાં જે પનીર વાપરે છે, તેની વિગત ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવવી પડશે. ગ્રાહકોને દેખાય તે રીતે ડિસ્પ્લે બોર્ડ પર લખવું પડશે કે વપરાતું પનીર 'કુદરતી (Natural)' છે કે પછી 'એનાલોગ (Analog - વેજીટેબલ ફેટમાંથી બનેલું)'.નિયમ ભંગ બદલ ભારે દંડતંત્રએ ચેતવણી આપી છે કે જો નિયત સમયમર્યાદામાં આ પ્રકારના માહિતી આપતા બોર્ડ લગાવવામાં નહીં આવે, તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ સંબંધિત સંસ્થાને રૂપિયા 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. પનીરના નામે સસ્તું અને હાનિકારક એનાલોગ પનીર પધરાવી દેતી હોટલો સામે આ એક મોટું પગલું માનવામાં આવે છે.આ પણ વાંચો: Kadi: સ્કોર્પિયો કારમાં અમાનવીય રીતે ગાયને ગોંધી રાખતા શખ્સો વિરુદ્ધ ફરિયાદ

Read Full Story arrow_forward