android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અંતરિક્ષમાં ભારતનું વધુ એક શક્તિ પ્રદર્શન, ISRO ને ગગનયાનના બીજા એર ડ્રોપ ટેસ્ટ મિશનમાં મળી સફળતા
calendar_today April 10, 2026

અંતરિક્ષમાં ભારતનું વધુ એક શક્તિ પ્રદર્શન, ISRO ને ગગનયાનના બીજા એર ડ્રોપ ટેસ્ટ મિશનમાં મળી સફળતા

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ફરી એકવાર પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. ગગનયાન મિશન અંતર્ગત હાથ ધરવામાં આવેલ બીજું સંકલિત એરડ્રોપ પરીક્ષણ (IADT-02) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પરીક્ષણની સફળતાએ ભારતને એવા દેશોની હરોળમાં લાવીને ઉભું કરી દીધું છે જેઓ મનુષ્યોને અવકાશમાં મોકલવાની ક્ષમતા ધરાવે છે. કોઈપણ સ્પેસ મિશનની વાસ્તવિક સફળતા માત્ર રોકેટ લોન્ચ કરવા પર નહીં, પરંતુ અવકાશયાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત પરત લાવવા પર નિર્ભર હોય છે. પરીક્ષણની પ્રક્રિયા અને મહત્વ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે આ મહત્વપૂર્ણ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટેસ્ટ દરમિયાન, એક ડમી ક્રૂ મોડ્યુલને (જેમાં ભવિષ્યમાં અવકાશયાત્રીઓ બેસશે) હેલિકોપ્ટર કે વિમાન દ્વારા ચોક્કસ ઊંચાઈએથી મુક્ત કરવામાં આવ્યું હતું. અવકાશમાંથી જ્યારે કોઈ યાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તેની ઝડપ અતિશય હોય છે. આ ગતિને નિયંત્રિત કરવા માટે અત્યાધુનિક પેરાશૂટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પરીક્ષણમાં પેરાશૂટ નિર્ધારિત સમય મર્યાદામાં સફળતાપૂર્વક ખુલ્યા હતા અને ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યું હતું. આત્મનિર્ભર ભારતની નવી ઓળખ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ સફળતા બદલ ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ સફળતા માત્ર ગણતરીના દિવસોની મહેનત નથી, પરંતુ મહિનાઓની સખત મહેનત અને ચોકસાઈનું પરિણામ છે. ગગનયાન મિશન એ ભારતની તકનીકી સ્વાયત્તતાનું પ્રતીક છે. આ મિશન સફળ થતાં જ ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો એવો દેશ બનશે જે સ્વદેશી ટેકનોલોજી દ્વારા માનવ સંહિત મિશન અવકાશમાં મોકલશે. આ પણ વાંચોઃ Mumbai એરપોર્ટના ટર્મિનલ 1ની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, મચી ગઈ અફરાતફરી

Read Full Story arrow_forward
22K 24K Gold Price Today: સતત બીજા દિવસે સોના ચાંદીની કિંમત ઘટી, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
calendar_today April 10, 2026

22K 24K Gold Price Today: સતત બીજા દિવસે સોના ચાંદીની કિંમત ઘટી, જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

શુક્રવાર 10 એપ્રિલના રોજ ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગના શરૂઆતના કલાકો દરમિયાન સોના અને ચાંદી બંનેમાં ઘટાડો થયો. આ લખતી વખતે 5 જૂન, 2026ની સમાપ્તિ તારીખ ધરાવતા સોનાના વાયદાના કરારો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આશરે ₹650 ના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. સોનાના ભાવ કેટલા ? MCX પર, સોનાના વાયદા ₹ 152685 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹153434 પર બંધ થયું હતું. સવારે 9.55  વાગ્યે, સોનાના વાયદા ₹ 152783 પર ટ્રેડિંગ કરી રહ્યા હતા, જે  0.42 ટકા ઘટીને હતા. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન, સોનાના વાયદા ₹ 152985ની ઊંચી સપાટીને સ્પર્શી ગયા. ચાલો આજે તમારા શહેરમાં આ કિંમતી ધાતુઓના વર્તમાન ભાવો પર એક નજર કરીએ.ચાંદીના ભાવ કેટલા? એમસીએક્સ પર 5 મે, 2026ની સમાપ્તિ તારીખ ધરાવતા ચાંદીના કરાર 0.53 ટકા અથવા ₹1300ના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. ચાંદીનો ટ્રેડિંગ દિવસ ₹ 242515  થી શરૂ થયો હતો. દિવસના ટ્રેડિંગ સત્ર દરમિયાન, ચાંદી ₹242957 ની ઊંચી સપાટીએ પહોંચી હતી. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં, 10 ગ્રામ ચાંદી હાલમાં ₹2600 ના ભાવે વેચાઈ રહી છે. દરમિયાન, ગ્રાહકોએ 1000 ગ્રામ ચાંદી ખરીદવા માટે ₹26000 ચૂકવવા પડશે. ચેન્નાઈમાં 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2650 છે. દિલ્હીમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) 24 કેરેટ - ₹1,51,620 22 કેરેટ - ₹1,38,990 18 કેરેટ - ₹1,13,750 મુંબઈમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) 24 કેરેટ - ₹1,53,000 22 કેરેટ - ₹1,40,250 18 કેરેટ - ₹1,14,750 ચેન્નાઈમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) 24 કેરેટ - ₹1,52,720 22 કેરેટ - ₹1,39,990 18 કેરેટ - ₹1,16,490 કોલકાતામાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) 24 કેરેટ - ₹1,53,000 22 કેરેટ - ₹1,40,25018 કેરેટ - ₹1,14,750 અમદાવાદમાં સોનાના ભાવ (પ્રતિ ૧૦ ગ્રામ) 24 કેરેટ - ₹૧,૫૩,૦૫૦ 22 કેરેટ - ₹૧,૪૦,૩૦૦ 18  કેરેટ - ₹૧,૧૪,૮૦૦ લખનૌમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) 24 કેરેટ - ₹1,53,15022 કેરેટ - ₹ 1,40,400 18 કેરેટ - ₹1,14,900 પટણામાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) ૨૪ કેરેટ - ₹1,53,050૨૨ કેરેટ - ₹1,40,300૧૮ કેરેટ - ₹1,14,800 હૈદરાબાદમાં સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) 24 કેરેટ - ₹15300022 કેરેટ - ₹1,40,250 18 કેરેટ - ₹1,14,750

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : કરજણ NH 48 પર વડોદરાથી ભરૂચ તરફ જતી કારની ટ્રક સાથે ટક્કર, અકસ્માતમાં એકનું મોત ત્રણ લોકો ઘાયલ
calendar_today April 10, 2026

Gujarat Latest News Live : કરજણ NH 48 પર વડોદરાથી ભરૂચ તરફ જતી કારની ટ્રક સાથે ટક્કર, અકસ્માતમાં એકનું મોત ત્રણ લોકો ઘાયલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward