android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: સુર્યા મરાઠી ગેંગના સાગરીતને પિસ્તોલ સાથે દબોચ્યો, ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી
calendar_today April 10, 2026

Surat: સુર્યા મરાઠી ગેંગના સાગરીતને પિસ્તોલ સાથે દબોચ્યો, ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ SOGએ અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ તેજ કરી છે. આ અંતર્ગત SOGની ટીમે કુખ્યાત 'સુર્યા મરાઠી ગેંગ'ના સાગરીત દીપક ઉર્ફે દીપક કુટેકરને એક લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે.બદલો લેવા ખરીદ્યું હતું હથિયારપોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના વ્યક્તિ સાથે થયેલા ઝઘડામાં આરોપી પર ફાયરિંગ થયું હતું. આ હુમલાનો બદલો લેવા માટે દીપકે એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના મુન્ના દૂધ નામના વ્યક્તિ પાસેથી ₹35,000 માં પિસ્તોલ ખરીદી હતી. આરોપી કોઈ મોટી વારદાતને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે.આરોપીનો ગુનાહિત ઈતિહાસઝડપાયેલો આરોપી દીપક કુટેકર રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ અગાઉ તેની વિરુદ્ધ બે વખત પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી ચૂકી છે અને એક વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા હવે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા બાળકી મોત કેસ, પુત્ર પ્રાપ્તિની ઝંખનાએ બે માસૂમોનો ભોગ લીધો? ડાયરી અને બ્લડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો

Read Full Story arrow_forward
Chhattisgarh Accident: કાંકેરમાં માર્ગ અકસ્માતમાં 6ના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત
calendar_today April 10, 2026

Chhattisgarh Accident: કાંકેરમાં માર્ગ અકસ્માતમાં 6ના મોત, 3 લોકો ઇજાગ્રસ્ત

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના હદમાં આવેલા નાથિયા નવાગાંવ નજીક થયો હતો, જ્યાં બે કાર વચ્ચે સામસામે ટક્કર થતાં એક જ પરિવારના છ સભ્યોના મોત થયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ લગ્ન સમારોહમાં હાજરી આપીને તેમના ગામ પરત ફરી રહ્યું હતું. મુસાફરી દરમિયાન નાથિયા નવાગાંવ નજીક, તેમની કાર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા બીજા વાહન સાથે સામસામે અથડાઈ. ટક્કરની અસર એટલી ગંભીર હતી કે એક જ પરિવારના 6 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ત્રણ અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી.પોલીસે હાથ ધરી તપાસ ઘટનાની માહિતી મળતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તેઓ હાલમાં સારવાર હેઠળ છે. દરમિયાન, ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિક્ષક (એસપી) પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અકસ્માત સ્થળે પહોંચ્યા. એવું જાણવા મળ્યું છે કે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં જમા કરાવવામાં આવ્યા છે. 

Read Full Story arrow_forward
અનંત અંબાણીએ દેશના આ મંદિરોને આપી અમૂલ્ય ભેટ, જાણો કયા મંદિરોમાં કેટલો દાનનો ધોધ વહાવ્યો..
calendar_today April 10, 2026

અનંત અંબાણીએ દેશના આ મંદિરોને આપી અમૂલ્ય ભેટ, જાણો કયા મંદિરોમાં કેટલો દાનનો ધોધ વહાવ્યો..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી 10 એપ્રિલ 2026ના રોજ પોતાનો31મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. જામનગરના વંતારામાં અનંતના જન્મદિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી. અનંતે આ ખાસ દિવસે સેવા અને ભક્તિ સાથે જન્મદિવસની ઉજવણી કરી. અનંતમાં અનોખી ભક્તિ અને ભવ્યતાનો સંગમ દેખાયો. જન્મદિવસના અવસરે અનંત ગૌસેવા કરી અને દેશના પ્રખ્યાત મંદિરોમાં કરોડોનું દાન કર્યું. જાણો અનંત અંબાણીએ કયા મંદિરોમાં કેટલો દાનનો ધોધ વહાવ્યો.

Read Full Story arrow_forward