android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: ગુજરાત પોલીસે ડ્રગ્સના કેસોની તપાસ મજબૂત થાય અને કન્વિક્શન રેટ વધે તે માટે AI ટૂલ લોન્ચ કર્યું
calendar_today April 10, 2026

Gandhinagar News: ગુજરાત પોલીસે ડ્રગ્સના કેસોની તપાસ મજબૂત થાય અને કન્વિક્શન રેટ વધે તે માટે AI ટૂલ લોન્ચ કર્યું

રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે.આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે.NARIT AI RAG આધારિત સિસ્ટમ છે જે NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય છે.આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનુની સલાહ પણ આપે છે. ડ્રગ્સ સબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ ભારતમાં કોઈપણ રાજ્ય પોલીસ અથવા કાયદાનો અમલ કરતી એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રથમ પ્રકારનું AI આધારિત ટૂલ છે. આ એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,ગુજરાત રાજ્ય ડ્રગ્સ સબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ છે.આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે જે કંઇ પણ કરવુ પડે તે માટે અમે કટિબદ્ધ છીએ.ડ્રગ્સ સંબંધિત ગુનાઓની અસરકારક તપાસ થાય અને આરોપીઓ સામે અસરકારક કાનુની ગાળિયો બંધાય તે માટે અમે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી છે અને ટેકનોલોજીની મદદથી આ કાર્ય બધુ મજબૂત બનશે. NDPS કેસોમાં કન્વિક્શન રેટ સુધરશે આ એપ્લિકેશન ગુજરાત રાજ્ય પોલીસ વડા કે.એલ.એન.રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે અને પશ્ચિમ રેલવે, વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની આ પહેલ છે.ગુજરાત સરકારે નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આવા ગંભીર ગુનાઓને રોકવા માટે અને તેની કડક તપાસ થાય તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.અગાઉ તપાસ માત્ર વિશેષ તાલીમ પ્રાપ્ત પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાતી હતી, જેના કારણે કામનો ભાર અને વહીવટી વિલંબ સર્જાતો હતો.આ ટૂલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ફોર્સ મલ્ટિપ્લાયર તરીકે કાર્ય કરશે અને દરેક તપાસ અધિકારીને નિયમો મુજબ યોગ્ય તપાસ કરવાની સક્ષમતા આપશે.જેના કારણે NDPS કેસોમાં કન્વિક્શન રેટ સુધરશે. તપાસ અધિકારીઓને કેવી રીતે મદદરૂપ થશે? સૌપ્રથમ પોલીસ અધિકારીએ FIR આ એપ્લિકેશનમાં અપલોડ કરવી પડશે. અપલોડ થયા પછી સિસ્ટમ વિશ્લેષણ રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ કેસની મજબૂતીઓ અને નબળાઈઓનું મૂલ્યાંકન કરશે અને કાનૂની ઉપાયો સૂચવશે.આ ટેક્નોલોજી NDPS સંબધિત કેસોમાં પોલીસ કર્મચારીઓને તપાસમાં માર્ગદર્શન પૂરુ પાડશે, જેમાં હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે સૂચનો, કાનૂની પ્રક્રિયાનો પાલન, FIRની કાનૂની દ્રષ્ટિએ નબળાઈઓની ઓળખ, શુ કરવુ અને શુ ન કરવુ તેની સલાહ આપશે અને પુરાવાઓનું ચેકલિસ્ટ પણ આપશે. આ એપ્લિકેશન તપાસ અધિકારીઓને પ્રક્રિયાત્મક ભૂલો ટાળવામાં મદદરૂપ થશે. આ નવી AI આધારિત સિસ્ટમ શું કરે છે? આ એપ્લિકેશન FIRની માહિતી ઇનપુટ તરીકે લઈ કેસનું વિગતવાર વિશ્લેષણ કરે છે અને રિપોર્ટ જનરેટ કરે છે. આ મોડલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજી પર આધારિત છે અને NDPS કેસોમાં જામીન અને ટ્રાયલ સંબંધિત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ, BNS, BNSS, BSAના બેર એક્ટ્સ, NDPS એક્ટ, 1985 તેમજ સરકારી માર્ગદર્શિકા અને સર્ક્યુલર્સ પર આધારિત છે. RAG ટેક્નોલોજી આધારિત આ AI સિસ્ટમ માત્ર તેને આપેલા ડેટાબેઝનો ઉપયોગ કરીને FIRનું વિશ્લેષણ કરે છે અને ઓપન ઇન્ટરનેટ સર્ચ પર આધાર રાખતી નથી, જેના કારણે ‘હેલ્યુસિનેશન’ની શક્યતા દૂર થાય છે. આ પણ વાંચોઃ Morbi: પૂર્વ પત્નીના આઠ વર્ષ જૂના લગ્ન બાબતે માથાકૂટ, સગી માતાની હત્યા મામલે પુત્રએ પિતાસામે નોંધાવી ફરિયાદ

Read Full Story arrow_forward
Dahod: ગરબાડામાં નારિયેળ ભરેલી ટ્રક પલટતા લોકોની લૂંટ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે નારિયેળ ચોરવામાં મશગૂલ
calendar_today April 10, 2026

Dahod: ગરબાડામાં નારિયેળ ભરેલી ટ્રક પલટતા લોકોની લૂંટ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે નારિયેળ ચોરવામાં મશગૂલ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયાઝોલ પુલ પર આજે એક વિચિત્ર અને શરમજનક ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી લીલા નારિયેળ ભરેલી એક લોડિંગ ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માત બાદ ઇજાગ્રસ્તોની મદદ કરવાને બદલે સ્થાનિક લોકોમાં નારિયેળ લૂંટવાની દોડધામ મચી ગઈ હતી.પાટીયાઝોલ પુલ પર નારિયેળ ભરેલી ટ્રક પલટીમળતી માહિતી મુજબ, પાટીયાઝોલ પુલ પર ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રકમાં ભરેલા સેંકડો લીલા નારિયેળ રસ્તા પર વેરાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ ઇજાગ્રસ્ત ડ્રાઈવર કે કંડક્ટરને મદદ કરવાને બદલે લોકો જે હાથમાં આવે તે રીતે નારિયેળ લૂંટીને ભાગવા લાગ્યા હતા.પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને લાઠીના જોરે લૂંટ ચલાવી રહેલા લોકોને ભગાડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા ડ્રાઈવર અને કંડક્ટરને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાટીયાઝોલ પુલ પર અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં લોકોની આવી સંવેદનહીનતા ચર્ચાનો વિષય બની છે.આ પણ વાંચો: Surat: સુર્યા મરાઠી ગેંગના સાગરીતને પિસ્તોલ સાથે દબોચ્યો, ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી

Read Full Story arrow_forward
કેશ કાંડ મામલોઃ અલ્હાબાદ હાઇકોર્ટના Justice Yashwant Varmaએ આપ્યુ રાજીનામું
calendar_today April 10, 2026

કેશ કાંડ મામલોઃ અલ્હાબાદ હાઇકોર્ટના Justice Yashwant Varmaએ આપ્યુ રાજીનામું

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 146 સાંસદના હસ્તાક્ષરની સાથે મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેશ કાંડ મામલે કાર્યવાહી કેશ કાંડ મામલે અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટીસ યશવંત વર્માએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપ્યુ છે. 14 માર્ચ 2025ના રોજ જસ્ટીસ યશવંત વર્માના દિલ્હીના સરકારી આવાસમાંથી મોટી સંખ્યામાં અડધી સળગેલી રોકડ રકમ મળી આવી હતી. જે બાદ તેમના પર મહાભિયોગની કાર્યવાહી કરાઇ હતી. તપાસ કાર્યવાહી દરમિયાન જસ્ટીસ યશવંત વર્માએ કહ્યુ હતુ કે, જે દિવસે કેશ મળી આવી ત્યારે તેઓ રાજધાનીમાં હાજર ન હતા. અને જો અધિકારીઓ તેને સુરક્ષિત સ્થળે મુકવામાં અસફળ રહ્યા તો તેમા તેમની કોઇ ભૂલ નથી. શું હતો મામલો ? કેશ કાંડ સમયે જસ્ટીસ યશવંત વર્મા દિલ્હી હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા. તેમના પર આરોપ છે કે, આ અડધી સળગેલી કેશ નોકરોના કાર્ટર પાસે બનેલા સ્ટોરરૂમમાંથી મળી આવી હતી. તે સમયે જસ્ટીસ યશવંત વર્મા અને તેમના પત્ની ભોપાલમાં હતા. માર્ચ 2025માં તેમના દિલ્હી નિવાસસ્થાને આગ લાગી હતી. અને તે સમયે તેમના ઘરમાંથી અડધી સળગેલી કેશ મળી આવી હતી. અને બાદમાં તેમના પર કાર્યવાહી હાથ ધરાઇ હતી. તપાસ સમિતિનું કરાયુ ગઠન જસ્ટીસ યશવંત વર્માએ સુપ્રીમ કોર્ટ સામે આંતરિક તપાસની સંવૈધાનિકતાને પડકાર ફેંક્યો છે. 7 ઓગષ્ટ 2025ના રોજ બે જજની ખંડપીઠે તેને ફગાવી હતી. કારણ કે, તેઓને તેમાં કોઇ પ્રતિકાત્મક પુરાવા મળ્યા ન હતા. બાદમાં તેમના વિરુદ્ધ સંસદના બન્ને સદનમાં તેમની સામે મહાભિયોગના પ્રસ્તાવને રજૂ કરાયો હતો. લોકસભા સ્પીકરે આરોપોની તપાસ કરવા માટે 'જજેસ અધિનિયમ 1968' હેઠળ એક સમિતિની રચના કરી હતી. આ પણ વાંચોઃ Iranના યુદ્ધવિરામ અંગે શુ કહે છે અમેરિકન સેના, તેમના નિવેદનો કેમ ખેંચી રહ્યુ છે ધ્યાન?

Read Full Story arrow_forward