android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: શહેરના પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી, પત્તુ કપાઈ જતાં રોષે ભરાયા
calendar_today April 10, 2026

Bhavnagar News: શહેરના પૂર્વ મેયર ભરત બારડની ભાજપ કાર્યાલયમાંથી હકાલપટ્ટી, પત્તુ કપાઈ જતાં રોષે ભરાયા

ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ મેયર ભરત બારડની કાર્યાલયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. હકાલપટ્ટી થતાં તેઓ ગુસ્સે ભસાયા હતાં. શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા જતા રોક્યા હતાં. શહેર ભાજપ મહામંત્રી મુકેશ ડાભી સાથે ચકમક થઈ હતી. તેમણે કહ્યું હતું કે, આ પાર્ટી કોઈના બાપની નથી અમે ઉભી કરી છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ નારાજ હોવાનું સામે આવ્યું છે. તેમનું પત્તુ કપાઈ જતાં તેઓ રોષે ભરાયા છે. ભાવનગરમાં ભાજપમાં આંતરિક વિવાદ ભાજપે આ વખતે 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા ઉમેદવારો અને ત્રણ ટર્મ ચૂંટણી લડેલા ઉમેદવારોને આ વખતે ટિકિટ નહીં આપવાનો નિયમ બનાવ્યો છે. ભાજપે આ વખતે યુવાનોને ટિકિટ આપવા માટે પ્રયાસો કર્યા છે. ત્યારે ભાવનગરમાં ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. પૂર્વ મેયર ભરતભાઈ બારડની શહેર ભાજપ કાર્યાલયમાંથી હાકલપટ્ટી કરવામાં આવતા તેઓ ગુસ્સે ભરાયા હતાં. ભાજપ મહામંત્રી મુકેશભાઈ ડાભી સાથે ચકમક શહેર ભાજપ પ્રમુખ પાસે ફરિયાદ કરવા જતા તેમને કાર્યાલયમાં રોકી લેવામાં આવતા શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ ડાભી સાથે ચકમક થઈ હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી કોઈ ના બાપની નથી અમે ઉભી કરેલી છે. 60 વર્ષથી ઉપરના લોકોને પક્ષ દ્વારા ટીકીટ નહીં આપવાની વાતને લઈ પૂર્વ મેયર ભરત બારડનું પત્તુ કપાઈ જતા તેઓ રોષે ભરાયા હતાં. છેલ્લા ચાર પાંચ દિવસથી પૂર્વ મેયર ભરત બારડની નારાજગી પાર્ટી સામે ખૂબ જ વધી છે જે હવે ખુલીને બહાર આવી હતી. આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા બાળકી મોત કેસ, પુત્ર પ્રાપ્તિની ઝંખનાએ બે માસૂમોનો ભોગ લીધો? ડાયરી અને બ્લડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો

Read Full Story arrow_forward
Surat: વડોલી પાસે કારે અચાનક યુ-ટર્ન લેતા અકસ્માત, એક કાર ગટરમાં ખાબકી તો બીજી ડિવાઈડર પર ચડી
calendar_today April 10, 2026

Surat: વડોલી પાસે કારે અચાનક યુ-ટર્ન લેતા અકસ્માત, એક કાર ગટરમાં ખાબકી તો બીજી ડિવાઈડર પર ચડી

સુરતના કીમ નજીક આવેલા વડોલી ગામ પાસે આજે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. કીમથી ઓલપાડ તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરતા સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બંને કારને ભારે નુકસાન થયું છે અને એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે.કીમ નજીક વડોલી ગામ પાસે અકસ્માતમળતી માહિતી મુજબ, એક કાર કીમ તરફથી ઓલપાડ જઈ રહી હતી ત્યારે વડોલી ગામ પાસે ચાલકે અચાનક યુ-ટર્ન લીધો હતો. આ દરમિયાન ઓલપાડ તરફથી આવતી અન્ય એક કારના ચાલકે અકસ્માત બચાવવા માટે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે તેની કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. બીજી તરફ, યુ-ટર્ન લેનારી કાર રોડની બાજુમાં આવેલી ગટરમાં ખાબકી હતી.ઇજાગ્રસ્તોની સ્થિતિડિવાઈડર પર ચડી ગયેલી કારમાં સવાર એક વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.આ પણ વાંચો: Dahod: ગરબાડામાં નારિયેળ ભરેલી ટ્રક પલટતા લોકોની લૂંટ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે નારિયેળ ચોરવામાં મશગૂલ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : દાહોદમાં લીલા નાળિયેર ભરેલી ટ્રક પલટી, લોકોએ નારિયેળની લૂંટ ચલાવી
calendar_today April 10, 2026

Gujarat Latest News Live : દાહોદમાં લીલા નાળિયેર ભરેલી ટ્રક પલટી, લોકોએ નારિયેળની લૂંટ ચલાવી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward