Himatnagar: બંને જિલ્લામાં પશુઓની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાઓમાં છેલ્લા બે-ત્રણ માસથી ગામડાઓની સીમમાં અંતરીયાળ જગ્યાએ બાંધેલ પશુઓની ચોરી કરતી ગેંગ સક્રિય થયા બાદ સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે એક બંધ વાહન સાથે તલોદના ઉજેડીયા-હરસોલ જતા રોડ પર આવેલ નવા ગામ સ્ટેન્ડ નજીકથી છ જણાને ઝડપી લેવામાં આવ્યા હતા.આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એેલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા અને પીએસઆઈ આર.કે.જોષી તથા સ્ટાફના જણાવાયા મુજબ શુક્રવારે એવી બાતમી મળી હતી કે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, તલોદ સહિત અરવલ્લી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ઘર આગળ અથવા તો ખેતરમાં બાંધેલ પશુઓની ચોરી કરવા માટે આ છ શખ્સો બંધ વાહનો લઈને આવી પશુ ચોરીને અંજામ આપતા હતા. ત્યારબાદ એલસીબીએ બાતમીને આધારે તલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નવા ગામ સ્ટેન્ડ નજીકના પુલના છેડે વોચ ગોઠવી હતી દરમ્યાન અહીં પસાર થઈ રહેલ વાહન નં.જીજે.13એબી.3683ને અટકાવી વાહનની ઝડતી લીધી હતી જેમાં છ જણા બેઠેલા હતા ત્યારબાદ પુછપરછ કરતાં આ ગેંગ પશુ ચોરી કરવા માટે નિકળી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે રૂ.10 હજારથી વધુના ત્રણ મોબાઈલ, છરો અને રસ્સી સહિત રૂ.5 લાખની કિંમતનું વાહન કબ્જે લઈ પકડાયેલાની અટકાયત કરી વધુ તપાસ માટે તલોદ પોલીસ સ્ટેશનમાં મોકલી અપાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward