android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: વઢવાણ તાલુકા પંચાયતમાં ભાજપને જીતના શુકન : બે બેઠક બિનહરીફ મળી
calendar_today April 11, 2026

Surendranagar: વઢવાણ તાલુકા પંચાયતમાં ભાજપને જીતના શુકન : બે બેઠક બિનહરીફ મળી

વઢવાણ તા. પં.ની 16 સીટ પર ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ફોર્મ ભરવાના અંતીમ દિવસે બપોરે 3 સુધીમાં રામપરા અને મેમકા સીટ પર ભાજપના ઉમેદવાર સીવાય કોઈએ ફોર્મ જ ન ભરતા બન્ને સીટ પર ભગવો લહેરાયો છે. જેમાં રામપરામાં ભાજપના કાનજીભાઈ રણછોડભાઈ ચાવડા અને મેમકામાં મહિલા ઉમેદવાર રેખાબેન કમલેશભાઈ મકવાણા બિનહરીફ વિજયી બન્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: ધોળકા શહેરમાં કોંગ્રેસમાં ચૂંટણી ટાણે જ ભડકો : શહેર પ્રમુખનું રાજીનામું !
calendar_today April 11, 2026

Dholka: ધોળકા શહેરમાં કોંગ્રેસમાં ચૂંટણી ટાણે જ ભડકો : શહેર પ્રમુખનું રાજીનામું !

ધોળકા શહેર કોંગ્રેસમાં પાલિકાની ચૂંટણી ટાણે જ મોટો રાજકીય ભુકંપ સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણાએ શનિવારે અચાનક રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તેમની સાથે જ ધોળકા નગરપાલિકાની ચૂંટણી માટે નક્કી કરાયેલા 36 ઉમેદવારોના મેન્ડેટ જિલ્લા પ્રમુખને પરત સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેર પ્રમુખે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પાર્ટીમાં ભાજપની બી ટીમ તરીકે કામ કરતા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી રહી છે. જેના કારણે કાર્યકરોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ મુદ્દે આંતરિક મતભેદો ખુલ્લેઆમ સામે આવ્યા છે. એટલું જ નહીં સમયસર મેન્ડેટ જમા નહીં થાય તો પાલિકાની ચૂંટણીના તમામ 36 ઉમેદવારોના ફોર્મ રદ થવાની શક્યતા ઊભી થઈ છે. હવે સૌની નજર એ પર છે કે કોંગ્રેસ તાત્કાલિક ડેમેજ કંટ્રોલ કરીને પરિસ્થિતિ સંભાળી શકશે કે પછી ધોળકા પાલિકાની ચૂંટણીમાં મોટાપાયે ઉમેદવારી રદ થવાની સ્થિતિ સર્જાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: સુરેન્દ્રનગરના ST બસ સ્ટેશન પાસે ફાઈનાન્સની ઓફીસમાં અચાનક આગ લાગતા દોધધામ
calendar_today April 11, 2026

Surendranagar: સુરેન્દ્રનગરના ST બસ સ્ટેશન પાસે ફાઈનાન્સની ઓફીસમાં અચાનક આગ લાગતા દોધધામ

સુરેન્દ્રનગર શહેરમાં ઉનાળાના તાપમાં આગ લાગવાની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે. તા. 9ના રોજ સાંજે શહેરની યંગ્સ કલબમાં આગ લાગી હતી. ત્યારે તા. 11ના રોજ બપોરે ફરી આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર બસ સ્ટેશન રોડ પર આવેલ કોમ્પલેક્ષમાં બીજામાળે કેબીએસ ફાઈનાન્સની ઓફીસ આવેલી છે. શનીવારે બપોરના સમયે ઓફીસમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. અને કોમ્પલેક્ષની નીચે ઉતરવાના રસ્તા જ બ્લોક થઈ જતા દેકારો મચી ગયો હતો. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતની ટીમ દોડી ગઈ હતી. અને પાણીનો મારો ચલાવ્યો હતો. બીજી તરફ ફસાયેલ 2 યુવતી સહિત 6થી વધુ વ્યકિતઓને લેડર દ્વારા રેસ્કયુ કરી નીચે ઉતારાયા હતા. આ બનાવમાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward