android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: સાવલી ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખની અપક્ષ ઉમેદવારીની જાહેરાત
calendar_today April 11, 2026

Vadodara: સાવલી ભાજપ યુવા મોરચાના ઉપ-પ્રમુખની અપક્ષ ઉમેદવારીની જાહેરાત

સાવલી ભાજપમાં ફરી ભડકો થયો છે. સાવલી નગરના યુવા મોરચા ભાજપના ઉપપ્રમુખ આકાશ પટેલ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા ભારે રાજકીય ગરમાવો આવ્યો છે. ભાજપ દ્વારા સાવલી નગર પાલિકા તાલુકા અને જિલ્લા પંચાયતની ઉમેદવારોની યાદી જાહેર કરાતા ટિકિટવાંછુઓમાં ભારે નારાજગીની જ્વાળા ધારાસભ્યના નજીકના સભ્યો સુધી પહોંચી છે સાવલી યુવા મોરચાના ઉપપ્રમુખ આકાશ પટેલને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કરતા રાજકીય ગરમાવો આવ્યો છે.આકાશ પટેલના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા 7 વર્ષથી ભાજપમાં વિવિધ હોદ્દા પર રહ્યા સક્રિય રહી ભાજપ માટે કામ કર્યું હતું. છતાં ટિકિટ કપાતા ધારાસભ્ય કેતન ઈનામદારના નજીકના ગણાતા આકાશ પટેલની અપક્ષ ઉમેદવારીની જાહેરાતથી સાવલી ભાજપમાં આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. ભાજપમાં ઉથલપાથલ જોવા મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ડેસર સેવાસદન ખાતે ઉમેદવારો અને ટેકેદારોનું કીડિયારું ઊભરાયું
calendar_today April 11, 2026

Vadodara: ડેસર સેવાસદન ખાતે ઉમેદવારો અને ટેકેદારોનું કીડિયારું ઊભરાયું

ડેસર તાલુકામાં ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે તાલુકાની 16 તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે અપક્ષ મળીને કુલ 58 ઉમેદવારોએ પત્રો ભર્યા હતા.ભાજપના કાર્યકરો દ્વારા શિહોરા જિ.પં.બેઠકના ઉમેદવારે પાંડુથી રેલી સ્વરૂપે નિકળી છાલીયેર શિહોરા રાજપુર થઈને ડેસર પહોંચ્યા હતા. ડેસર ચોકડીથી સાથે મળીને રેલી સ્વરૂપે ડીજેના તાલે સેવાસદન પહોંચીને ટીડીઓ અને મામ. કચેરીમાં ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસ દ્વારા પણ તમામ ઉમેદવારોને મેન્ડેટ અપાતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ડેસર તાલુકામાં પ્રથમવાર આપ દ્વારા પોતાના ઉમેદવારોને મેન્ડેટ આપીને ત્રીજા પક્ષ તરીકે ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા. જેમાં ડેસર જિ. પં.માં પરમાર રંજનબેન ઉમેશ, આપના પરમાર ડહીબેન ગંમીરસિંહ, કોંગ્રેસના પરમાર મનીષાબેન દલપતસિંહ ભાજપ અને રાઉલજી હર્ષાબેન નરેન્દ્રસિંહ ભાજપ ડમી તરીકે ભર્યું હતું. જ્યારે શિહોરા જિ.પં.માં ગીલ સુરજીતસિંગ બુટાસીંગ આપ, રાજગોર કાંતિ ભાણજી અપક્ષ, રાજગોર નીલેશ કાંતિ અપક્ષ, સોલંકી મહેન્દ્રસિંહ ડાહ્યા ભાજપ, પરમાર ઉદેસિહ હિંમતસિંહ કોંગ્રેસ, થઈ કુલ 5 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: કોંગ્રેસના અગ્રણી જે.બી સોલંકીની તડીપાર હોવા છતાં ઉમેદવારી
calendar_today April 11, 2026

Panchmahal: કોંગ્રેસના અગ્રણી જે.બી સોલંકીની તડીપાર હોવા છતાં ઉમેદવારી

શહેરા તાલુકાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિક સ્તરે પ્રભાવ ધરાવતા નેતા જે.બી. સોલંકીને તંત્ર દ્વારા પંચમહાલ અને મહીસાગર એમ બે જિલ્લામાંથી બે વર્ષ માટે તડીપાર છતાં, તેમણે વાડી જિલ્લા પંચાયત બેઠક પર દાવેદારી નોંધાવી છે. જે.બી. સોલંકી વતી તેમના ટેકેદારે વાડી જિલ્લા પંચાયત બેઠક માટે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરતા રાજકીય મોરચે અનેક ચર્ચાઓ જાગી છે.શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જે.બી. સોલંકી સામે વિવિધ ગુનાહિત ઇતિહાસ અને કાયદો-વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તેમને બે વર્ષ માટે પંચમહાલ અને મહીસાગર જિલ્લાની હદમાંથી બહાર રહેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, કાયદાકીય જોગવાઈઓ મુજબ તડીપાર હોવા છતાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ ન હોવાથી, જે.બી.સોલંકીએ પોતાની રાજકીય સક્રિયતા જાળવી રાખી છે. તેમની ગેરહાજરીમાં તેમના ખાસ ટેકેદારો અને કોંગ્રેસના કાર્યકરો ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને વાડી જિલ્લા પંચાયત બેઠક પરથી તેમનું નામાંકન પત્ર ભર્યું હતું.જે.બી. સોલંકી માટે આ પ્રકારની સ્થિતિ નવી નથી, ગત તાલુકા પંચાયતની ચૂંટણી સમયે જે.બી.સોલંકી જેલમાં બંધ હતા. જેલના સળિયા પાછળ હોવા છતાં તેમણે વાડી તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડી હતી અને આશ્ચર્યજનક રીતેજંગી મતોથી વિજય મેળવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward