android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: વેજલપુરનો 13 વર્ષથી વૉન્ટેડ આરોપી ઝડપાયો
calendar_today April 12, 2026

Godhra: વેજલપુરનો 13 વર્ષથી વૉન્ટેડ આરોપી ઝડપાયો

ગોધરા : ગોધરા પેરોલ ર્ફ્લો સ્ક્વોડના પોસ.ઇ. ભાવિન રાઠોડ તેમજ ASI હાર્દિક કાનાભાઇને બાતમી મળી હતી કે, વેજલપુર પોલીસ મથકના વર્ષ 2013ના વિશ્વાસઘાતના ગુનામાં આરોપી જેસા ઉર્ફે જયેશ રાધાભાઈ રબારી (રહે. ભાદરોઈ, મઢાણી ફળિયું, તા.અંજાર, જી.કચ્છ) પોલીસની ધરપકડથી નાસતો ફરી રહ્યો છે. જે આરોપી હાલ પોતાના ઘરે હાજર છે. જે બાતમી આધારે પેરોલ ર્ફ્લો સ્ક્વોડે બાતમી વાળી જગ્યાએ જઈ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે વેજલપુર પોલીસ મથકે સોંપ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: દારૂની મહેફિલ માણતાં પાંચ શખ્સ ઝડપાયા
calendar_today April 12, 2026

Godhra: દારૂની મહેફિલ માણતાં પાંચ શખ્સ ઝડપાયા

ગોધરા : રાજગઢ પોલીસ મથકના પો.ઇ. એમ.બી.ગઢવીને બાતમી મળી હતી કે, રાજગઢથી બાકરોલ તરફ જવાના રોડ ઉપર બાબાદેવ હોટલ પાછળ કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણે છે. જેના આધારે રાજગઢ પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી પાંચ ઇસમો દારૂની મહેફિલ માણતા ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે આપના કાર્યકર નવીન રાઠવા, વિજય રાઠવા, જગદીશ રાઠવા, દિલીપ રાઠવા અને રંગીત રાઠવાને ઝડપી પાડયાં હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: યુવાનનું અપહરણ કરી માર મારનાર 4 શખ્સો સામે ફરિયાદ
calendar_today April 12, 2026

Dahod: યુવાનનું અપહરણ કરી માર મારનાર 4 શખ્સો સામે ફરિયાદ

દેવગઢબારીઆ તાલુકાના ટીકડી ગામે એક યુવકને ચાર શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખી માર મારતા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.ધાનપુરના તરમકાચ ગામે અને દેવગઢ બારીઆના કુલપરા સેવાનિયા ગામે રહેતા સુરેશ નાથુ સુવણ, સંજય કાલમસિંહ સુવણ, જયેશ કોલમ સુવણ અને પુષ્પક મનહર ચૌહાણે ગત તા.7ના રોજ દેવગઢ બારીઆના જુના બારીઆ ગામે વેડ ફળિયામાં રહેતા 23 વર્ષીય સંજય શુકલભાઈ બારીયાને ટીકડી ગામે રસ્તામાં રોકી, અમારી છોકરી કેમ આપતા નથી, આજે તમને ઉપાડીને લઈ જવાના છે, તેમ કહી સંજય બારીયાને બળજબરીપૂર્વકમોટરસાયકલ પર બેસાડી તેનું અપહરણ કરી ટીકડી ગામે લઈ જઈ એક મકાનમાં ગોંધી રાખી ગડદાપાટુનો માર માર્યો હતો. જેમ તેમ કરી સંજય બારીયા અપહરણકારોની ચંગુલમાંથી છૂટી તેના ઘરે પહોંચ્યો હતો. જે બાદ પરિવારજનોને તેની આપવિતી જણાવી હતી. જે બાદ આ સંબંધે તેણે દેવગઢબારીઆ પોલીસ મથકે ચારેય અપહરણકારો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward