Gujarat Local Body Election 2026: બનાસકાંઠા ભાજપમાં ઉમેદવારોનો ધમધમાટ: વાવ-થરાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે કેસરિયા બ્રિગેડ તૈયાર, જુઓ સંપૂર્ણ યાદી
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. આજે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ' કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક બાદ વાવ-થરાદ જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતો માટે ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે.વાવ-થરાદ જિલ્લા પંચાયતના મુખ્ય ઉમેદવારો:ભાજપ દ્વારા જાહેર કરાયેલી 28 બેઠકોની યાદીમાં અનેક પીઢ અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે: આગથળા: શોભાબેન સવજીભાઇ વાઘેલા બરવાળા: શારદાબેન રઘુરમજી રાઠોડ ભોરડુ: પુંજીબેન ધરમશીભાઇ પટેલ ઢીમા: અમરતભાઇ શિવરામભાઇ પટેલ દિયોદર: ભવાનજી બાજુજી ચૌહાણ વાવ: કલાભાઈ હરજીભાઈ મકવાણા તાલુકા પંચાયત બેઠકો પર નજરજિલ્લા પંચાયતની સાથે થરાદ, વાવ, ભાભર, દિયોદર, સુઇગામ અને લાખણી તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. થરાદ તાલુકા પંચાયત: આસોદર બેઠક પરથી ગીતાબેન લાલજીભાઈ અકોલીયા અને જેતડાથી ભલાભાઈ વાલાભાઈ રાજપૂતને ટિકિટ અપાઈ છે. વાવ તાલુકા પંચાયત: દેથળી બેઠક પરથી ડૉ. શંકરભાઈ દેવરામભાઈ ચૌધરી અને અસારાગામથી રબારી સજુબેન રૂપસીભાઇ મેદાનમાં છે. દિયોદર તાલુકા પંચાયત22 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે, જેમાં સોની બેઠક પરથી સંજયકુમાર ઇશ્વરભાઇ ચૌધરી અને રૈયાથી ભાનુબેન સોમાજી ઠાકોરનો સમાવેશ થાય છે. પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટની સહી સાથે જાહેર થયેલી આ યાદી બાદ હવે બનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારોમાં ભાજપે મહિલા ઉમેદવારો અને સામાજિક સમીકરણોને ખાસ પ્રાધાન્ય આપ્યું હોય તેમ જણાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward