android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka News: જામનગર હાઈવે પર બાઈક સવારનો જોખમી સ્ટંટ, અન્ય વાહનચાલકોના જીવ મુકાયા જોખમમાં
calendar_today April 9, 2026

Dwarka News: જામનગર હાઈવે પર બાઈક સવારનો જોખમી સ્ટંટ, અન્ય વાહનચાલકોના જીવ મુકાયા જોખમમાં

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો પોતાના અને અન્યના જીવ જોખમમાં મુકતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા નજીકથી સામે આવ્યો છે, જ્યાં એક બાઈક સવારનો હાઈવે પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ચાલુ બાઈકે જોખમી ખેલ જામનગર-ખંભાળિયા નેશનલ હાઈવે પર ટ્રાફિકથી ધમધમતા રસ્તા વચ્ચે આ યુવકે કાયદાના લીરેલીરા ઉડાડ્યા હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક રફતારના નશામાં ચાલુ બાઈકે જોખમી કરતબ કરી રહ્યો છે. જોકે યુવકે હેલ્મેટ પહેર્યું હતું, પરંતુ રસ્તા પર જે પ્રકારે તે બાઈક હંકારી રહ્યો હતો તે જોતા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પોલીસ કાર્યવાહીની માગ આ વિસ્તારમાં હાઈવે પર સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. આવા સમયે પોતાની વાહવાહી મેળવવા માટે કરવામાં આવતા સ્ટંટ અન્ય નિર્દોષ વાહનચાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. સ્થાનિકો અને સોશિયલ મીડિયા યુઝર્સ હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું પોલીસ આ સ્ટંટબાજને પકડીને કાયદાનું ભાન કરાવશે? શું આ યુવક વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી અન્ય યુવાનો આવા જોખમી ખેલ કરતા અટકે? ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ સંદેશ ડિઝિટલ દ્વારા કરવામાં આવી નથી, પરંતુ વીડિયોએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો જરૂર ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ વાયરલ વીડિયોના આધારે બાઈક સવારની ઓળખ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલે છે કે કેમ. આ પણ વાંચો - Dwarka : અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે પવિત્ર યાત્રાધામ દ્વારકાને મોટી ભેટ, 30 કરોડના ખર્ચે બનશે ભવ્ય યાત્રી ભવન

Read Full Story arrow_forward
Gujarat News: ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના
calendar_today April 9, 2026

Gujarat News: ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા મુરતીયાઓની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ચૂંટણી સમિતિની બેઠકો યોજાઈ રહી છે. આ બેઠક 10 તારીખ સુધી ચાલશે. આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થશે. ભાજપની બેઠક આવતીકાલ સુધી લંબાવાઈ ભાજપની ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ છે. આ બેઠક આવતીકાલ 10 એપ્રિલ સુધી ચાલશે. ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ મથામણ કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ચર્ચાઓ બાકી હોવાથી બેઠક લંબાવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ બેઠકમાં ચર્ચાઓ થયા બાદ આવતીકાલે એક સાથે તમામ બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરાશે. દાવેદારોમાં ઉત્સાહ અને ઉત્તેજના બીજી તરફ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાના બે દિવસ જ બાકી હોવા છતાં ભાજપ દ્વારા હજુ સુધી નામોની યાદી જાહેર કરાઈ નથી. ભાજપની યાદી ક્યારે આવશે તેને લઈને ઉમેદવારો અને દાવેદારોમાં ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપમાં 120 માંથી 45 જેટલા સંભવિત ઉમેદવારોને ફોન પર ટિકિટ કન્ફોર્મ થઈ ગયાની માહિતી આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની ગત વખતના 93 કોર્પોરેટર માંથી 20થી 30 ટકા ઉમેદારોને રિપિટ કરશે. આ પણ વાંચોઃ Ahmedabad News: બે બાળકીઓના માતા પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાના અવશેષો મળ્યા

Read Full Story arrow_forward
Kutch News: ભુજમાં રેશનિંગના રૂપિયા મુદ્દે લોહીલુહાણ ખેલ, જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની ઘરમાં ઘૂસી હત્યા
calendar_today April 9, 2026

Kutch News: ભુજમાં રેશનિંગના રૂપિયા મુદ્દે લોહીલુહાણ ખેલ, જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની ઘરમાં ઘૂસી હત્યા

કચ્છના મુખ્ય મથક ભુજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભૂજ શહેરની જાણીતી જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના જ નિવાસસ્થાને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ હત્યા રેશનિંગના બાકી નાણાંની લેતીદેતી મામલે થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ઘરમાં ઘૂસીને આપ્યો અંજામ ઘટનાની મળતી માહિતી અનુસાર, આરોપી નિલેશ શાહ અને રશ્મિકુમાર શાહ વચ્ચે રાશનના બાકી રૂપિયાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા નિલેશ શાહે રશ્મિકુમારના ઘરે જઈ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રશ્મિકુમારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પુરાવા નાશ કરવાનો પ્રયાસ હત્યા કર્યા બાદ આરોપી નિલેશ શાહે ગુનાના પુરાવા નાશ કરવાના ઈરાદે ઘરમાં લાગેલા CCTV કેમેરાનું DVR કાઢીને ફેંકી દીધું હતું. જોકે, પાપનો ઘડો ભરાતા અને પોલીસના ડરથી આરોપીએ નાસવાને બદલે સીધા પોલીસ સ્ટેશન જઈને શરણાગતિ સ્વીકારી લીધી હતી. આરોપી પોતે પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂજ શહેરમાં ચકચાર એક પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાના સંચાલકની આ રીતે હત્યા થતા જૈન સમાજ સહિત સમગ્ર ભુજ શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી, ફેંકી દેવાયેલું DVR રિકવર કરવા અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Kutch : માંડવીમાં લુખ્ખા તત્વોનો આતંક, આઝાદ ચોકમાં પરપ્રાંતીય યુવકને લાકડીઓથી બેરહેમીથી ફટકાર્યો, વીડિયો વાયરલ

Read Full Story arrow_forward