android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો, આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયો ધારણ કર્યો
calendar_today April 9, 2026

સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ધડાકો, આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ કેસરિયો ધારણ કર્યો

સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચૂંટણી પહેલા મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને ખેડૂત અગ્રણી રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાજુ કરપડા પોતાના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ વિધિવત રીતે કેસરિયો ધારણ કર્યો હતો.ખેડૂત આંદોલનથી બનાવ્યું હતું નામ રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂતોના પ્રશ્નોને લઈને 'કિસાન યાત્રા' યોજી હતી. તેમણે તુલસીશ્યામથી વિસાવદર સુધી પદયાત્રા કરીને ગ્રામીણ વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી હતી. હવે તેઓ ભાજપમાં જોડાતા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ભાજપ રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મેદાનમાં ઉતારી શકે છે. તેઓ મુળી બેઠક પરથી ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં આપના ગઢમાં ગાબડું પાડીને ભાજપ હવે ગ્રામીણ વિસ્તારોમાં અને ખાસ કરીને કિસાન મતો અંકે કરવા માટે કરપડાને આગળ કરી રહી છે.https://x.com/sandeshnews/status/2042149953498497201 રાજકીય ગણતરીઓ લાંબા સમય સુધી ખેડૂતો માટે લડત ચલાવનાર નેતા હવે સત્તાધારી પક્ષમાં જોડાતા સોશિયલ મીડિયા અને રાજકીય ગલીયારાઓમાં ચર્ચાઓ તેજ બની છે. રાજુ કરપડાના ભાજપમાં પ્રવેશથી સુરેન્દ્રનગર અને આસપાસના પંથકમાં ભાજપ વધુ મજબૂત બનશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. આ પણ વાંચો - Gujarat News: ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના

Read Full Story arrow_forward
Khedbrahma: ઘાટી ડુંગરના જંગલમાંથી 15 વર્ષના કિશોરનું કંકાલ મળતા ખળભળાટ, પુસ્તકો અને કપડાં પરથી ભેદ ઉકેલવા પોલીસની કવાયત
calendar_today April 9, 2026

Khedbrahma: ઘાટી ડુંગરના જંગલમાંથી 15 વર્ષના કિશોરનું કંકાલ મળતા ખળભળાટ, પુસ્તકો અને કપડાં પરથી ભેદ ઉકેલવા પોલીસની કવાયત

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના નાકા ઘાટી ડુંગરના જંગલ વિસ્તારમાંથી એક 15 વર્ષના કિશોરનું કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે. જંગલમાંથી માનવ કંકાલની સાથે શાળાના પુસ્તકો અને કપડાં પણ મળી આવ્યા છે, જે આ ઘટના પાછળ કોઈ ગૂઢ રહસ્ય હોવાના સંકેત આપી રહ્યા છે.કંકાલ પાસે મળ્યા પુસ્તકો અને કપડાંઘટનાની વિગતો મુજબ, જંગલ વિસ્તારમાં એક માનવ કંકાલ હોવાની જાણ થતા સ્થાનિકોમાં દોડધામ મચી હતી. પોલીસ તપાસમાં કંકાલની નજીકથી બાળકના કપડાં પણ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. જેના પરથી અનુમાન લગાવાય છે કે મૃતક કિશોર વિદ્યાર્થી હોવો જોઈએ. આ પુરાવાઓના આધારે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાંથી કોઈ બાળક કે વિદ્યાર્થી ગુમ થયો છે કે કેમ?પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરીખેડબ્રહ્મા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. આ મામલો અત્યંત ગંભીર હોવાથીકંકાલને પોસ્ટમોર્ટમ (PM) અને વધુ તપાસ માટે હિંમતનગરની ફોરેન્સિક લેબ (FSL) માં મોકલી આપવામાં આવ્યું છે.આ પણ વાંચો: Botad: નગરપાલિકાની ચૂંટણી પૂર્વે જૈન સમાજે ભાજપ પાસે વધુ ટિકિટોની માંગણી કરી

Read Full Story arrow_forward
Ahmedabad News: ચાંદખેડામાં બાળકીના માતા પિતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું
calendar_today April 9, 2026

Ahmedabad News: ચાંદખેડામાં બાળકીના માતા પિતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીના માતા અને પિતાના બ્લડ સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી આ કેસમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું માનવામાં આવતું હતું હવે તેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીના વાલીના બ્લડ સેમ્પલની તપાસમાં ઊંઘની દવાના અવશેષો મળ્યા છે. આ રિપોર્ટ બાદ પોલીસની તપાસ વધુ સઘન બની રહી છે. બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું છે. હવે એફએસએલના રિપોર્ટ બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જણાશે. સેમ્પલમાંથી ઊંઘની દવાના અવશેષો મળ્યા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળકીના માતા પિતા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવાયા હતાં. જેની તપાસમાં આ સેમ્પલમાંથી ઊંઘની દવાના અવશેષો મળ્યા છે. બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ મળ્યું છે.પોલીસને અનાજમાં નાંખવાની દવા પણ ઘરેથી મળી છે. અનાજની દવાનુ કન્ટેન્ટ લોહીમાં હોવાનો ખુલાસો થયો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યાં છે. હવે FSLના રિપોર્ટ બાદ જ બાળકીઓના મૃત્યુનું ચોક્કસ કારણ જણાશે ઢોંસાનું ખીરુ ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોત અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું ખીરુ ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી મચાવી દીધી છે. આ મામલે હવે ચાંદખેડા પોલીસે ગંભીરતા દાખવીને ફૂડ પોઈઝનિંગના કારણો શોધવા માટે મોટા પાયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બાળકીના મોત બાદ પરિવારે તેની અંતિમ વિધિ કરી દીધી હતી. જોકે, મોત પાછળ ઝેરી ખોરાક જવાબદાર હોવાની શંકા દ્રઢ થતા પોલીસે આજે સવારે સ્મશાનમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહને પેનલ ડોક્ટરોની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Gujarat News: ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના

Read Full Story arrow_forward