android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Breaking News Live : IPS મનોજ નિનામા જોડાયા ભાજપમાં, મંત્રી પી સી બરંડાની હાજરીમાં કેસરિયા
calendar_today April 9, 2026

Gujarat Breaking News Live : IPS મનોજ નિનામા જોડાયા ભાજપમાં, મંત્રી પી સી બરંડાની હાજરીમાં કેસરિયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 09 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat News: ભાજપ પાર્લામેન્ટ્રી બેઠકનો આજે ત્રીજો દિવસ
calendar_today April 9, 2026

Gujarat News: ભાજપ પાર્લામેન્ટ્રી બેઠકનો આજે ત્રીજો દિવસ

ભાજપની ચૂંટણી સમિતિની બેઠક લંબાવાઈ છે. આ બેઠક આવતીકાલ 10 એપ્રિલ સુધી ચાલશે. ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ મથામણ કરવામાં આવી રહી છે. અનેક બેઠકો પર ચર્ચાઓ બાકી હોવાથી બેઠક લંબાવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ બેઠકમાં ચર્ચાઓ થયા બાદ આવતીકાલે એક સાથે તમામ બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરાશે. દાવેદારોમાં ઉત્સાહ અને ઉત્તેજના બીજી તરફ સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાના બે દિવસ જ બાકી હોવા છતાં ભાજપ દ્વારા હજુ સુધી નામોની યાદી જાહેર કરાઈ નથી. ભાજપની યાદી ક્યારે આવશે તેને લઈને ઉમેદવારો અને દાવેદારોમાં ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે. ભાજપમાં 120 માંથી 45 જેટલા સંભવિત ઉમેદવારોને ફોન પર ટિકિટ કન્ફોર્મ થઈ ગયાની માહિતી આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની ગત વખતના 93 કોર્પોરેટર માંથી 20થી 30 ટકા ઉમેદારોને રિપિટ કરશે  

Read Full Story arrow_forward
Gujarat Weather Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે, ગરમીની સાથે ઉકળાટમાં વધારો થશે
calendar_today April 9, 2026

Gujarat Weather Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે, ગરમીની સાથે ઉકળાટમાં વધારો થશે

ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂરો થયો છે અને હવે ગરમી તોબા પોકારાવી રહી છે. રાજ્યમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.14થી 20 એપ્રિલ સુધી ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે. દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થશે. રાજ્યમાં ગરમીની સાથે ઉકળાટ પણ વધશે. ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ઉકળાટની અસર વર્તાશે. ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ 36.3, સુરેન્દ્રનગર 35.8, અમદાવાદ 35.8, ભુજ 35.6, ગાંધીનગર 35.2 ,કંડલા 35.6 વડોદરા 34.6 અને સુરત 32.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 14થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 14થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવનાઓ છે. લઘુતમ તાપમાન 24થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા ઉકળાટની અસર વર્તાશે. આ પણ વાંચોઃ Gujarat News: ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના

Read Full Story arrow_forward