android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : વરાછા પોલીસની મોટી સફળતા, વોન્ટેડ આરોપી ઝડપાયો
calendar_today April 9, 2026

Surat : વરાછા પોલીસની મોટી સફળતા, વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરત શહેરમાં ગુનાખોરી અને માસૂમ બાળાઓ પર થતા અત્યાચારોને નાથવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં વરાછા પોલીસ સ્ટેશનની ટીમે એક વર્ષોથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સગીરાનું અપહરણ કરી તેની સાથે અમાનવીય કૃત્ય આચરનાર આરોપી હવે જેલના સળિયા ગણશે.પોક્સોના આરોપીને ઝડપી લીધો વિગતવાર વાત કરીએ તો, વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલા આરોપી અલ્પેશભાઈ મધુભાઈ ગોહિલને બાતમીના આધારે પોલીસે દબોચી લીધો છે. આરોપી અલ્પેશે એક સગીરવયની બાળકીને પ્રેમજાળમાં ફસાવી, તેને લગ્નની લાલચ આપી લલચાવી-ફોસલાવીને તેના ઘર પાસેથી અપહરણ કરી નાસી છૂટ્યો હતો. સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો અપહરણ કર્યા બાદ આરોપી આ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાના પરિવાર દ્વારા વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુનો નોંધાયા બાદ આરોપી ધરપકડથી બચવા માટે સતત સ્થળ બદલીને ભાગતો ફરતો હતો. જોકે, વરાછા પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે આરોપીનું પગેરું મળ્યું હતું અને તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ તેજ કરશે.આ પણ વાંચો ----     Surendranagar : નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે 1.22 કરોડની અપ્રમાણસર મિલકત મળતા ખળભળાટ, ACB એ નોંધ્યો ગુનો

Read Full Story arrow_forward
Gandhinagar News: રાજ્યમાં શિક્ષકોના પગારના ફાંફા, ગ્રાન્ટના અભાવે હજારો પરિવારોની મુશ્કેલી વધી, શૈક્ષિક સંઘે કરી રજૂઆત
calendar_today April 9, 2026

Gandhinagar News: રાજ્યમાં શિક્ષકોના પગારના ફાંફા, ગ્રાન્ટના અભાવે હજારો પરિવારોની મુશ્કેલી વધી, શૈક્ષિક સંઘે કરી રજૂઆત

રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હજારો શિક્ષકો માટે ચાલુ માસ આર્થિક સંકટ લઈને આવ્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકોનો ચાલુ માસનો પગાર હજુ સુધી થયો નથી, જેને પગલે શિક્ષકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રાન્ટના અભાવે પગાર અટકી પડતા હવે આ મામલો રાજ્ય સરકારના દ્વારે પહોંચ્યો છે.શૈક્ષિક સંઘની આક્રમક રજૂઆત પગાર ન થવાને કારણે શિક્ષકોના ઘરના બજેટ ખોરવાયા છે, અને લોનના હપ્તા તેમજ અન્ય ખર્ચાઓ ચૂકવવામાં મુશ્કેલી પડી રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને 'પ્રાથમિક શૈક્ષિક સંઘ' દ્વારા રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સંઘે માગ કરી છે કે, તાત્કાલિક ધોરણે પગાર માટેની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે જેથી શિક્ષકોના ખાતામાં જમા થઈ શકે. એડવાન્સ ગ્રાન્ટની માંગણી વારંવાર ઉભા થતા આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે પણ સંઘે સરકાર સામે પ્રસ્તાવ મૂક્યો છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિ ફરીથી પેદા ન થાય તે માટે સરકારે દર મહિને એડવાન્સમાં ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જો સમયસર ગ્રાન્ટ મળે તો વહીવટી પ્રક્રિયાને કારણે થતો વિલંબ ટાળી શકાય છે. અત્યારે તો હજારો શિક્ષકો આશા ભરી નજરે સરકાર તરફ જોઈ રહ્યા છે કે, ક્યારે તેમના મહેનતાણાની રકમ તેમના ખાતામાં જમા થાય છે. જો આગામી દિવસોમાં ગ્રાન્ટ રિલીઝ નહીં થાય તો શૈક્ષિક સંઘ દ્વારા આંદોલનાત્મક પગલાં લેવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. આ પણ વાંચો - Gujarat Weather Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે, ગરમીની સાથે ઉકળાટમાં વધારો થશે

Read Full Story arrow_forward
Arvalli News: ગુજરાત પોલીસના પૂર્વ આઈજી મનોજ નિનામા પહેર્યો કેસરિયો ખેસ, રાજીનામું આપ્યાના બે જ દિવસમાં ભાજપમાં જોડાયા
calendar_today April 9, 2026

Arvalli News: ગુજરાત પોલીસના પૂર્વ આઈજી મનોજ નિનામા પહેર્યો કેસરિયો ખેસ, રાજીનામું આપ્યાના બે જ દિવસમાં ભાજપમાં જોડાયા

ગુજરાતના રાજકારણમાં નિવૃત્ત અને રાજીનામું આપનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓનો ભાજપ તરફનો ઝુકાવ યથાવત રહ્યો છે. મધ્ય ગુજરાત અને આદિવાસી પટ્ટામાં પ્રભુત્વ ધરાવતા આઈપીએસ (IPS) અધિકારી મનોજ નિનામા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. શામળાજી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં તેઓ કેસરિયો ધારણ કરીને સત્તાવાર રીતે રાજકીય સફરની શરૂઆત કરી છે.રાજીનામાના 48 કલાકમાં જ રાજકીય એન્ટ્રી નોંધનીય છે કે, મનોજ નિનામાએ માત્ર બે દિવસ પહેલા જ આઈજી (IG) પદેથી પોતાનું રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા. તેમના રાજીનામા બાદથી જ અટકળો તેજ હતી કે, તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. આજે શામળાજીના મંત્રી અને પૂર્વ ધારાસભ્ય પી. સી. બરંડાની વિશેષ હાજરીમાં તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પી.સી. બરંડા પોતે પણ પૂર્વ પોલીસ અધિકારી રહી ચૂક્યા છે, જેમના માર્ગદર્શન હેઠળ મનોજ નિનામાએ રાજકીય પદાર્પણ કર્યું છે. આદિવાસી પટ્ટામાં ભાજપ થશે મજબૂત મનોજ નિનામા ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે બહોળો અનુભવ ધરાવે છે, અને આદિવાસી સમાજમાં પણ તેમની સારી એવી લોકચાહના છે. આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ તેમને મહત્વની જવાબદારી સોંપે તેવી શક્યતા છે. ખાસ કરીને ભિલોડા અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં ભાજપ પોતાનું સંખ્યાબળ અને પ્રભુત્વ વધારવા માટે નિનામાના અનુભવનો ઉપયોગ કરી શકે છે. ઉચ્ચ હોદ્દો છોડીને જનસેવા માટે રાજકારણમાં પ્રવેશવા બદલ ભાજપના સ્થાનિક આગેવાનોએ તેમને આવકાર્યા હતા. હવે જોવાનું એ રહેશે કે પોલીસની શિસ્તબદ્ધ દુનિયામાંથી બહાર આવીને મનોજ નિનામા રાજકારણના મેદાનમાં કેવી પારી રમે છે. આ પણ વાંચો - Gujarat Weather Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે, ગરમીની સાથે ઉકળાટમાં વધારો થશે

Read Full Story arrow_forward