Palanpur: ભાવિસણા પ્રાથમીક શાળામાં ધો.8 ના છાત્રોના દીક્ષાંત સમારોહનું આયોજન કરાયું
પાલનપુર તાલુકાના ભાવિસણા ગામની પ્રાથમિક શાળામાં ધો.8 ના બાળકોનો અભ્યાસક્રમ પુરો થતા શાળા પરીવાર દ્વારા તેમનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દર્શનાબેન એન.જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શાળામાં વિદાય લઈ રહેલા બાળકો દ્વારા પોતાની યાદગારીરૂપે શાળાને માતા સરસ્વતીનો ફોટો ભેટ આપવામાં આવ્યો હતો અને પોતાના અભ્યાસ દરમ્યાન ગુરૂગણ દ્વારા તેમને મળેલ હુફ અને પ્રેમના સ્મરણો વાગોળ્યા હતા. જો કે ઉપસ્થિત ગુરુજીઓ તેમજ એસએમસી કમિટીએ વિદ્યાર્થીઓને આગળનો ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward