Dhandhuka: ધંધુકા ખાતે ઇસ્કોન દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ધાર્મિક સમારોહ
ધંધુકા : ધંધુકા ખાતે ઇસ્કોન સ્થાપના દિવસની શ્રાદ્ધા અને ભક્તિપૂર્ણ માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકા ઇસ્કોનના 8મા વર્ષના મંગળ પ્રવેશ નિમિતે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.સવારે ઇસ્કોન મંદિરે દિવ્ય આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ એપીએમસી ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મુખ્ય દાતા હાલુભા ચુડાસમા તથા પૂજ્ય ભાવેશ બાપુ સહિત ઇસ્કોન સંસ્થાનાપ્રભુજીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમારોહ દરમિયાન ધાર્મિક પ્રવચન, ભજન-કીર્તન અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક માહોલમાં સફ્ળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward