Dahod: લીમડી-લીમખેડા રોડ પર ગાયો બચાવવા જતા ટ્રક પલટી : ચાલક ઈજાગ્રસ્ત થયો
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ લીમડી-લીમખેડા મુખ્ય માર્ગ પર થાળા ગામ નજીક ગાયોનું ટોળું રોડ પર આવી જતા ચાલક ગભરાઈ ગયો હતો. ગાયોને બચાવવાનો પ્રયાસ કરતા ટ્રક અચાનક રસ્તાની બાજુએ ઉતરી ગયો અને જોરદાર ધડાકા સાથે પલ્ટી ખાઈ ગયો હતો ઘટના બાદ સ્થાનિક લોકો, પોલીસ અને ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકને ભારે નુકસાન થયું હતું. . આ અકસ્માતમાં ટ્રક ચાલકને ખાસ કરીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ લીમડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સાથે જ ફાયર વિભાગની ટીમ પણ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વિસ્તારને કોર્ડન કરીને ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના કારણે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક રોડની વચ્ચે પલ્ટી ખાઈ જતા વાહન વ્યવહાર અવરોધિત થયો હતો. પોલીસે અને સ્થાનિક લોકોના સહકારથી ટ્રાફિકને વિકલ્પિક માર્ગો પર વાળવામાં આવ્યો હતો. બાદમાં ક્રેનની મદદથી ટ્રકને રસ્તા પરથી હટાવી ટ્રાફિક ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વધુ એક ગંભીર પરિસ્થિતિ ત્યારે ઊભી થઈ જ્યારે ટ્રક રોડની બાજુમાં આવેલા વીજ થાંભલા સાથે અથડાઈ હતી. અથડામણના કારણે વીજ થાંભલો નુકસાન પામ્યો હતો અને વીજ તાર તૂટીને જમીન પર પડી ગયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward