Dahod: મેથાણ વંદેલી મુખ્ય માર્ગ બિસમાર થતાં વાહન ચાલકોને મુશ્કેલી
સંજેલી થી મેથાણ વંદેલી થઈ ગોધરા તરફ જવાના મુખ્ય માર્ગ મેથાણ ચોરા થી વંદેલી કબૂતરી સુધી પાંચ કિ.મી નો માર્ગ પર ખાડા પડી ગયા છે. પૂર્વ મંત્રીના વિસ્તારમાં રસ્તાને બનાવવા માટેની રજૂઆત છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે આવા રસ્તાના કારણે વાહનોમાં વારંવાર પંચર પડતું હોય છે અને વાહનોને નુકસાન પણ થાય છે.જેના કારણે સંજેલીથી ગોધરા તરફ જતા ટુ-વ્હીલર, ફેર વ્હીલર અને ભારે વાહન ચાલકો માટે આ રસ્તો માથાના દુખાવા સમાન બની ગયો છે. જેથી રસ્તાનુ તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી રાહદારીઓ અને સ્થાનિક આગેવાનો તેમજ વાહન ચાલકોની માંગ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward