android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar: મહીસાગરના નાસતા ફરતા 4 આરોપી ઝડપાયા
calendar_today April 6, 2026

Mahisagar: મહીસાગરના નાસતા ફરતા 4 આરોપી ઝડપાયા

મલેકપુર : મહીસાગરના અલગ-અલગ ગુન્હામાં નાસતા ફરતા કુલ ચાર આરોપીઓને એક જ દિવસમાં મહીસાગર એલ.સી.બી. ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવેલ જેમાં એ.એસ.આઇ. ભવાનજી બાલાજી તથા આ.હે.કો. મહિપાલસિંહ ઉમેદસિંહનાઓની સંયુકત બાતમીથી બાલાસીનોર ટાઉન પો.સ્ટે. વિવિધ ગુનાના નાસતા ફરતા આરોપીઓને મહીસાગર એલસીબીએ ઝડપી પાડયા છે. જેમાં (1) મુકેશકુમાર કિરીટકુમાર જોષી રહે, દધાલીયા તા- મોડાસા જી- અરવલ્લી (2) ચેતનકુમાર બાલુસિંહ ચૌહાણ રહે. વાંટડા તા-મોડાસા જી- અરવલ્લી નાઓને ઝડપી લીધો છે. તે ઉપરાંત અ.હે.કો. ધર્મેશકુમાર રમણભાઇનાઓની બાતમીના આધારે લુણાવાડા ટાઉન પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતા આરોપી- આફ્તાબ ઉર્ફે મુશા ઇકબાલ પાયા રહે, નદીપાર, ઇદગા મહોલ્લા, ગોન્દ્રા, તા- ગોધરા જી- પંચમહાલ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી લીધો છે. આમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઇવ દરમિયાન એક જ દિવસમાં કુલ ચાર આરોપીને ઝડપી પાડવામાં એલ.સી.બી. મહીસાગરને સફ્ળતા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: મેમનગરની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં દાબેલી-પાણીપુરી ખાતા ફૂડ પોઈઝનિંગઃ 57ને અસર
calendar_today April 6, 2026

Ahmedabad: મેમનગરની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં દાબેલી-પાણીપુરી ખાતા ફૂડ પોઈઝનિંગઃ 57ને અસર

મેમનગરની ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં દાબેલી અને પાણીપુરી ખાધા બાદ 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની ઘટના બનતા દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં તમામ વિદ્યાર્થિનીઓને સારવાર અપાઈ છે, જેમાંથી હાલ 18 વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ છે. AMC દ્વારા પાણી અને ખોરાકના સેમ્પલ લઈને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. AMC હેલ્થ વિભાગે જણાવ્યું કે, મેમનગરમાં આવેલી સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલમાં 900 વિદ્યાર્થિનીઓ રહે છે, જેમાંથી કુલ 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. આ પૈકી 36ને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈ છે, જ્યારે 21 વિદ્યાર્થિનીઓની હાલત વધુ ગંભીર જણાતા તેમને દાખલ કરવામાં આવી હતી. તેમાંથી 3ની તબિયતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરાઈ છે, જ્યારે 18 વિદ્યાર્થિનીઓ હજુ પણ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. અમુક વિદ્યાર્થિનીઓનું બ્લડ પ્રેશર વધ-ઘટ થતું હોવાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને શુક્રવારથી જ પેટમાં સામાન્ય દુખાવાની ફરિયાદ હતી. શરૂઆતમાં વિદ્યાર્થિનીઓએ તેને સામાન્ય ગણી જાતે જ દવાઓ લઈ લીધી હતી. જોકે, રવિવારે અચાનક વિદ્યાર્થિનીઓને ઝાડા-ઉલટી, અશક્તિ અને તાવ જેવા લક્ષણો જણાતા તમામને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: મ્યુનિ. તંત્રે શહેરભરમાંથી 11,000 રાજકીય બેનર-હોર્ડિંગ્સ હટાવ્યા
calendar_today April 6, 2026

Ahmedabad: મ્યુનિ. તંત્રે શહેરભરમાંથી 11,000 રાજકીય બેનર-હોર્ડિંગ્સ હટાવ્યા

મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગે ગત પહેલી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય પાર્ટીના હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આજદિન સુધીની કાર્યવાહીમાં રાજકીય પક્ષોના હોર્ડિંગ્સ, બેનર, પડદા, ધજા-પતાકા, તોરણ અને લખાણ સહિત 11 હજારથી વધુ સામગ્રી દૂર કરવામાં આવી છે અને હજી પણ આ કામગીરી ચાલુ છે. છેલ્લા પાંચ દિવસમાં સાતેય ઝોનમાંથી 1180 હોર્ડિંગ્સ-બોર્ડ, 1540 બેનર-પડદા, 1800 ધજા-પતાકા, 1816 તોરણ અને 3125 કૂચડા સહિતની સામગ્રી દૂર કરી છે. સાતેય ઝોનમાં વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક ઠેકાણે બેનરો નહીં હટાવવા માટે કેટલાક રાજકીય આગેવાનો દ્વારા દબાણ કરવામાં આવતું હતું, પરંતુ મ્યુનિ. કર્મચારીઓએ કોઈપણ દબાણને વશ થયા વગર ચૂંટણીલક્ષી પ્રચાર સામગ્રી દૂર કરવાનું ચાલુ રાખ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward