android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: અત્યાધુનિક ઇન્ટિરિયર અને વિશ્વકક્ષાની સુવિધાઓ સાથે અમૃત ભારત કોચ તૈયાર
calendar_today April 6, 2026

Ahmedabad: અત્યાધુનિક ઇન્ટિરિયર અને વિશ્વકક્ષાની સુવિધાઓ સાથે અમૃત ભારત કોચ તૈયાર

ભારતીય રેલવે દ્વારા આગામી પેઢીના 'અમૃત ભારત' કોચના ઇન્ટિરિયર અને અપગ્રેડેશન માટે તૈયાર કરાયેલા સેમ્પલ કોચનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે, જેનું નિરીક્ષણ નવી દિલ્હી રેલવે સ્ટેશને રેલવે મંત્રીએ કર્યું હતું. આ કોચ મુસાફરોને વધુ આરામ, સુંદરતા અને ઉન્નત મુસાફરીનો અનુભવ આપવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અમૃત ભારત યોજના હેઠળ કુલ 87 રેલવે સ્ટેશનોનું અપગ્રેડેશન અને રિડેવલપમેન્ટ હાથ ધરાયું છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 18 રેલવે સ્ટેશનો બનીને તૈયાર થઈ ગયા છે અને તેનું ઉદઘાટન પણ કરી દેવાયું છે. આ નમૂનારૂપ કોચમાં આધુનિક અને આકર્ષક ઇન્ટિરિયર કલર થીમ અપનાવવામાં આવી છે. પીવીસી ફ્લોરિંગ, સીટ અને બર્થના રેક્સિન, સ્નેક ટેબલ, પડદા અને શૌચાલય વિસ્તાર સહિત તમામ ઘટકોમાં સુમેળભર્યા રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોચને એકસરખો અને આકર્ષક દેખાવ આપે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સામગ્રી ઉચ્ચ સ્તરીય ફાયર સેફ્ટી ધોરણોને અનુરૂપ છે, જે મુસાફરો માટે ઉચ્ચ સ્તરની સલામતી સુનિશ્ચિત કરે છે. સાથે સાથે આ ડિઝાઇન મજબૂત, ટકાઉ અને સરળ મેન્ટેનન્સ માટે અનુકૂળ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. રોલિંગ સ્ટોકના આધુનિકીકરણ, ઓનબોર્ડ વાતાવરણ સુધારવા અને દરેક વર્ગના મુસાફરોને વિશ્વસ્તરની સુવિધાઓ પૂરી પાડવાના ભાગરૂપે આ અમૃત ભારત કોચનું નિર્માણ કરાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: બહેરામપુરામાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતું જર્જરિત જાહેર શૌચાલય
calendar_today April 6, 2026

Ahmedabad: બહેરામપુરામાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાડતું જર્જરિત જાહેર શૌચાલય

બહેરામપુરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં જાહેર શૌચાલય પોતે જ ગંદકીનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા એક મહિનાથી શૌચાલયનું બોર્ડ તૂટીને નીચે પડયું છે અને આખું સંકુલ બંધ જેવી હાલતમાં છે. યોગ્ય જાળવણીના અભાવે શૌચાલયની બહાર કચરાના ઢગલા ખડકાયા છે, જે હવે મુખ્ય રોડ સુધી પ્રસરી રહ્યા છે. સ્થાનિકોએ આ સ્થળને કચરાપેટી બનાવી દીધી હોવાથી ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જે તંત્રના સ્વચ્છતાના પોકળ દાવાઓની પોલ ખોલે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ખોખરામાં નવી ફૂટપાથ તોડી ફરી બનાવવા સામે સવાલો ઊભા થયા
calendar_today April 6, 2026

Ahmedabad: ખોખરામાં નવી ફૂટપાથ તોડી ફરી બનાવવા સામે સવાલો ઊભા થયા

ખોખરામાં ગાયત્રી ડેરી સામેના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની વિચિત્ર કામગીરી ચર્ચાનો વિષય બની છે. હજુ થોડા સમય પહેલા જ તૈયાર થયેલી નવી ફુટપાથને તોડીને ત્યાં ફરીથી પથ્થરો ઉતારી નવી ફુટપાથ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે આ કામગીરી બરાબર એક નવા તૈયાર થયેલા કોમર્શિયલ સેન્ટરની સામે જ થઈ રહી છે, જે બિલ્ડરને ફાયદો કરાવવાની પેરવી હોવાની શંકા જન્માવે છે. જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં ફુટપાથો જર્જરિત છે, ત્યારે સારી હાલતમાં રહેલી ફુટપાથને ફરી બનાવવી એ વિકાસ છે કે ભ્રષ્ટાચારનું માધ્યમ? પ્રજાના પરસેવાની કમાણીના નાણાંનો આ રીતે થતો વેડફટ તંત્રની નીતિ રીતિ સામે ગંભીર સવાલો ઊભા કરે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward