android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી 98.63 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા
calendar_today April 5, 2026

Banaskantha: ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પરથી 98.63 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા

ધાનેરા પોલીસ સ્ટેશનના સ્ટાફે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફ્થી આવતી બાઇકને રોકી કડકાઇથી પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન મોટરસાયકલની હેડલાઇટના અંદરના ભાગમાંથી 98.63 ગ્રામ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ તેમજ બાઇક અને રોકડ રકમ સહિત કુલ રૂ. 3,56,150 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, ધાનેરા પોલીસ સ્ટાફ્ના માણસો નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફ્થી આવતી બાઈક નંબર (RJ 46 SN 4920) ને ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલકે બાઇક ભગાડવાની કોશિશ કરી હતી. પોલીસે તાત્કાલિક આડાશ કરી બાઇક રોકી લીધી હતી. બાઇક સવાર બંને યુવાનોની કડકાઇથી પૂછપરછ કરતાં તેઓએ બાઇકની હેડલાઇટના અંદરના ભાગે ડ્રગ્સ છુપાવ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ આપનાર અને લેનારના નામ પણ સામે આવ્યા છે. રાજસ્થાનના સાંચોરનો ચેતનરામ બિશ્નોઈ આ મુદ્દામાલ આપનાર હતો, જ્યારે અમદાવાદના સાણંદ ખાતે રહેતા ગણપતભાઈ ગોહીલને આ ડ્રગ્સ પહોંચાડવાનું હતું. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ચાણસ્મામાં હાઈવે પરના ગેસ્ટ હાઉસની આડમાં ચાલી રહેલું કુટણખાનું ઝડપાયું
calendar_today April 5, 2026

Patan: ચાણસ્મામાં હાઈવે પરના ગેસ્ટ હાઉસની આડમાં ચાલી રહેલું કુટણખાનું ઝડપાયું

ચાણસ્મા હારીજ હાઈવે પર આવેલા સુર્યા ગેસ્ટ હાઉસમાંથી પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને સંચાલક દ્વારા ગેસ્ટ હાઉસની આડમાં ચલાવવામાં આવતા કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલકની અટકાયત કરી ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ જયદીપસિંહ સોલંકીની ટીમને બાતમી મળી હતી કે ચાણસ્મા શહેરમાં હારીજ હાઈવે પર આવેલા સુર્યા ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા બહારથી યુવતીઓને બોલાવી દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો છે. જેના આધારે પંચોને સાથે રાખીને રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને ગેસ્ટ હાઉસમાંથી 3 યુવતિઓ સહિત અન્ય એક પુરૂષ મળી આવતાં પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક રસિક સોમાભાઈ વાલ્મિકીની અટકાયત કરી લીધી હતી. અને 550 રૂપિયા રોકડ તથા પાંચ હજારની કિંમતનો મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: માતરના ધારાસભ્યના ભત્રીજાના ધમધમતાં જુગારધામ પર SMCની રેડ,16ની ધરપકડ
calendar_today April 5, 2026

Nadiad: માતરના ધારાસભ્યના ભત્રીજાના ધમધમતાં જુગારધામ પર SMCની રેડ,16ની ધરપકડ

માતરના ભલાડામાં ઘણા સમયથી ધમધમતા જુગારધામ પર ગઈકાલે ગાંધીનગર એસએમસી ત્રાટકી હતી. એસએમસીએ રેડ પરથી 16 જેટલા જુગારીઓ અને અધધધ..22 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જેમાં જુગારધામ ચલાવનાર માતરના ધારાસભ્યનો ભત્રીજો હોવાનું સામે આવ્યું હતું સાથે માતરનું ભલાડા ગામ એ ધારાસભ્યનું જ ગામ હોઈ આ બાબતને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા સાથે આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામનો રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર ગામમાં હરસિધ્ધી ફળીયા નજીક ખુલ્લા ખેતરમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. બાતમી આધારે પોલીસે જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી, કેટલાક તો ચંપલ સહિતની સામગ્રી છોડીને ભાગ્યા હતા. ટીમે સ્થળ પરથી રાજેશ ઉર્ફે લાલા સહિત 16 જુગારીઓને દબોચી લીધા હતા. સ્થળ પરથી રોકડ, ત્રણ ફોર વ્હીલર વાહનો, 14 મોબાઈલ સહિત 22.36 લાખનો મુદ્દામાલ ટીમને હાથ લાગ્યો હતો. ટીમે તમામ 16 જુગારીઓ, ત્રણ વાહનચાલકો મળી 20 ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની બાબત એ છે કે ગઈકાલે સાંજે પડેલ આ રેડ બાદ જુગારધામ ચલાવનાર રાજેશ ઉર્ફે લાલો જે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો હોવાનું સામે આવતાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. લોકમુખે એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજેશ રાજકીય વગનો દુરઉપયોગ કરીને એટલો બેફામ બની ગયો હતો કે ગામમાં મનફાવે તે જગ્યા પર જુગારીઓને કુંડાળે વાળી જુગાર રમાડતો હતો. ખેડા પોલીસ રેડ પાડવા અગાઉ આવી હતી પણ ત્યારે પણ રાજેશે રાજકીય વગનો દુરઉપયોગ કરીને દાદાગીરી કરતાં પોલીસને પાછુ ફરવું પડયું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward