android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: શિક્ષકોની ચૂંટણી કામગીરી બાબતે ધાનેરા પ્રાંત અધિકારી, મામલતદારને રજૂઆત કરાઈ
calendar_today April 5, 2026

Banaskantha: શિક્ષકોની ચૂંટણી કામગીરી બાબતે ધાનેરા પ્રાંત અધિકારી, મામલતદારને રજૂઆત કરાઈ

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે ધાનેરામાં શિક્ષકોની કામગીરીની ફાળવણીને લઈને ગંભીર વિવાદ છેડાયો છે. ધાનેરા ખાતે BLO (બૂથ લેવલ ઓફ્સિર) તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા અન્ય ચૂંટણી ઓર્ડરો સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આ બાબતે ગતરોજ શિક્ષકો દ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.શિક્ષકોની મુખ્ય રજૂઆત એ છે કે, તેઓ પહેલેથી જ BLO તરીકેની મહત્વની અને સમય માંગી લે તેવી કામગીરી સંભાળી રહ્યા છે. આમ છતાં, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ તેમના જ ઓર્ડર કરી દેવામાં આવ્યા છે. આ બેવડા ભારણના કારણે શૈક્ષણિક અને અન્ય કામગીરી પર માઠી અસર પડતી હોવાથી આ નવા ઓર્ડર તાત્કાલિક રદ કરવા માટે મામલતદાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ક્કઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘક્ર પણ શિક્ષકોના સમર્થનમાં આવ્યું છે. સંઘે પોતાના લેટરપેડ પર તંત્રને રજૂઆત કરતા આક્ષેપ કર્યો છે કે, શિક્ષકોને જાણીજોઈને જુદા જુદા સ્થળે હેરાન કરવાના ઈરાદાથી આ પ્રકારની કામગીરી સોંપવામાં આવી રહી છે. ધાનેરા તાલુકામાં અનેક એવા શિક્ષકો છે જેઓ માત્ર રાજકારણ રમે છે અને પોતાની વગ કે ક્કરાજાશાહીક્ર માનસિકતાના જોરે ચૂંટણીની ફરજોમાંથી મુક્તિ મેળવી લે છે. શિક્ષકો તેમજ શૈક્ષિક મહાસંઘ દ્વારા આ મામલે ધાનેરા પ્રાંત અધિકારી અને મામલતદાર બંનેને લેખિત પત્ર આપી યોગ્ય તપાસ કરી ન્યાય આપવા રજૂઆત કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: ડીસાના રાણપુર, વિરુણા તળાવને ડેવલોપ કરવા ગ્રાન્ટ મંજુર કરાઈ
calendar_today April 5, 2026

Deesa: ડીસાના રાણપુર, વિરુણા તળાવને ડેવલોપ કરવા ગ્રાન્ટ મંજુર કરાઈ

રાજ્ય સરકાર દ્વારા તળાવોને ડેવલોપમેન્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ડીસાના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ તેમજ વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળી દ્વારા રાણપુર આથમણાવાસ નીલ તળાવ અને વિરુણા રામાસર તળાવના ડોવલોપ મેન્ટ સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરતા રાજ્ય સરકાર દ્વારા રાણપુરના નીલકંઠ તળાવમાં વહેણના કારણે થતા નુકસાનને રોકવા માટે ઇનલેટ સ્ટ્રકચર, પથ્થર પીચીંગ તેમજ ટો વોલ અને ટોપ વોલ માટે રૂ 42.17 લાખ તેમજ વિરુણા રામાસર તળાવ માટે રૂ 49.45 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ જયારે નોન પ્લાન રોડ ના રિસરફેશ માટે રૂ 32 કરોડ મંજુર કરેલ જેમાં 23 રોડ નું સમારકામ થશે. જોકે ધારાસભ્ય અને મંત્રી પ્રવીણ માળી દ્વારા માતબર ગ્રાન્ટ લાવતા ગ્રામજનો માં ખુશી જોવા મળી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli: શામળાજીના શોભાયડા જંગલમાં આગ લાગતાં વનરાજીને નુકસાન
calendar_today April 5, 2026

Aravalli: શામળાજીના શોભાયડા જંગલમાં આગ લાગતાં વનરાજીને નુકસાન

અરવલ્લીના શામળાજીના શોભાયડા જંગલ વિસ્તારમાં આગ લાગતાં વનવિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. વનવિભાગે કાબૂ પર કાબુ મેળવ્યો હતો. જો કે, ઘટનામાં વનરાજીને નુકશાન થયાનું જાણવા મળેલ છે.શામળાજી તાલુકાના વિવિધ જંગલ વિસ્તારોના ડુંગરોમાં આગ લાગ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના શામળાજી તાલુકાના શોભાયડા ગામ પાસેના જંગલ વિસ્તારના ડુંગરમાં આગ લાગી હતી જેને કારણે રાત્રીના સમયે પણ ડુંગરમાં આગ જોવા મળી હતી. આગ લાગ્યાની જાણ શામળાજી વનવિભાગને કરવામાં આવતાં વનવિભાગમાં દોડધામ મચી હતી. વનવિભાગના કર્મીઓ દ્વારા ડુંગર ઉપરની આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરતાં મહામહેનતે આગને કાબુમાં લેવાઈ હતી પરંતુ આગ કાબુમાં લેવાય તે પહેલાં ડુંગર ઉપરની વનરાજીને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward