android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના લિંબાયતમાં એક્સિસ બેંકનું ATM તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
calendar_today April 5, 2026

Suratના લિંબાયતમાં એક્સિસ બેંકનું ATM તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં એક્સિસ બેંકના એટીએમને નિશાન બનાવી ચોરી કરવાનો પ્રયાસ કરનાર રીઢા તસ્કરને લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસની સતર્કતા અને ટેકનિકલ સર્વેલન્સને કારણે લાખોની રોકડ ચોરાતા બચી ગઈ છે, જોકે આરોપીએ એટીએમ મશીનને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે.100 CCTV ફૂટેજ અને પોલીસની કામગીરી  મળતી માહિતી મુજબ, લિંબાયત પોલીસ મથકની હદમાં આવેલી એક્સિસ બેંકના એટીએમમાં મોડી રાત્રે ચોરીનો પ્રયાસ થયો હતો. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસે વિસ્તારના અંદાજે 100 જેટલા સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ અને બાતમીદારોના આધારે પોલીસે આરોપી સાબીર નજમુદીન શેખની ધરપકડ કરી છે. પોલીસની ત્વરિત કામગીરીને પગલે ચોરીની મોટી ઘટના ટળી છે. બેંકને રૂ.3 લાખનું આર્થિક નુકસાન  આરોપી સાબીરે એટીએમમાંથી કેશ ચોરવાના ઇરાદે મશીન સાથે ભારે તોડફોડ કરી હતી. તેણે એટીએમની સ્ક્રીન, પ્રિન્ટર, કાર્ડ રીડર અને શટર એસેમ્બલી જેવા મહત્વના સાધનો તોડી નાખ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ, આરોપીએ બેંકના એટીએમ મશીનને અંદાજે રૂપિયા 3,00,000 (3 લાખ) જેટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલ લિંબાયત પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ અગાઉ તેણે અન્ય કોઈ ગુના આચર્યા છે કે કેમ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli News: મેઘરજના અદાપુર પાસે બાઈક રોડ નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત, એક યુવકનું કરુણ મોત
calendar_today April 5, 2026

Aravalli News: મેઘરજના અદાપુર પાસે બાઈક રોડ નીચે ઉતરી જતાં ગમખ્વાર અકસ્માત, એક યુવકનું કરુણ મોત

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રવિવારની સાંજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. મેઘરજના અદાપુર પાસે પૂરઝડપે જઈ રહેલી એક બાઈકના ચાલકે અચાનક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક માર્ગની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર બે યુવકો પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.108 દ્વારા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો અકસ્માત એટલો પ્રચંડ હતો કે બાઈક સવાર યુવકો રોડની નીચે પટકાયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવકના મૃતદેહને પોલીસે પંચનામું કરી પોસ્ટમોર્ટમ (PM) અર્થે મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. મેઘરજ પોલીસની તપાસ શરૂ અકસ્માતની જાણ થતા જ મેઘરજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. હાઈવે પર વધતા જતા અકસ્માતોને પગલે સ્થાનિક વાહનચાલકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mallikarjun Khargeના નિવેદન પર નિતિન નબીને કહ્યું 'દરેક લોકોનું અપમાન કરવું કોંગ્રેસની માનસિકતા'
calendar_today April 5, 2026

Mallikarjun Khargeના નિવેદન પર નિતિન નબીને કહ્યું 'દરેક લોકોનું અપમાન કરવું કોંગ્રેસની માનસિકતા'

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપે કડક પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ખડગે અને કોંગ્રેસ પર તુચ્છ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા મજબૂત બનાવી નીતિન નવીને કહ્યું કે કોંગ્રેસના નેતાઓ હંમેશા અન્ય લોકો અને રાજ્યોના લોકોને અપમાનિત કરવાની માનસિકતા ધરાવે છે. તેમણે પ્રશ્ન કર્યો કે જે ગુજરાતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓ આવ્યા છે, તે ગુજરાતનું અપમાન કરવું યોગ્ય છે? તેમણે આ સાથે ઉમેર્યું કે ગુજરાતના જ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુરક્ષા મજબૂત બનાવી અને જનધન જેવી યોજનાઓથી ગરીબો અને મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે. બંને પક્ષો વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું ભાજપે વધુમાં આરોપ લગાવ્યો કે કોંગ્રેસે જે રાજ્યોમાં સત્તા મેળવી નથી, ત્યાંના લોકોને અભણ કહીને અપમાનિત કર્યા છે, જે તેમની માનસિકતા દર્શાવે છે. નીતિન નવીને કહ્યું કે ખડગે આવા નિવેદનો આપતા રહેશે તો જનતા તેમને યોગ્ય જવાબ આપશે. ભાજપનો દાવો છે કે દેશની જનતા હવે કોંગ્રેસની રાજનીતિ સમજી ગઈ છે અને આગામી સમયમાં મતદાન દ્વારા તેમને પાઠ ભણાવશે. આ મુદ્દે રાજકીય તણાવ વધુ વધી રહ્યો છે અને બંને પક્ષો વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. આ પણ વાંચો : Rajasthan : ડ્રોનથી નશાની તસ્કરી! શ્રીગંગાનગરમાંથી 60 કરોડનું હેરોઈન કરાયું જપ્ત

Read Full Story arrow_forward