android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi-Mumbaiમાં આતંક મચાવવાનું કાવતરું નિષ્ફળ, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
calendar_today April 5, 2026

Delhi-Mumbaiમાં આતંક મચાવવાનું કાવતરું નિષ્ફળ, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 2 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

મહારાષ્ટ્રમાં ATS અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સંયુક્ત કાર્યવાહીમાં મુંબઈ અને તેની આસપાસ દરોડા પાડીને એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યો. મુંબઈના કુર્લા અને થાણેના ખડાવલીમાંથી બે શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી. હાલમાં બંને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે વધુ તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને ટ્રાન્સફર કરવામાં આવી છે. બોમ્બ વિસ્ફોટોનું આયોજન કરી રહ્યા હતા મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ કામરાન ઉર્ફે સોનુ ઉર્ફે મોજે અને બડા ઈમરાન તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા હોઈ શકે છે. તપાસ એજન્સીઓને શંકા છે કે આરોપીઓ દિલ્હી અને મુંબઈમાં મોટાપાયે બોમ્બ વિસ્ફોટોનું આયોજન કરી રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓથી બચવા માટે તેઓએ રમકડાની કારનો વિસ્ફોટક તરીકે ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. પોલીસને એવી પણ શંકા છે કે આરોપીઓ ઓનલાઈન કટ્ટરપંથી બન્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ નેટવર્ક દ્વારા તેમનું મગજ ધોવાઈ ગયું હશે. આ ઘટના બાદ મુંબઈ અને દિલ્હી સહિત અન્ય મોટા શહેરોમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જાહેર સ્થળો, રેલ્વે સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક આતંકવાદી સંગઠનોએ અગાઉ નવીન તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને દેશમાં હુમલાઓનો પ્રયાસ કર્યો છે, જેમાં સુરક્ષા એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે રોજિંદા વસ્તુઓનો ઉપયોગ કરવાનો પણ સમાવેશ થાય છે. એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે કે આ મોડ્યુલમાં કેટલા વધુ વ્યક્તિઓ સામેલ છે અને શું દેશના અન્ય ભાગોમાં સમાન કાવતરાઓ સક્રિય હતા.આ પણ વાંચો : Mallikarjun Khargeના નિવેદન પર નિતિન નબીને કહ્યું 'દરેક લોકોનું અપમાન કરવું કોંગ્રેસની માનસિકતા'

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ: મંગોલિયામાં ભારતીય મુક્કાબાજોનો પંચ, 8 મેડલ્સ કર્યા પાક્કા
calendar_today April 5, 2026

Gujarat Latest News Live : એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ: મંગોલિયામાં ભારતીય મુક્કાબાજોનો પંચ, 8 મેડલ્સ કર્યા પાક્કા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vapi News: ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં યાત્રીનો પગ લપસ્યો, મોત સામે દેખાયું પણ RPF જવાન 'દેવદૂત' બની ત્રાટક્યો
calendar_today April 5, 2026

Vapi News: ચાલતી ટ્રેનમાં ચઢવા જતાં યાત્રીનો પગ લપસ્યો, મોત સામે દેખાયું પણ RPF જવાન 'દેવદૂત' બની ત્રાટક્યો

વલસાડ જિલ્લાના વ્યસ્ત ગણાતા વાપી રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાતા રહી ગયો હતો. પ્લેટફોર્મ પરથી રવાના થઈ રહેલી ચાલતી ટ્રેનમાં ઉતાવળમાં ચઢવા જતાં એક મુસાફરનો પગ અચાનક લપસી ગયો હતો. મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જીવલેણ જગ્યામાં ખાબકે તે પહેલાં જ ત્યાં તૈનાત RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ના જવાનની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે.RPF જવાનની ક્ષણાર્ધની સ્ફૂર્તિએ જીવ બચાવ્યો CCTV દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રેન પ્લેટફોર્મ છોડી રહી હતી ત્યારે એક મુસાફર દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ સંતુલન ગુમાવતા તે પ્લેટફોર્મ પર પટકાય છે અને ટ્રેનની અડફેટે આવવાની અણી પર હોય છે. આ સમયે ત્યાં ફરજ બજાવતા RPF જવાન પોતાની જાનની પરવા કર્યા વગર સેકન્ડના સોમા ભાગમાં દોડી આવે છે અને મુસાફરને ટ્રેન નીચે જતાં બચાવી ખેંચી લે છે. મુસાફરને સામાન્ય ઇજાઓ પહોંચી છે પરંતુ જવાનની સમયસૂચકતાએ તેને નવું જીવનદાન આપ્યું છે. રેલવે પ્રશાસનની અપીલ આ ઘટના બાદ રેલવે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ પણ RPF જવાનની બહાદુરીને બિરદાવી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો જવાનને 'રિયલ હીરો' ગણાવી રહ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા ફરી એકવાર મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ સંજોગોમાં ચાલતી ટ્રેનમાં ચઢવાનો કે ઉતરવાનો જોખમી પ્રયાસ ન કરવો, કારણ કે એક નાનકડી ભૂલ જીવલેણ સાબિત થઈ શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward