android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat મહાનગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસે 6 શહેરો માટે 243 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી
calendar_today April 5, 2026

Gujarat મહાનગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસે 6 શહેરો માટે 243 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યની મુખ્ય મહાનગરપાલિકાઓ માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલી આ પ્રથમ યાદીમાં કુલ 243 ઉમેદવારોના નામ સામેલ છે. આ જાહેરાત સાથે જ અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના મુખ્ય શહેરોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. પક્ષ દ્વારા જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રભુત્વને ધ્યાનમાં રાખીને મૂરતિયાઓ પસંદ કરવામાં આવ્યા છે.શહેર વાઈઝ ઉમેદવારોની સંખ્યા અને વિગત કોંગ્રેસે આ યાદીમાં સૌથી વધુ બેઠકો અમદાવાદ મહાનગરપાલિકા માટે જાહેર કરી છે. વિગતવાર જોઈએ તો, અમદાવાદમાં 93, રાજકોટમાં 40, સુરતમાં 26 અને ભાવનગરમાં 25 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. આ ઉપરાંત મોરબીમાં 23, જ્યારે જામનગર અને વડોદરામાં 18-18 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ યાદીમાં જૂના જોગીઓ અને નવા ચહેરાઓનું સંતુલિત મિશ્રણ જોવા મળી રહ્યું છે, જે આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ સામે કાંટાની ટક્કર આપવા માટે સજ્જ છે.સ્થાનિક સ્તરે ચૂંટણી પ્રચાર અને વ્યુહરચનાઉમેદવારોના નામ જાહેર થવાની સાથે જ હવે તમામ મહાનગરોમાં ચૂંટણીલક્ષી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ જશે. કોંગ્રેસ દ્વારા આ વખતે મોંઘવારી, બેરોજગારી અને સ્થાનિક ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને મુખ્ય એજન્ડા બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પક્ષે એન્ટિ-ઈન્કમ્બન્સીનો લાભ લેવા માટે આક્રમક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. હવે આગામી દિવસોમાં આ ઉમેદવારો દ્વારા વિધિવત રીતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Ground Water Report 2025: ગુજરાત ભૂગર્ભ જળમાં દેશમાં 9મા ક્રમે, 27 ટકા કુવાઓના જળસ્તરમાં નોંધાયો ઘટાડો
calendar_today April 5, 2026

Gujarat Ground Water Report 2025: ગુજરાત ભૂગર્ભ જળમાં દેશમાં 9મા ક્રમે, 27 ટકા કુવાઓના જળસ્તરમાં નોંધાયો ઘટાડો

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડોના ખર્ચે જળસંચયના કામો અને 'સુજલામ સુફલામ' જેવા અભિયાનો ચલાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. વર્ષ 2025ના ચોમાસા બાદ જાહેર થયેલા ગ્રાઉન્ડ વોટર રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તરમાં થયેલો વધારો રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે. જળસંચયની કામગીરીના દાવાઓ વચ્ચે ગુજરાત દેશમાં નવમા ક્રમે ફેંકાયું છે.આંકડાકીય વિગતો: ક્યાં વધારો, ક્યાં ઘટાડો? લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, દેશમાં સરેરાશ 73.23 ટકા જળસ્તરમાં વધારો થયો છે, જેની સામે ગુજરાતમાં આ આંકડો માત્ર 73.25 ટકા ની આસપાસ છે. રાજ્યના કુલ 636 કુવાઓના મોનિટરિંગ દરમિયાન નીચે મુજબની ચોંકાવનારી વિગતો સામે આવી છે: જળસ્તરમાં વધારો: 463 કુવા (72.80%) 0 થી 2 મીટર: 240 કુવા (37.7%) 2 થી 4 મીટર: 113 કુવા (17.8%) 4 મીટરથી વધુ: 110 કુવા (17.3%) જળસ્તરમાં ઘટાડો: 173 કુવા (27.20%) 0 થી 2 મીટર: 169 કુવા (21.9%) 2 થી 4 મીટર: 19 કુવા (3%) 4 મીટરથી વધુ: 15 કુવા (2.4%) ગુજરાત દેશમાં 9મા ક્રમે જળસ્તર વધારવામાં ગોવા 94.12% સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હિમાચલ અને તમિલનાડુ જેવા રાજ્યો બાદ ગુજરાતનો ક્રમ છેલ્લે 9મો આવે છે. 27.20% વિસ્તારમાં જળસ્તર ઘટવું એ ખેતી અને પીવાના પાણી માટે ચિંતાનો વિષય છે. પર્યાવરણવિદોનો મત પર્યાવરણવિદ મહેશ પંડ્યાના જણાવ્યા અનુસાર, સરકારના અનગઢ આયોજનો આ સ્થિતિ માટે જવાબદાર છે. રોડ-રસ્તાઓને ડસ્ટ ફ્રી બનાવવા માટે લગાવવામાં આવતા બ્લોકને કારણે જમીનમાં પાણી ઉતરતું નથી. વધુમાં, ચોમાસા પહેલા યોગ્ય 'ડિસેલ્ટિંગ' (કાંપ કાઢવાની પ્રક્રિયા) ન થવાને કારણે મીઠું પાણી દરિયામાં વહી જાય છે. તળાવો અને નદીઓ છે પણ તેમાં પાણી સંગ્રહવાની ક્ષમતા ઘટી રહી છે, જે ભૂગર્ભ જળના રિચાર્જિંગમાં અવરોધ ઉભો કરે છે. આ પણ વાંચો - Surat News: શ્રમિકો માટે 5 કિલોના LPG સિલિન્ડર અને ભોજનની વ્યવસ્થા, હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયા નિર્ણયો

Read Full Story arrow_forward
Morbi News: માળિયા મિયાણા પોલીસની બાજ નજરથી કારનું 'ચોરખાનું' ના બચ્યું, વિદેશી દારૂની 96 બોટલ ઝડપાઇ
calendar_today April 5, 2026

Morbi News: માળિયા મિયાણા પોલીસની બાજ નજરથી કારનું 'ચોરખાનું' ના બચ્યું, વિદેશી દારૂની 96 બોટલ ઝડપાઇ

મોરબી જિલ્લાની માળિયા મિયાણા પોલીસે પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. કચ્છ તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા, કારમાં કુશળતાપૂર્વક બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2.16 લાખની કિંમતનો સામાન જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.કચ્છથી આવતી કારમાં ગુપ્ત ખાનું માળિયા મિયાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કચ્છ તરફથી આવી રહેલી GJ 01 HM 0110 નંબરની કારને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ કાર ખાલી જણાતી હતી, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા કારમાં ખાસ પ્રકારનું ચોરખાનું મળી આવ્યું હતું. આ ખાનામાંથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 1.16 લાખ થાય છે. રીઢો ગુનેગાર નરપતરામ ઝડપાયો પોલીસે આ મામલે કાર ચાલક ઘનશ્યામ ડાયાભાઇ પરમારની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી ઘનશ્યામ અગાઉ પણ માળિયા અને મોરબી તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે રૂ. 1.16 લાખનો દારૂ અને રૂ. 1 લાખની કિંમતની કાર મળી કુલ રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward