android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સાવલીમાં ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, કાર્યકરો પક્ષ પલટાના દાવાને 'ભ્રામક' ગણાવ્યો
calendar_today April 5, 2026

Gujarat Latest News Live : સાવલીમાં ભાજપનો કોંગ્રેસ પર પલટવાર, કાર્યકરો પક્ષ પલટાના દાવાને 'ભ્રામક' ગણાવ્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Anand News: રવિવારની રજા માતમમાં ફેરવાઈ, મહિસાગર નદીમાં ન્હાવા પડેલા વેટરનરીના બે વિદ્યાર્થીઓ ડૂબ્યા
calendar_today April 5, 2026

Anand News: રવિવારની રજા માતમમાં ફેરવાઈ, મહિસાગર નદીમાં ન્હાવા પડેલા વેટરનરીના બે વિદ્યાર્થીઓ ડૂબ્યા

આણંદના ખેરડા પાસે આવેલી મહિસાગર નદીમાં આજે રવિવારની રજા માણવા ગયેલા વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં ન્હાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ પૈકી બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા વિદ્યાર્થીની શોધખોળ હજુ પણ ચાલુ છે.ઘટનાની વિગત આણંદની વેટરનરી કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ચાર મિત્રો આજે રવિવારની રજા હોવાથી ખેરડા પાસે મહિસાગર નદીમાં ન્હાવા માટે આવ્યા હતા. ન્હાતા સમયે અચાનક પાણીના પ્રવાહમાં ચારેય વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓ કોઈક રીતે તરીને કિનારે આવવામાં સફળ રહ્યા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, અન્ય બે વિદ્યાર્થીઓ જોતજોતામાં ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન અને ઓળખ ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ટીમ દોડી આવી હતી. ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ હિતેશ સગરામસિંહ ચૌધરી (ઉંમર વર્ષ 21) તરીકે થઈ છે. હિતેશનો મૃતદેહ મળતા જ તેના પરિવાર અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. શોધખોળ ચાલુ હજુ પણ એક વિદ્યાર્થી નદીના પાણીમાં લાપતા છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીના પટમાં ઊંડે સુધી તપાસ કરવામાં આવી રહી છે. રવિવારની મોજ-મસ્તી અચાનક કરૂણતામાં ફેરવાઈ જતા વેટરનરી કોલેજમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે. આ પણ વાંચો - Anand : ઉમરેઠમાં જામશે ત્રિપાંખિયો જંગ, ભાજપના બે દિગ્ગજો સહિત 3 ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો

Read Full Story arrow_forward
Ahmedabad-ગાંધીનગર વચ્ચે રિવરફ્રન્ટ રોડ લંબાશે: સાબરમતી ફેઝ-2 અને 3ની કામગીરી તેજ
calendar_today April 5, 2026

Ahmedabad-ગાંધીનગર વચ્ચે રિવરફ્રન્ટ રોડ લંબાશે: સાબરમતી ફેઝ-2 અને 3ની કામગીરી તેજ

અમદાવાદના આકર્ષણ સમાન સાબરમતી રિવરફ્રન્ટનો નજારો હવે ટૂંક સમયમાં ગાંધીનગરના આંગણે પણ જોવા મળશે. રાજ્ય સરકાર અને ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ રિવરફ્રન્ટ રોડને ગાંધીનગરના કોબા સુધી લંબાવવામાં આવશે, જે ક્રમશઃ ગિફ્ટ સિટી (GIFT City) સુધી લઈ જવાની પણ પ્રબળ સંભાવના છે.ટીપી-20માં ફેરફાર અને આધુનિક સુવિધાઓ આ ભવ્ય પ્રોજેક્ટને સાકાર કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોબા ટીપી-20 (TP-20) ની રચનામાં મહત્વના ફેરફાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રિવરફ્રન્ટ રોડને કોબા સુધી લાવવા માટે અનામત પ્લોટના હેતુફેર કરવામાં આવશે અને ૧૨ મીટરના પહોળા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. આ રોડ માત્ર વાહનવ્યવહાર માટે જ નહીં, પરંતુ પર્યટન ક્ષેત્રે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. બાયો-ડાયવર્સિટી પાર્ક અને ગેમિંગ ઝોન સાબરમતીના કિનારે વિકસાવવામાં આવનારા આ નવા રિવરફ્રન્ટમાં આધુનિક સુવિધાઓનો સમન્વય કરવામાં આવશે. જેમાં કુદરતી સુંદરતા જળવાઈ રહે તે માટે બાયો-ડાયવર્સિટી પાર્ક, સહેલાણીઓ માટે વોક-વે અને બાળકો તેમજ યુવાનો માટે ગેમિંગ ઝોન બનાવવાનું આયોજન છે. આ કનેક્ટિવિટી વધવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું અંતર ઘટશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે. ગિફ્ટ સિટી સુધી આ રોડ લંબાતા વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward