Surat News: શ્રમિકો માટે 5 કિલોના LPG સિલિન્ડર અને ભોજનની વ્યવસ્થા, હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયા નિર્ણયો
ગુજરાત સરકાર દ્વારા શ્રમયોગીઓના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. સુરત ખાતે DYCM મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં શ્રમિકો માટે ભોજન અને રાંધણ ગેસ (LPG)ની સુવિધાને લઈને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય શ્રમિકોને રાહત દરે પૌષ્ટિક ભોજન અને સુરક્ષિત ઈંધણ પૂરું પાડવાનો છે.કેન્ટીનોમાં 100 ટકા LPG કનેક્શન બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, શ્રમ વિભાગ હસ્તકની તમામ કેન્ટીનોને હવે 100 ટકા LPG સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત, ઔદ્યોગિક એકમોમાં કાર્યરત કેન્ટીનોમાં શ્રમિકો માટે ભોજન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 25 ટકા જેટલો જથ્થો અનામત રાખવાની સૂચના આપવામાં આવી છે. જેનાથી હજારો શ્રમિકોને દરરોજ શુદ્ધ અને ગરમ ભોજન મળી રહેશે. 5 કિલોના સિલિન્ડરનું વિતરણ નાના પરિવારો અને એકલા રહેતા શ્રમિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા 5 કિલોના નાના એલપીજી સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 54,000 થી વધુ શ્રમિકોને 5 કિલોના સિલિન્ડરનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ યોજનાથી શ્રમિકોને ભારેખમ સિલિન્ડર અને મોટા ખર્ચમાંથી મુક્તિ મળી છે. શ્રમિકોના જીવનસ્તરમાં સુધારો આ બેઠકમાં શ્રમ વિભાગના અધિકારીઓ સાથે શ્રમિકોના કલ્યાણ લક્ષી અન્ય યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સરકાર શ્રમિકોના સ્વાસ્થ્ય અને સુવિધા માટે કટિબદ્ધ છે. ગેસ સિલિન્ડરની સુવિધા મળવાથી શ્રમિકોને લાકડા કે કોલસાના ધુમાડાથી મુક્તિ મળશે અને તેમનું જીવનસ્તર સુધરશે. આ પણ વાંચો - Surat News: નકલી પનીર-ઘી વેચનારા સાવધાન! પોલીસનું 'ઓપરેશન શુદ્ધિ', પાસા હેઠળ થશે જેલ
Read Full Story arrow_forward