android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News: ટોલ ટેક્સ પાસે અકસ્માત, થારની ટક્કરે ઇકો પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત
calendar_today April 5, 2026

Kheda News: ટોલ ટેક્સ પાસે અકસ્માત, થારની ટક્કરે ઇકો પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત

ખેડા ટોલ ટેક્સ પાસે આજે એક અત્યંત ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક થાર ગાડીના ચાલકે ઇકો કારને એટલી જોરદાર ટક્કર મારી હતી કે ઇકો કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર દોડધામ મચી ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા ટોલ પ્લાઝા નજીકથી પસાર થઈ રહેલી ઇકો ગાડીમાં આશરે 10 જેટલા મુસાફરો સવાર હતા. આ દરમિયાન એક બેફામ ગતિએ આવતી થાર ગાડીના ચાલકે ઇકોને અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, ઇકો ગાડી હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતા જ મુસાફરોની ચીસાચીસથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકોએ કરી મદદ અકસ્માત જોનાર પ્રત્યક્ષદર્શી હિતેશ પટેલે જણાવ્યું હતું કે, થાર ગાડીના ચાલકે ઇકોને ગંભીર ટક્કર મારી હતી, જેના કારણે ગાડી પલટી ગઈ હતી અને અંદર બેઠેલા લોકો લોહીલુહાણ હાલતમાં હતા. ઘટના બનતા જ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને ગાડીમાંથી બહાર કાઢી ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બે મુસાફરોની હાલત ગંભીર ઇકો ગાડીમાં સવાર 10 મુસાફરો પૈકી 2 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જેમને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને હાઇવે પરનો ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી છે. થાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - Kheda News: માતરમાં ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર પોલીસ ત્રાટકી, 16 જુગારીયાઓની ધરપકડ

Read Full Story arrow_forward
Dhaneraની નેનાવા બોર્ડર પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત
calendar_today April 5, 2026

Dhaneraની નેનાવા બોર્ડર પરથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત

ગુજરાત-રાજસ્થાન સરહદ પર માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે એલર્ટ બનેલી બનાસકાંઠા પોલીસે મોટી સફળતા મેળવી છે. ધાનેરા તાલુકાની નેનાવા બોર્ડર પરથી બાઇક પર મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) ઘુસાડવાનો પ્રયાસ કરી રહેલા રાજસ્થાનના બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. સરહદી વિસ્તારમાં પોલીસના સઘન ચેકિંગ દરમિયાન આ નશાનો કાળો કારોબાર પકડાયો છે.રાજસ્થાનના બે શખ્સો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા રાજસ્થાન તરફથી એક બાઇક પર બે શખ્સો ગુજરાતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નેનાવા ચેકપોસ્ટ પર ફરજ બજાવતી ધાનેરા પોલીસની ટીમને શંકા જતાં બાઇક રોકી તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી 98.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. રાજસ્થાનના હાડેતર ગામના રહેવાસી નરપતરામ જયકિશન મેઘવાળ અને ચિતલવાણાના પ્રતીક કેશારામ મેઘવાળની પોલીસે સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. નેનાવા બોર્ડર પરથી બાઇક પર કરતા હતા હેરાફેરી પોલીસ કાર્યવાહી દરમિયાન આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ અંદાજે રૂ. 2.95 લાખની કિંમતનું ડ્રગ્સ, બાઇક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.56 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવી ગુજરાતના કયા વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સરહદી વિસ્તારમાં ડ્રગ્સના વધતા દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા વધુ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amrit Bharat Trainનો સેમ્પલ કોચ તૈયાર, ટ્રેનમાં બેસનારને વર્લ્ડ ક્લાસ અનુભવ થશે
calendar_today April 5, 2026

Amrit Bharat Trainનો સેમ્પલ કોચ તૈયાર, ટ્રેનમાં બેસનારને વર્લ્ડ ક્લાસ અનુભવ થશે

કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમૃત ભારત ટ્રેનના સેમ્પલ કોચનું તાજેતરમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. આ નિરીક્ષણ દરમિયાન મુસાફરોને વધુ સુવિધા અને સુરક્ષા મળે તેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. રેલવે વિભાગ દ્વારા ટ્રેનના કોચમાં આધુનિક ટેક્નોલોજી અને ડિઝાઈનનો ઉપયોગ કરીને તેને વર્લ્ડ ક્લાસ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુસાફરોને મુસાફરી દરમિયાન આરામદાયક અને આકર્ષક વાતાવરણ મળશે ટ્રેનના ઈન્ટિરિયર અને કલર સ્કીમને આધુનિક લુક આપવામાં આવ્યો છે, જેમાં ખાસ કો-ઓર્ડિનેટેડ કલર થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આથી મુસાફરોને મુસાફરી દરમિયાન આરામદાયક અને આકર્ષક વાતાવરણ મળશે. કોચની અંદર બેઠકો, લાઈટિંગ અને અન્ય સુવિધાઓને પણ આધુનિક માપદંડો મુજબ ડિઝાઈન કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનમાં ઉપયોગમાં લેવાયેલ મટિરિયલ HL3 ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબનું છે, જે આગ જેવી આપત્તિમાં વધુ સુરક્ષા પૂરી પાડે છે. મટિરિયલ HL3 ફાયર સેફ્ટી સ્ટાન્ડર્ડ મુજબના આ ઉપરાંત કોચની ડિઝાઈનમાં પણ સલામતીના તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રેલવે મંત્રીએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને સૂચનાઓ આપી કે મુસાફરોની સુવિધા અને સુરક્ષા પ્રાથમિકતા રહેવી જોઈએ. અમૃત ભારત ટ્રેનમાં મુસાફરી કરનાર લોકોને આરામદાયક, સુરક્ષિત અને આધુનિક અનુભવ મળે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારતીય રેલવે માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જે દેશના મુસાફરોને ઉચ્ચ સ્તરની સેવા અને સુવિધાઓ પ્રદાન કરશે.આ પણ વાંચો : Kerala Assembly Election 2026: અમિત શાહનુ કોઝિકોડમાં શક્તિ પ્રદર્શન, જનતાએ ઉષ્માભર્યુ કર્યુ સ્વાગત

Read Full Story arrow_forward