android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Petrol diesel price : પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની તૈયારી? કેન્દ્રએ ડ્યુટી ઘટાડી પણ રાજ્યએ હજુ નથી ઘટાડ્યો ભાવ
calendar_today April 5, 2026

Petrol diesel price : પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની તૈયારી? કેન્દ્રએ ડ્યુટી ઘટાડી પણ રાજ્યએ હજુ નથી ઘટાડ્યો ભાવ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારતીય તેલ બજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. કાચા તેલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે દેશની સરકારી તેલ કંપનીઓ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આ સ્થિતિમાં હવે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.ક્રૂડ ઓઈલના ભાવમાં 75% નો ઉછાળો પેટ્રોલિયમ મંત્રાલયના તાજા રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ ફેબ્રુઆરી 2026 માં $69.01 પ્રતિ બેરલ હતું, જે 1 એપ્રિલ, 2026 સુધીમાં વધીને $120.84 પર પહોંચી ગયું છે. એટલે કે માત્ર બે મહિનામાં ભાવમાં 75.10% નો વધારો થયો છે. કેન્દ્રએ ડ્યુટી ઘટાડી, રાજ્યો કેમ નહીં? તેલ કંપનીઓના વધતા જતા ઘાટાને પહોંચી વળવા અને જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે 27 માર્ચ, 2026 ના રોજ પેટ્રોલ અને ડીઝલ પર 10-10 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. જોકે, મોટાભાગની રાજ્ય સરકારોએ હજુ સુધી પોતાનો ભાવ ઘટાડ્યો નથી.નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પણ રાજ્યોને ATF (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) પર વેટ ઘટાડવા અપીલ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પ્રતિસાદ મળ્યો નથી.કેન્દ્રના ઘટાડા પછી પણ તેલ કંપનીઓને રાહત મળી નથી.હાલની સ્થિતિમાં કંપનીઓને પેટ્રોલ પર 14 રુપુયા પ્રતિ લિટરનું નુકસાન.ડીઝલ પર રુપિયા 20 પ્રતિ લિટરનું નુકસાન થઈ રહ્યું છે. GST માં સામેલ કરવાથી શું થશે ફાયદો? જાણીતા તેલ અર્થશાસ્ત્રી કિરીટ પરીખના જણાવ્યા અનુસાર, "પેટ્રોલ અને ડીઝલને GSTમાં સામેલ કરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનાથી સમગ્ર દેશમાં એકસમાન ટેક્સ લાગુ થશે અને યુદ્ધ જેવી કટોકટીમાં કિંમતો પર નિયંત્રણ રાખવું સરળ બનશે."જો પેટ્રોલ-ડીઝલ GST હેઠળ આવે, તો રાજ્ય સરકારોની વાર્ષિક અંદાજે 3 લાખ કરોડ રૂપિયાની વેટની કમાણી પર અસર પડી શકે છે, જે આ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે. આ પણ વાંચો : PM E-DRIVE યોજનાને વર્ષ 2028 સુધી સરકારે વધારી, ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરનારા લોકોને થશે મોટો ફાયદો

Read Full Story arrow_forward
Kerala Assembly Election 2026: અમિત શાહનુ કોઝિકોડમાં શક્તિ પ્રદર્શન, જનતાએ ઉષ્માભર્યુ કર્યુ સ્વાગત
calendar_today April 5, 2026

Kerala Assembly Election 2026: અમિત શાહનુ કોઝિકોડમાં શક્તિ પ્રદર્શન, જનતાએ ઉષ્માભર્યુ કર્યુ સ્વાગત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોઝિકોડમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. જેમાં જનતાનું અભિવાદન ઝીલ્યુ હતુ. જનતા સાથે સંપર્ક થયા તેજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના કોઝિકોડમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ રોડ શો વિધાનસભા મતવિસ્તારમાં યોજાયો હતો. ભાજપના ઉમેદવાર એડવોકેટ કે.પી. પ્રકાશ બાબુ સહિત અનેક નેતાઓએ રોડ શોમાં ભાગ લીધો હતો. બેપોરમાં શાહના રોડ શોમાં મોટી ભીડ એકઠી થઈ હતી. ભાજપ રાજ્યમાં સત્તા કબજે કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. આ જ કારણ છે કે, પીએમ મોદીથી લઈને પક્ષના અનેક વરિષ્ઠ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે. અમિત શાહે ઝીલ્યુ અભિવાદન અમિત શાહ સવારે 11-20 વાગ્યે માથોટ્ટમ બિજથ જંક્શન પહોંચ્યા હતા. ફૂલોથી શણગારેલા ખુલ્લા વાહનમાં સવાર થઈને, તેમણે રસ્તાની બંને બાજુ એકઠા થયેલા લોકોને હાથ હાથ હાથથી અભિવાદન કર્યું. રોડ શો ભારે ઉત્સાહથી યોજાયો હતો. ભીડમાં રહેલા લોકોએ ભાજપના નેતાઓના કટઆઉટ હાથમાં રાખ્યા હતા. જેમ જેમ રોડ શો ઢોલના તાલ સાથે શરૂ થયો, ગૃહમંત્રીએ રસ્તાની બાજુમાં રહેતા લોકો પર ફૂલો વરસાવ્યા, જેઓ ભાજપ, શાહ અને અન્ય પક્ષના નેતાઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હરીફ કોણ છે? ભાજપના ઉમેદવાર એડવોકેટ કે.પી. પ્રકાશ બાબુનો સામનો લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના પી.એ. મોહમ્મદ રિયાસ અને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના સમર્થનથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા પી.વી. અનવર સામે થશે. અમિત શાહ એર્નાકુલમના કુન્નાથુનાદ મતવિસ્તાર અને તિરુવનંતપુરમના કટ્ટક્કડામાં જાહેર સભાઓ પણ કરશે. સાંજે, તેઓ રાજ્યની રાજધાનીમાં પાર્ટીના સ્થળાંતરિત કાર્યકરો સાથે પણ મુલાકાત કરશે. ગૃહમંત્રીના કાર્યક્રમ મુજબ, તેઓ સોમવારે હરિપદમાં રોડ શો કરશે અને પછી દિલ્હી પરત ફરશે. 9 એપ્રિલે મતદાન કેરળ વિધાનસભાની ચૂંટણી 9 એપ્રિલે એક જ તબક્કામાં યોજાશે, મતગણતરી 4 મેના રોજ થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 23 મેના રોજ સમાપ્ત થાય છે. રાજ્યની 140 બેઠકો માટે આગામી ચૂંટણીઓ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ ભરતપુર જિલ્લામાં વાવાઝોડા, વરસાદ અને ડેમના પાણીથી ખેતરો બરબાદ, ખેડૂતોની સ્થિતિ દયનીય

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મોરબીના ન્યૂ પેલેસમાં ત્રીજા માળે અચાનક આગ ભભૂકી, ઐતિહાસિક ધરોહરમાં આગથી નુકસાન પહોંચ્યું
calendar_today April 5, 2026

Gujarat Latest News Live : મોરબીના ન્યૂ પેલેસમાં ત્રીજા માળે અચાનક આગ ભભૂકી, ઐતિહાસિક ધરોહરમાં આગથી નુકસાન પહોંચ્યું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward