android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: ઘરેણા સાફ કરવાના બહાને છેતરપિંડીની શંકાએ બે શખ્સોને ઝાડ સાથે બાંધ્યા, Video થયો વાયરલ
calendar_today April 5, 2026

Patan News: ઘરેણા સાફ કરવાના બહાને છેતરપિંડીની શંકાએ બે શખ્સોને ઝાડ સાથે બાંધ્યા, Video થયો વાયરલ

પાટણ શહેરના જયવીરનગર વિસ્તારમાં આજે ભારે હોબાળો મચી ગયો હતો. ઘરેણા સાફ કરવાના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરતા હોવાની શંકા સાથે સ્થાનિક લોકોએ બે શખ્સોને પકડી લીધા હતા. રોષે ભરાયેલા લોકોએ આ બંને શખ્સોને ઝાડ સાથે બાંધી દીધા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.શું હતી સમગ્ર ઘટના? ઘટના મળતી માહિતી મુજબ, જયવીરનગર વિસ્તારમાં બે શખ્સો ઘરેણા સાફ કરી આપવાના બહાને આવ્યા હતા. આ શખ્સો ઘરે-ઘરે જઈને ઘરેણા ચમકાવી આપવાની લાલચ આપી મહિલાઓને વિશ્વાસમાં લેતા હતા. જોકે, તેમની કામ કરવાની રીત અને વર્તન પર સ્થાનિક મહિલાઓને શંકા ગઈ હતી. આ શખ્સો ઘરેણા સાફ કરવાના બહાને કિંમતી ધાતુની ચોરી અથવા છેતરપિંડી કરતા હોવાની આશંકા જાગતા લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ઝાડ સાથે બાંધ્યા સ્થાનિકોનો આક્રોશ એટલો હતો કે, તેમણે બંને શખ્સોને પકડીને ધોળા દિવસે ઝાડ સાથે બાંધી દીધા હતા. આ ઘટનાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને કોઈએ આ સમગ્ર દ્રશ્ય મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધું હતું. ત્યારબાદ સ્થાનિકોએ આ બાબતની જાણ પોલીસને કરી હતી.https://x.com/sandeshnews/status/2040698629175001327 પોલીસ તપાસ ઘટનાની જાણ થતા જ પાટણ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બંને શખ્સોનો કબજો મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને શખ્સો પિતળના વાસણો સાફ કરવાનો વ્યવસાય કરે છે. જોકે, તેમની પાસે કોઈ સત્તાવાર ઓળખપત્ર કે પરમિટ હતી કે કેમ અને તેઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Patan News: દુદખા ગામમાં વારંવાર વીજ કાપથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

Read Full Story arrow_forward
Panchmahal News: ઘોઘંબામાં દીપડાના બે બચ્ચા મળ્યા, એકનું મોત, બીજું ગંભીર ઈજાગ્રસ્ત
calendar_today April 5, 2026

Panchmahal News: ઘોઘંબામાં દીપડાના બે બચ્ચા મળ્યા, એકનું મોત, બીજું ગંભીર ઈજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં વન્યજીવોની સુરક્ષાને લઈને ચિંતા જગાવતી એક ઘટના સામે આવી છે. તાલુકાના બારીયાફળી ગામની સીમમાંથી દીપડાના બે માસૂમ બચ્ચા મળી આવ્યા છે. આ બંને બચ્ચા પૈકી એક બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું છે, જ્યારે બીજું બચ્ચું ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી વન વિભાગે તેની બચાવ કામગીરી શરૂ કરી છે.ઘટનાની વિગતઘોઘંબાના બારીયાફળી ગામની સીમમાં આજે સવારે ગ્રામજનોએ દીપડાના બે બચ્ચાને અસહાય હાલતમાં જોયા હતા. સ્થાનિકોએ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, એક બચ્ચાનું કોઈ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. જ્યારે તેની જ બાજુમાં બીજું બચ્ચું અત્યંત ગંભીર હાલતમાં તરફડિયાં મારી રહ્યું હતું. આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. વન વિભાગની કામગીરીસ્થાનિકો દ્વારા તાત્કાલિક ઘોઘંબા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ બચ્ચાને તાત્કાલિક રેસ્ક્યુ કરી સારવાર અર્થે નજીકના પશુ દવાખાને ખસેડ્યું હતું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત બચ્ચાની હાલત નાજુક છે અને તેને શ્રેષ્ઠ સારવાર આપવા પ્રયાસો થઈ રહ્યા છે. બીજી તરફ, મૃત બચ્ચાના દેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મોતનું રહસ્ય અકબંધદીપડાના આ બંને બચ્ચાની આવી હાલત કેવી રીતે થઈ? શું કોઈ જંગલી પ્રાણીએ હુમલો કર્યો હતો કે પછી કોઈ માનવીય હસ્તક્ષેપ અથવા અકસ્માતને કારણે આ દુર્ઘટના બની છે? તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. વન વિભાગ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરી રહ્યું છે. દીપડાના બચ્ચા મળી આવતા વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં મારણ કે અન્ય કોઈ નિશાન શોધવા માટે કોમ્બિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પણ વાંચો - Panchmahal: માતાજીના જવારા સાથે નીકળેલો પગપાળા સંઘ જાંબુઘોડા પહોંચ્યો

Read Full Story arrow_forward
Kheda News: માતરમાં ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર પોલીસ ત્રાટકી, 16 જુગારીયાઓની ધરપકડ
calendar_today April 5, 2026

Kheda News: માતરમાં ધારાસભ્યના ભત્રીજાના જુગારધામ પર પોલીસ ત્રાટકી, 16 જુગારીયાઓની ધરપકડ

ખેડાના માતરમાં ધારાસભ્યનો ભત્રીજો જુગારધામ ચલાવતા પકડાયો છે. તેના જુગાર ધામ પર એસએમસીના દરોડા પાડ્યા હતાં. ભલાડા ગામે ખેતરમાં જુગાર રમતા 16 જુગારી પકડાયા છે. ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો જુગાર ધામ ચલાવતો હતો. પોલીસે કુલ 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતરમાંથી 16 જુગારી જુગાર રમતા ઝડપાયા ખેડા જિલ્લાના માતરમાં ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો રાજેશ ઉર્ફે લાલો પરમાર જુગારનો અડ્ડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ વિજિલન્સ પોલીસે ભલાડા ગામમાં ખેતરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડીને 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભલાડા ગામે હરસિધ્ધિ ફળિયા નજીક ખુલ્લા ખેતરમાંથી 16 જુગારી જુગાર રમતા ઝડપાયા હતાં. મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર બહારથી લોકોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવતો હતો. લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધાયો માતરના ધારાસભ્યના ગામમાં જ સ્ટેટ વિજિલન્સના દરોડાથી રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. મહત્વની બાબત છે કે આ રાજેશ ઉર્ફે લાલો સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો છે. એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે બીજી બાજુ ધારાસભ્યનો ભત્રીજો ખુદ જુગારનો અડ્ડો ચલાવતો હોવાની ખબર બહાર આવતા રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી છે. પોલીસે જુગાર રમતા 16 આરોપીઓને ઝડપ્યા જેમની પાસેથી 3.20 લાખ રોકડા તેમજ અન્ય વાહનો મળી કુલ 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.સમગ્ર મામલે લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Gold Price Today : સોનાના ભાવમાં એક અઠવાડિયામાં વધારો, ચાંદી પણ મોંઘી થઈ! જાણો આજના લેટેસ્ટ ભાવ

Read Full Story arrow_forward