android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: સેક્ટર 5-13 ચોકડી પાસે મુખ્ય પાણીની લાઈન ફાટતા જળબંબાકાર, લાખો લિટર પીવાનું પાણી રસ્તા પર વહ્યું
calendar_today April 5, 2026

Gandhinagar: સેક્ટર 5-13 ચોકડી પાસે મુખ્ય પાણીની લાઈન ફાટતા જળબંબાકાર, લાખો લિટર પીવાનું પાણી રસ્તા પર વહ્યું

ગાંધીનગરમાં તંત્રની બેદરકારી અને જર્જરિત પાઈપલાઈનને કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા સેક્ટર 5 અને 13 ની ચોકડી પાસે પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.જર્જરિત પાઈપલાઈનને કારણે પાણીનો વેડફાટસેક્ટર 5-13 ચોકડી પાસે લાઈન ફાટવાને કારણે પાણીનું પ્રેશર એટલું વધુ હતું કે જોતજોતામાં આખું જંક્શન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. માર્ગો પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણીના ભરાવાને કારણે રસ્તા વચ્ચેના ડિવાઈડર પણ દેખાતા બંધ થઈ ગયા હતા, જેને પગલે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઉનાળામાં પાણીના વેડફાટથી રોષએક તરફ જ્યારે ઉનાળો જામી રહ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની તંગી વર્તાઈ રહી છે, ત્યારે પાટનગરમાં આ રીતે હજારો-લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લાઈન ભંગાણને કારણે આસપાસના સેક્ટરોમાં પાણી પુરવઠો ખોરવાઈ જવાની પણ શક્યતા સેવાઈ રહી છે.આ પણ વાંચો: Surendranagar: હાઈવે પરથી ટેન્કરમાં લઈ જવાતો 95 લાખનો દારૂ ઝડપાયો, ગોવાથી રાજકોટ-જામનગર સુધી ફેલાયેલું હતું નેટવર્ક

Read Full Story arrow_forward
Kachchh News: સરહદી દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોએ સઘન ચેકિંગ હાથ ધર્યું
calendar_today April 5, 2026

Kachchh News: સરહદી દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડોએ સઘન ચેકિંગ હાથ ધર્યું

નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બીએસએફ કેમ્પના પ્રતિબંધિત વિસ્તારમાં વિના મંજૂરીએ પ્રવેશેલા ત્રણ શખસોને એલસીબીએ પકડી પાડ્યા હતા. તેમની સામે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ કચ્છમાં મરીન કમાન્ડો દ્વારા પણ સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકીંગ કરાયું કચ્છમાં સરહદી વિસ્તારમાં મરીન કમાન્ડો દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા કોસા, લીમડીવાંઢ , મોહાડી સુધી સધન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાં પણ મરીન કમાન્ડો દ્વારા સઘન ચેકીંગ કરાયું છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં. ભચાઉમાં પોલીસ દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઇવ આ સિવાય કચ્છના ભચાઉમાં પણ પોલીસ દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે. કસ્ટમ ચાર રસ્તા અને વીર સાવરકર ચોકમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવનારા સામે કાર્યવાહી કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે પણ પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. આ પણ વાંચોઃ Vav Tharad News: કામ કર્યું હોત તો કોંગ્રેસના લોકોને શોધવા ના પડત, ભાજપ વાળા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો : સાંસદ ગેનીબેન

Read Full Story arrow_forward
ઉનાળામાં ફરવા માટે ભારતના 5 બેસ્ટ હિલ સ્ટેશન્સ
calendar_today April 5, 2026

ઉનાળામાં ફરવા માટે ભારતના 5 બેસ્ટ હિલ સ્ટેશન્સ

ગરમીથી છુટકારો મેળવવા શહેરની કાળઝાળ ગરમી અને વ્યસ્ત જીવનને છોડીને, પહાડોની ઠંડક અને કુદરતના ખોળે ફરી એકવાર તાજગી મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે.વેકેશન એટલે માત્ર નવી જગ્યાઓ જોવી જ નહીં, પણ પરિવાર અને મિત્રો સાથે પહાડોની ખીણોમાં આજીવન યાદ રહી જાય તેવી સોનેરી પળો કંડારવી.આબુ,લદાખ, હિમાચલ પ્રદેશ એ ભારતના સુંદર હિલ સ્ટેશન છે, આ સ્થળ પર તમે વેકેશન આરામથી માણી શકો છો.

Read Full Story arrow_forward