android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: અટલાદરામાં વૃદ્ધને લૂંટનાર મદારી ગેંગનો સાગરીત ઝડપાયો, DCB પોલીસે સોનાની ચેન રિકવર કરી
calendar_today April 5, 2026

Vadodara: અટલાદરામાં વૃદ્ધને લૂંટનાર મદારી ગેંગનો સાગરીત ઝડપાયો, DCB પોલીસે સોનાની ચેન રિકવર કરી

વડોદરામાં ગુનાખોરી ડામવા માટે સક્રિય થયેલી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (DCB) ને મોટી સફળતા મળી છે. અટલાદરા વિસ્તારમાં આશરે એક મહિના પહેલા એક વૃદ્ધને નિશાન બનાવી સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર 'મદારી ગેંગ'ના એક સભ્યને પોલીસે ઝડપી પાડ્યો છે.મદારી ગેંગના સભ્યની ધરપકડઆશરે એક માસ પૂર્વે વડોદરાના અટલાદરા વિસ્તારમાં લૂંટની એક ઘટના બની હતી. જેમાં તસ્કરોએ એક વૃદ્ધ વ્યક્તિને નિશાન બનાવી તેમની સોનાની વીંટી અને સોનાની ચેનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ હતી.પોલીસ કાર્યવાહી અને ધરપકડવડોદરા DCB પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ લૂંટમાં સામેલ શિવાનાથ મદારી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી કુખ્યાત 'મદારી ગેંગ'નો સભ્ય છે. પોલીસે આરોપી પાસેથી લૂંટવામાં આવેલી સોનાની ચેન પણ રિકવર કરી લીધી છે.આ લૂંટના ગુનામાં શિવાનાથની સાથે અન્ય એક સાગરીત વનરાજ મદારી પણ સામેલ હતો. હાલ વનરાજ મદારી પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આ પણ વાંચો: Surat: ઓડિશાથી લાવવામાં આવેલ 8 લાખના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં ફરી માવઠાનો રાઉન્ડ શરૂ થશે, આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ
calendar_today April 5, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ફરી માવઠાનો રાઉન્ડ શરૂ થશે, આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
પોલીસ પંચાત : PIઓની બદલી વચ્ચે કોની લોટરી લાગી ? એજન્સીના પૂર્વ વહિવટદારને ‘ચા’ સાથે ‘વડા’ની લોટરી લાગશે !
calendar_today April 5, 2026

પોલીસ પંચાત : PIઓની બદલી વચ્ચે કોની લોટરી લાગી ? એજન્સીના પૂર્વ વહિવટદારને ‘ચા’ સાથે ‘વડા’ની લોટરી લાગશે !

સમય ઝડપથી ફરી રહ્યો છે અને દોડી રહ્યો છે. આજકાલમાં અને લખતા લખતા પોલીસ પંચાત સ્પેશ્યલ કોલમ ઘણા એપિસોડ પર આવી પહોંચી છે. આ પ્રસંગે ખાસ આભાર વાચકોનો કે જેણે સતત આ કોલમના એક નવી ઉંચાઈ આપી છે, સાથે જ શહેર પોલીસ કમિશનરથી લઈ રાજ્યના પોલીસ વડા અને વિવિધ એજન્સીઓ સાથે જોડાયેલા અધિકારીઓ અને નાનામાં નાના એ પોલીસ કર્મચારીઓનો કે જેમણે આ કોલમને ધમધમતી રાખવામાં મદદ કરી છે. ભૂલ હોય તો સુધારવામાં અમે પાછા નથી પડ્યા અને જ્યાં અન્યાય થયો છે તો લખવામાં પાછી પાની પણ નથી કરી એ અમારો આ કોલમ માટેનો એટિટ્યુડ રહ્યો છે. આ જ રીતે તમારા સહુ કોઈનો સપોર્ટ સાંપડતો રહેશે તેવી અભ્યર્થના. વાંચો આ વખતે શું ખાસ રહેશે. અમદાવાદના પૂર્વ વહિવટદાર PI બન્યા બાદ મોટા સ્વપ્નો લઈને અમદાવાદનો તાજ પહેરવા આવ્યા ! ગુજરાતમાં એક સાથે ઘણા પીઆઈની જિલ્લા બદલી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવીને ગયેલા ઘણા અધિકારીઓ પીઆઈ થઈ ગયા બાદ અમદાવાદ શહેરમાં આવ્યા છે, ત્યારે વર્ષ 2013 બેચના એક પીઆઈ કે જેઓ પીએસઆઈ હતા ત્યારે શહેરની એક મોટી એજન્સીમાં વહિવટદાર તરીકે 8 મહિના રહ્યાં હતા, ત્યારે આ પીએસઆઈ હવે પીઆઈ બની ગયા છે અને ફરીથી અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયું છે, ત્યારે પોલીસબેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આ પીઆઈ એક મોટી એજન્સીમાં ફરી ઘુસવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે, ત્યારે "ચા"ની સાથે "વડા" પણ ખાવા મળે તો નવાઈ નહી. અમદાવાદ શહેરના ભૂતપૂર્વ વિવાદીત PIઓને જિલ્લા બહાર તગેડી મૂકવામાં આવ્યા હતા, તો પાછા અમદાવાદ શહેરમાં જ આવ્યા જિલ્લા બદલીમાં ઘણા પીઆઈઓ નારાજ થયા છે તો ઘણા પીઆઈઓને ખુશી પણ થઈ છે, અમુક પીઆઈઓએ જે જિલ્લો માંગ્યો હતો તે મળ્યો ન હતો, તો ઘણા પીઆઈઓને લોટરી લાગી હોવાની વાત છે, અમદાવાદ શહેરમાં જે પીઆઈ ફરજ બજાવી ચૂકયા છે અને વિવાદમાં આવ્યા હતા તેઓની જિલ્લા બહાર બદલી થઈ હતી પરંતુ આ અધિકારીઓ નસીબથી બળવા હોવાના કારણે ફરી તેઓ અમદાવાદમાં બદલી થઈને આવ્યા છે, તો પોલીસ બેડામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, જે અધિકારીઓ વિવાદમાં હતા અને જિલ્લા બહાર ગયા હતા તે કોના આશીર્વાદ લઈને ફરી અમદાવાદ આવ્યા તે ચર્ચાએ જોર પકડયું છે. અમદાવાદ શહેરમાં ફરી PIઓની આવશે ઈન્ટરનલ બદલી, જિલ્લા બહારથી આવેલા PIઓએ રાજકીય લોબિંગ શરૂ કર્યુ હોવાની ચર્ચા સમગ્ર ગુજરાતમાં મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં પીઆઈની જિલ્લા બહાર બદલી આવી છે, તો અમદાવાદથી પણ મોટા ભાગના પીઆઈની જિલ્લા બહાર બદલી આવી છે, આ બધાની વચ્ચે જે પીઆઈએ પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડી દીધો છે તે પોલીસ સ્ટેશન હાલમાં ઈન્ચાર્જ પીઆઈ ચલાવી રહ્યાં છે, ત્યારે જિલ્લા બહારથી આવેલા પીઆઈઓેને ટૂંક સમયમાં પોલીસ સ્ટેશન ફાળવવામાં આવશે જેને લઈ જિલ્લા બહારથી આવેલા પીઆઈઓએ સારૂ પોલીસ સ્ટેશન મળે તે માટે રાજકીય લોબિંગ શરૂ કર્યુ છે, તો વહિવટદારો પણ પીઆઈને સારા પોલીસ સ્ટેશન મળે તે માટે અત્યારથી જ દોડધામ કરી રહ્યાં છે. ગેસના બાટલાને લઈ કાળા બજારી ચાલુ જ છે, પોલીસ આ મામલે ધ્યાન આપે તો ઘણા ગુના નોંધાઈ શકે છે ગેસના બાટલાને લઈ બજારમાં કાળા બજારી ચાલુ જ છે અને આ વાત પણ સત્ય છે કે વેપારીઓને ઉંચા ભાવે ગેસનો બાટલો ખરીદવો પડે છે, તો ઘણી નાની હોટલો પણ બંધ થઈ ગઈ છે, પોલીસ ગેસના બાટલાની એજન્સીના ત્યાં તપાસ કરે અને જે લોકો છૂટક ગેસનો બાટલો વેપારીઓ પાસેથી ખરીદે છે તેમની પાસે જઈને પૂછશે તો સત્યતા ખબર પડશે. પોલીસ ધારે તો ગુના નોંધી શકે છે, પરંતુ અમદાવાદ શહેર પોલીસ હજી જોઈએ એ રીતના વેપારીઓ સામે ગુના નોંધતી નથી, વેપારીઓ પણ ખુશીથી ધંધો કરી રહી છે અને પોલીસ પણ લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી રહી છે, આ બધાની વચ્ચે નાનો માણસ પીસાઈ રહ્યો છે તેની નોંધ કોઈ લેવા વાળું નથી. પોલીસ આવાસ નિગમની બેદરકારી, CAGના રિપોર્ટમાં થયો મોટો ઘટસ્ફોટ ! ગુજરાત સરકારના ગૃહ વિભાગ હેઠળ ચાલતા પોલીસ આવાસ નિગમની વહીવટી શિથિલતા અને આયોજનના અભાવે રાજ્યની તિજોરીને રૂ.13.08 કરોડનું નુકસાન થયું છે. અમદાવાદના શાહીબાગમાં TPS મેસ માટે સ્થાનિક સત્તામંડળ (AMC)ના મંજૂર નકશા વિના અને વડોદરામાં પોલીસ ક્વાર્ટર્સ માટે જરૂરી વહીવટી મંજૂરીઓ વિના કામ શરૂ કરાતા રૂ.7.71 કરોડનો ખર્ચ સંપૂર્ણ નિરર્થક થયો છે. બીજી તરફ, અમદાવાદના હાથીજણ ખાતે જમીન સંપાદન અને અન્ય ટેકનિકલ NOC મેળવવામાં થયેલા વિલંબને કારણે પ્રોજેક્ટના ખર્ચમાં રૂ.5.27 કરોડનો વધારાનો બોજ લદાયો છે તેવું કેગના રીપોર્ટમાં છે. અમદાવાદના શાહીબાગ ખાતે IPS મેસ ના નિર્માણ માટે AMC પાસેથી નકશા મંજૂર કરાવવાની કે જરૂરી બિલિંગ પરમિશન લેવાની પક્રિયા પૂર્ણ કરાઈ નથી. આ જમીન ડિફેન્સ એસ્ટેટ ઓફિસર (CEO),અમદાવાદે જાન્યુઆરી-2021માં કામ બંધ કરી દીધુ હતું. કારણ કે, ઈમારતનો માળખાકીય પાયો સંરક્ષણ માત્ર મૌખિક સૂચનાના આધારે શરૂ કરેલા કામોમાં કરોડોનો ફટકો ગૃહ વિભાગ હેઠળના બાંધકામ પ્રોજેક્ટ્સમાં થયેલી ગભીર નાણાકીય અનિયમિતતા અંગે કેગ (CAG)એ તીખી ટિપ્પણી કરી છે. અમદાવાદના શાહીબાગમાં IPS મેસ અને વડોદરાના ક્વાર્ટર્સના કિસ્સામાં ચોકાવનારી વિગત સામે આવી છે કે, સત્તામંડળની કોઈ પણ લેખિત મજરી કે નકશા પાસ કરાવ્યા વિના માત્ર ઉચ્ચ અધિકારીઓની મૌખિક સૂચના' ના આધારે કરોડોનું બાંધકામ શરૂ કરી દેવાયું હતું. 

Read Full Story arrow_forward