android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ચોટીલાના આણંદપુર રોડ પરથી ગેરકાયદે પિસ્તોલ સાથે બે પકડાયા
calendar_today April 5, 2026

Surendranagar: ચોટીલાના આણંદપુર રોડ પરથી ગેરકાયદે પિસ્તોલ સાથે બે પકડાયા

ચોટીલા પોલીસે આણંદપુર રોડ પર કારમાં પસાર થતા બે યુવાનોને ગેરકાયદેસર પીસ્ટલ સાથે ઝડપી લીધા છે. કાર, પીસ્ટલ અને કાર્ટીસ સહિત રૂપીયા 5,05,300નો મુદ્દામાલ કબજે કરી બન્ને સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ચોટીલા પીએસઆઈ બી.એન.ગળચર, વલ્લભભાઈ, દીલીપભાઈ સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન આણંદપુર રોડ પર શિવધારા સોસાયટી પાસે પસાર થતી એક ફોર્ચ્યુનર કાર શંકાસ્પદ લાગતા તેને રોકી તપાસ કરાઈ હતી. જેમાં કારની મેટ નીચેથી પીસ્ટલ મળી આવી હતી. આથી પુછપરછ કરતા કાર ચાલક ચોટીલાના ખુશીનગરમાં રહેતો 34 વર્ષીય નાગરાજ સુરેશભાઈ પટગીર અને બાજુમાં બેસેલો રાજકોટના પુનીતનગરમાં રહેતો રર વર્ષીય હરેન શૈલેષભાઈ સરપદડીયા હોવાનું સામે આવ્યુ હતુ. પીસ્ટલ વિશે પુછતા તે નાગરાજની હોવાનું તથા તેની પાસે પરવાનો હોવાનું પરંતુ હાલ સાથે ન હોવાનું તેણે પોલીસને જણાવ્યુ હતુ. આથી લાયસન્સ માટે સમય આપવા છતાં તે ન લાવી શકતા અંતે તેની પાસે પરવાનો ન હોવાનું અને પોલીસ કેસ ન થાય તે માટે ખોટુ બોલતો હોવાનું ખુલ્યુ હતુ. આથી પોલીસે બન્નેની રૂપીયા 5 હજારની પીસ્ટલ, પાંચ લાખની અંદાજિત કિંમતની કાર અને કાર્ટીસ મળી કુલ રૂપીયા 5,05,300ની મત્તા સાથે ધરપકડ કરી ચોટીલા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ એએસઆઈ આર.ડી.રાજૈયા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: સાયલા તાલુકાના ગઢશીરવાણીયામાંથી SOGની ટીમે બોગસ તબીબને ઝડપ્યો
calendar_today April 5, 2026

Surendranagar: સાયલા તાલુકાના ગઢશીરવાણીયામાંથી SOGની ટીમે બોગસ તબીબને ઝડપ્યો

સુરેન્દ્રનગર એસઓજી ટીમને સાયલા તાલુકાના ગઢશીરવાણીયા ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં મેડીકલ પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સાયલા તાલુકાના જ સાંગોઈના શખ્સને રૂપીયા 6,273ની એલોપેથી દવાઓ સાથે ઝડપી લઈ ધજાળા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં અવારનવાર લોકોના ભોળપણનો લાભ લઈ તબીબી પ્રેકટીસ કરતા નકલી ડોકટરો ઝડપાય છે. હજુ થોડા દિવસો પહેલા જ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાંથી બોગસ તબીબ પકડાયો હતો. ત્યારે એસઓજીની ટીમે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડયો છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફના અમરભા ગઢવી, કુલદીપસિંહ સહિતનાઓને સાયલા તાલુકાના ગઢશીરવાણીયા ગામે એક શખ્સ ડોકટર ન હોવા છતાં દુકાન ભાડે રાખી તબીબી પ્રેકટીસ કરતો હોવાની બાતમી મળી હતી. આથી સાયલા તાલુકાના નોલી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. મિલનસિંહ કાઠીયાને સાથે રાખી રેડ કરી હતી. જેમાં સાયલા તાલુકાના સાંગોઈ ગામનો 25 વર્ષીય વિપુલ પાંચાભાઈ રોજાસરા ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછ કરતા તેની પાસે તબીબી સારવાર કરવાનું કોઈ પ્રમાણપત્ર કે ડીગ્રી અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર હતુ નહી. તે છેલ્લા 12 મહિનાથી ગઢશીરવાણીયામાં દુકાન મકાન રાખી તબીબી નીદાન અને સારવાર કરતો હોવાનું પણ સામે આવ્યુ હતુ. આથી પોલીસે રૂપીયા 6,273ની દવાઓ સાથે આ શખ્સને ઝડપી લઈને ધજાળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ એએસઆઈ ડી.જે.ડોડીયા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Ahmedabad: સાણંદમાં શટલ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી
calendar_today April 5, 2026

Ahmedabad: સાણંદમાં શટલ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટ કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી

સાણંદ બાવળા રોડ પર ગત તા.31મીએ 85 વર્ષનાં સિનિયર સિટીઝન સવારના સુમારે પસાર થઈ રહ્યા હતા ત્યારે એક રીક્ષામાં આવેલ ટોળકીએ તેમને રીક્ષામાં બેસાડી છરી બતાવી ઢીકાનો માર મારી તેમનાં પહેરણમાં લગાવેલ સોનાના 4 બટન લૂંટી લીધા હતા. જેની ફરિયાદ તેઓએ સાણંદ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં સાણંદ પોલીસ મથકના કુલદીપસિંહ વજુભાને મળેલ બાતમીને આધારે રીક્ષામાં બેસાડીને લૂંટ કરતી ટોળકીને પકડી લઈને ગુનીનો ભેદ ઉકેલી તેમની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો.સાણંદનાં બાવળા રોડ પર અતિથિ બંગ્લોઝમાં મકાન નં. 67માં ગંગારામ ખોડુભાઈ સુતરીયા સવારે 9-00 કલાકે ચાલવા નીકળેલ અને 11-00 વાગ્યે પરત ફરતાં મહાકાલી માતાનાં મદિર પાસે એક રીક્ષામાં ત્રણ પુરુષો તેમજ એક મહિલા બેઠા હતા. તેમણે કાકા ક્યાં જાવ છો, ચલો તમને ઘરે મુકી જઈએ. એમ કહી તેમને રીક્ષામાં બેસાડી છરી બતાવી માર મારી તેમનાં પહેરણમાં લગાવેલ 4 સોનાનાં બટન( કિંમત રૂ.1 લાખ)ના લૂંટી લીધા હતા. જેની ફરિયાદ તેમણે સાણંદ પોલીસ ખાતે નોંધાવતા પોલીસે તુરંત જ ઈલેક્ટ્રીક તેમજ હ્યુમન સોર્શિષને કામે લગાડી ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જેમાં તા3જીએ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ વજુભાને બાતમી મળતાં પોલીસ ટીમે રીક્ષામાં સીનીયર સીટીઝનને બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને ઝડપી પાડી હતી. તેમજ પોલીસે સોનાના 4 બટન સહિત કુલ રૂ.3,11,500નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ આદરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward