android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: અરવલ્લીમાં કમોસમી વરસાદી ઝાપટા બાદ તેજ પવન ફૂંકાયો
calendar_today April 5, 2026

Mehsana: અરવલ્લીમાં કમોસમી વરસાદી ઝાપટા બાદ તેજ પવન ફૂંકાયો

ઉત્તર ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જિલ્લામાં શુક્રવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો સાંજે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ વરસ્યો હતો.તો બીજા દિવસે આકાશમાંથી વાદળો દુર થતા જ તાપમાનનો પારો થોડો ઊંચકાયો હતો.જેને લઇ ગરમીમાં પણ ભારે વધારો અનુભવાયો હતો.જોકે દિવસભર વાદળો પણ જોવા મળ્યા હતા.ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બદલાયેલા વાતાવરણ મુજબ આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના પાટણ તેમજ મહેસાણાના કેટલાક વિસ્તારમાં શુક્રવારે વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.તો તેને કારણે રાત્રીના સમયે વાતાવરણ ઠંડુગાર બન્યું હતું.તો બીજા દિવસે શનિવારે દિવસ દરમિયાન સૂર્યનારાયણ તપતા તાપમાનમાં પણ ભારે વધારો અનુભવાયો હતો.જેને કારણે ગરમીમાં પાછલા 24 કલાકની તુલનાએ 6 ડિગ્રીનો વધારો અનુભવાયો હતો.બપોરના સમયે વ્યાપક ગરમીનો અનુભવ થતા શહેરીજનો દિવસ દરમિયાન ઠંડકની શોધ કરતા જોવા મળ્યા હતા. તેને લઈ મહત્તમ તાપમાનનો પારો 31 ડિગ્રી તો લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી પર પહોચ્યો હતો.તો વાતાવરણમાં થઈ રહેલા સતત ફેરફાર પગલે જગતનો તાત ખેડુત પણ ભારે ત્રસ્ત બન્યો હતો.ત્યારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી.જોકે તે બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.તો લઘુત્તમ તાપમાનમાં સપ્તાહ દરમિયાન કોઈ મોટો ફેરફાર અનુભવાશે નહી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Himatnagar: તલોદ ટાવર પાસે ટ્રાફ્કિનો ત્રાસઃ પુલનું કામ,યાર્ડની ભીડથી હાલાકી
calendar_today April 5, 2026

Himatnagar: તલોદ ટાવર પાસે ટ્રાફ્કિનો ત્રાસઃ પુલનું કામ,યાર્ડની ભીડથી હાલાકી

શહેરના મુખ્ય ટાવર વિસ્તારમાં હાલ ટ્રાફ્કિની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ્ રેલવે પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તો બીજી તરફ્ ઘઉંની સીઝનને કારણે માર્કેટ યાર્ડમાં વાહનોની ભારે આવન-જાવનથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. સર્વિસ રોડ પર દુકાનદારોએ મુકેલા પથ્થરોને કારણે વાહન વ્યવહાર વધુ મુશ્કેલ બન્યો છે.સ્થાનિકોમાં પોલીસ તંત્રની નિષ્ફ્ળતા અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આક્ષેપ છે કે, શહેરમાં નંબર પ્લેટ વગરની અને બ્લેક કાચ ધરાવતી ગાડીઓ બેફામ દોડી રહી છે, છતાં વગદાર માલિકો સામે કોઈ કાર્યવાહી થતી નથી. આશ્ચર્યજનક રીતે, કેટલાક પોલીસકર્મીઓના વાહનો પણ નિયમભંગ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. નંબર પ્લેટ વગરના વાહનોને કારણે થતા અકસ્માતોમાં ગુનેગારોને પકડવા મુશ્કેલ બનતા પીડિતો ન્યાયથી વંચિત રહે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાફ્કિ વ્યવસ્થા સુધારવામાં આવે અને નિયમ ભંગ કરનારાઓ સામે કડક ઇ્ર્ં કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની પ્રબળ માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Patan: સરસ્વતીના મેલુસણ ગામે વિજળી પડતાં યુવતીનું મોત : 3 ઈજાગ્રસ્ત
calendar_today April 5, 2026

Patan: સરસ્વતીના મેલુસણ ગામે વિજળી પડતાં યુવતીનું મોત : 3 ઈજાગ્રસ્ત

પાટણ સહિત જિલ્લાભરમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડયા હતા. તે દરમિયાન કેટલીક જગ્યાએ વિજળી પડવાથી કરૂંણતિકા સર્જાઈ હતી. સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ખેતમજૂરી કરી ગુજરાત ચલાવતા પરિવારની જુવાનજોધ દીકરી પર વિજળી પડવાથી તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વધું 3 લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ્ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે પણ મહિલા પશુપાલકના બે પશુઓ પર વિજળી પડવાથી મોત નિપજ્યાં હતાં. આમ ભર ઉનાળે વરસાદી માહોલ વચ્ચે બે પશુ સહિત એક યુવતિનુ અકાળે અવસાન થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અવર-નવાર પલટો આવી રહ્યો હતો. જેને લઈ શુક્રવારે પાટણ સહિત જિલ્લાભરમાં બપોર બાદ પવનના સૂસવાટા વચ્ચે કેટલાક સ્થળોએ કમોસમી વરસાદના ઝાપટાં પડયા હતા. તેવામાં સરસ્વતી તાલુકાના વાયડ ગામના અને મેલુસણ ગામે સીમમાં ભાગીયા તરીકે રહેતો પરિવાર બપોરના સમયે ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન વિજળી પડતાં 21 વર્ષિય આનંદબા રાધેસંગ જાદવ (ઠાકોર) નું મોત નિપજ્યું હતું. તદ્પરાંત સાથે રહેલ હેતલબેન રાધેસંગ તથા સુરતાબેન ડાહ્યાજી અને ઠાકોર અમરસંગ બાબુજીને પણ નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ્ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે પણ વિજળી પડવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેમાં કાંતાબેન ઠાકોર નામના મહિલા પશુપાલક પોતાના પશુઓના દુધનું વેચાણ કરીને ગુજરાન ચલાવતા હતા. તે પશુઓ પર જ વિજળી પડતાં મહિલાની આજીવિકા ખોરવાઈ જવા પામી હતી. વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકતાં બાંધેલી એક ભેંસ તથા એક ગાયનું મોત નિપજ્યું હતું. જેને લઈ મહિલાએ તેની આજીવિકા ખોરવાતાં સરકાર સમક્ષ સહાયની માંગ કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward