android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: લીમખેડા તાલુકાના માનલીમાં રહેણાંક મકાન આગમાં ભસ્મીભૂત
calendar_today April 4, 2026

Dahod: લીમખેડા તાલુકાના માનલીમાં રહેણાંક મકાન આગમાં ભસ્મીભૂત

લીમખેડા તાલુકાના તાલુકાના માંન્લી ગામે ગત રાત્રિએ એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યો અને પશુઓનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. મહેશભાઈ પટેલનો પરિવાર રાત્રિનું ભોજન પતાવીને ઉંઘવાની તૈયારી કરી રહ્યો હતો. રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ મકાનના એક ભાગમાં અચાનચક આગ ભભૂકી ઉઠી હતી. આગ લગતા જ પરિવારના સભ્યોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક મકાનમાંથી બહાર નીકળી ગયા હતા. તેમણે ઘરની પરસાળમાં બાંધેલા પશુઓને પણ સમય સૂચકતા વાપરી છોડી દેતા તેમનો જીવ બચી ગયો હતો. મહેશભાઈનું મકાન કાચું અને લાખડાનું બનેલું હોવાથી તેમજ રાત્રિના સમયે પવનનું જોર વધુ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ એટલી ઊંચી ઉઠી હતી કે દૂરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સમૂહમાં સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણી વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ દેવગઢ બારિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક માંન્લી ગામે પહોંચી હતી. ઇમરજન્સી સેવા 108 અને લીમખેડા પોલીસનો કાફ્લો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ફાયર ટીમ પહોંચે તે પહેલા જ લાકડાનું મકાન સંપૂર્ણપણે બળી ગયું હતું. ફાયર વિભાગે આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ અગ્નિકાંડમાં મહેશભાઈ પટેલના મકાનમાં રહેલું અનાજ, જીવનજરૂરી સામાન અને રોકડ રકમ સહિતની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે. કોઈ જાનહાનિ ન થઈ હોવા છતાં, આ આગે પરિવારને મોટું આર્થિક નુકસાન પહોંચાડયું છે. હાલ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Panchmahal: માતાજીના જવારા સાથે નીકળેલો પગપાળા સંઘ જાંબુઘોડા પહોંચ્યો
calendar_today April 4, 2026

Panchmahal: માતાજીના જવારા સાથે નીકળેલો પગપાળા સંઘ જાંબુઘોડા પહોંચ્યો

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અસગર સાવલી ગામેથી માતાજીના જવારા તેમજ ગરબા લઈ પગપાળા પાવાગઢ જવા પૂનમે નીકળેલો મહાકાળી માતાનો સંઘ જાંબુઘોડા આવી પહોંચ્યો હતો. પાંચ દિવસમાં 100 કિ.મિનું અંતર કાપી આવતીકાલે રવિવારે સંઘ પાવાગઢ પહોંચશે. તિલકવાડા તાલુકાના અસગર સાવલી ગામે આવેલ જય મહાકાળી ધામના ભાવેશ માતાજીના ભક્તો દ્વારા દર વર્ષે ચૈત્રી છઠથી માતાજીના જવારા વાવી અને માતાજીના ગરબા રાખી ચૈત્રી પૂનમના દિવસે ગામમાં ભંડારો યોજી પગપાળા સંઘ સાથે માથે માતાજીના ગરબા તેમજ જવારા લઇ પાછલા 21 વર્ષથી પગપાળા પાવાગઢ જતાં હોય છે, આ સંઘ આજે જાંબુઘોડા આવી પહોંચ્યો હતો, આ સંઘના લલિત તડવીએ જણાવ્યું હતું કે અમારા ગામ તેમજ આસપાસના ગામના લગભગ 300 થી 400 માઇ ભક્તો પાછલા 21 વર્ષથી અજગર સાવલીથી દર ચૈત્રી પૂનમે પગપાળા પાવાગઢ જઈએ છીએ અને આ પૂનમે પણ અમે લોકો ગામમાં ભંડારો તેમજ યજ્ઞ કરી મહાકાળીધામ પાવાગઢ ખાતે પગપાળા જવા માટે નીકળ્યા છે, આવતીકાલે રવિવારે સવારે અમે શક્તિપીઠ પાવાગઢ ખાતે પહોંચી જઈશું. આ સંઘ દ્વારા 100 કિ.મીનું અંતર કાપી અહીં પહોંચ્યા છે. જે દરમિયાન સંઘને કોઈપણ જગ્યાએ કોઈ જાતની તકલીફ ઊભી થઈ નથી. આ સંઘનું ગામેગામ સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘમાં જઈ રહેલા 400 જેટલા માઈ ભક્તોમાં સૌથી વધુ મહિલાઓ જોવા મળી હતી અને આ મહિલાઓના માથે જવારા તેમજ માતાજીના ગરબા પણ જોવા મળ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી પૂનમે મહાકાળી ધામ સાવલી ખાતે ચૈત્રી નવરાત્રીની શરૂઆત સાથે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ છઠના દિવસે જવારા ઉગાડાયા હતા. અસગર સાવલીથી પગપાળા નીકળેલો સંઘ આવતીકાલે રવિવારે પાવાગઢ ખાતે પહોંચશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન હાલોલ નગર સહિત શિવરાજપુર, જાંબુઘોડા તાલકામાં આવતાં તમામ ગામોમાં પણ ઠેર ઠેર ભંડારા તેમજ વિસામો તથા છાસ અને પાણી વિતરણ સાથે પાવાગઢ ખાતે આવતાં માઈ ભક્તોને આરામ મળે તે માટેની પણ ગામોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Dahod: દાભડા ગામેથી રૂા.3 લાખનો દારૂ ઝડપાયો
calendar_today April 4, 2026

Dahod: દાભડા ગામેથી રૂા.3 લાખનો દારૂ ઝડપાયો

દાહોદ : દાહોદ એલસીબી પોલીસે લીમખેડા તાલુકાના દાભડા ગામેથી પીકઅપ ગાડીમાંથી વિદેશી દારૂનો રૂા.3,01,104નો જથ્થો ઝડપી પાડી ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે લીમખેડા ના દાભડા ગામે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા. તે સમયે માહિતીમાં દર્શાવેલી એક પીકઅપ ગાડી ને પોલીસે ઉભી રખાવી ગાડી ના ચાલક અનિલ રમણભાઈ ભુરિયાની પોલીસે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. જેથી પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બિયરનો રૂા.3,01,104નો જથ્થો, ગાડી મળી કુલ રૂા.8,06,104નો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward