Vadodara: વાઘોડિયામાં માડોધર નવીન રોડ કામગીરીનું અણઘડ આયોજન
વાઘોડિયા માડોધર રોડનું નવીનીકરણ કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર અનેક સોસાયટી સહિત ગ્રામ્ય વિસ્તારને જોડતા વાહન વ્યવહારથી ધમધમતા રોડથી ગોરજ મુનિ સેવાશ્રમ કેન્સર હોસ્પિટલ તરફ જવાનો અને પંચમહાલને જોડતો મુખ્ય રોડ છે. તેવામાં કોઈપણ જાતના ડાયવર્ઝન વગર ભારદારી વાહનો સહિત ટુ વ્હીલર અને ફોરવીલર પસાર થતા આખો દિવસ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખોદી નાખતા ધૂળની ડમરી ઉડતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે તેવા સમયે વાઘોડિયાથી ઇમરજન્સી 108 વાન તેમજ કેન્સર હોસ્પિટલ તરફ જતી વાન, સ્કૂલવાન, અને પોલીસવાન પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફ્સાય છે. રોડ પર ખાડા હોવાના કારણે ટુ વ્હીલર ચાલકો પડવાના બનાવો છાસવારે બનતા રહે છે વાઘોડિયા હાઇસ્કૂલ સામે બે ત્રણ દિવસથી કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ રોડનું ખોદકામ કરાતા ડામર તેમજ આરસીસીની મોટી રગશો જેમની તેમ સ્થળ પર છોડી દેવાતા પરીક્ષા માટે જતા વિદ્યાર્થીઓને તેમાંથી પસાર થવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે તેવામાં કોઈ વિદ્યાર્થી પડી જવાથી શરીરે કોઈ ગંભીર સમસ્યા સર્જાશે તો જવાબદાર કોણ ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથા પર છે ત્યારે ઉમેદવારો પણ મુકપ્રેક્ષક બની તમાશો જોયા કરે છે નગરજનો જણાવી રહ્યા છે છે કે વિકાસ સામે અમને વાંધો નથી પરંતુ અનગઢ અને અન આવડત અને બેદરકારી સાથે શરૂ થયેલું આ કામ લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છેગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward