android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sanandના કલાણા અને શિયાવડામાં ખનીજ માફિયાઓ બેફામ, ગેરકાયદે માટી ખનનનો વીડિયો વાયરલ
calendar_today April 4, 2026

Sanandના કલાણા અને શિયાવડામાં ખનીજ માફિયાઓ બેફામ, ગેરકાયદે માટી ખનનનો વીડિયો વાયરલ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ખનીજ ચોરોએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાણંદના કલાણા અને શિયાવડા ગામની સીમમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે માટી ખનન ચાલી રહ્યું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર અને ખનીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.ખનીજ માફિયાઓનો કલેક્ટરને ખુલ્લો પડકાર કલાણા ગામની સીમમાં ખનીજ માફિયાઓ કોઈ પણ જાતના ડર વગર રાત-દિવસ ગેરકાયદે ખનન કરી રહ્યા છે. સ્થાનિક સામાજિક આગેવાનોનો આક્ષેપ છે કે ખનીજ માફિયાઓ જાણે જિલ્લા કલેક્ટર અને રાજ્યના ખનીજ અધિકારીઓને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ બેફામ બન્યા છે. સ્થાનિક સામાજિક કાર્યકર દ્વારા આ મામલે પુરાવા સાથેનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને સમગ્ર કૌભાંડની પોલ ખોલી નાખી છે. સ્થાનિક અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં ગેરકાયદે માટી ખનનની આ ઘટનાને પગલે સ્થાનિક અધિકારીઓની ભૂમિકા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આટલી મોટી માત્રામાં માટીનું ખનન થતું હોવા છતાં જવાબદાર અધિકારીઓ કેમ અજાણ છે? સામાજિક કાર્યકર દ્વારા આ મામલે સાણંદ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ ખનીજ ચોરો વિરુદ્ધ ક્યારે એક્શન લે છે કે પછી ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : બારેજડીમાં ઈંટોના ભઠ્ઠામાં દોઢ વર્ષના બાળક પર ટ્રેક્ટર ફરી વળતા મોત, ચાલક ફરાર
calendar_today April 4, 2026

Ahmedabad : બારેજડીમાં ઈંટોના ભઠ્ઠામાં દોઢ વર્ષના બાળક પર ટ્રેક્ટર ફરી વળતા મોત, ચાલક ફરાર

અમદાવાદના બારેજડી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં આવેલા ઈંટોના એક ભઠ્ઠામાં રમતા રમતા એક માસૂમ બાળક કાળનો કોળિયો બની ગયું છે. ભઠ્ઠા પર કામ કરતા શ્રમિક પરિવારના માત્ર દોઢ વર્ષના બાળક પર પૂરપાટ ઝડપે આવતું ટ્રેક્ટર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.ચાલક ટ્રેક્ટર મૂકીને થયો પલાયન પ્રાપ્ત વિગતો અનુસાર, બારેજડીમાં ઈંટોના ભઠ્ઠા પર કામ ચાલતું હતું ત્યારે અચાનક એક ટ્રેક્ટર આ માસૂમની અડફેટે આવી ગયું હતું. ટ્રેક્ટરનું ટાયર બાળકના શરીર પરથી ફરી વળતા તેણે દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાની બીકે ટ્રેક્ટર ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ બાળકને બચાવી શકાયું ન હતું. વિવેકાનંદ નગર પોલીસ એક્શનમાં ઘટનાની જાણ થતા જ વિવેકાનંદ નગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ફરાર ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો----     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward
Kheda : ગળતેશ્વરમાં ખેડૂતના લાખોના ટામેટાના પાક પર ભેલાણ, 14 શખ્સો સામે પોલીસ ફરિયાદ
calendar_today April 4, 2026

Kheda : ગળતેશ્વરમાં ખેડૂતના લાખોના ટામેટાના પાક પર ભેલાણ, 14 શખ્સો સામે પોલીસ ફરિયાદ

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે ખેતીના પાકમાં ભેલાણ કરી મોટું નુકશાન પહોંચાડવાની ગંભીર ઘટના સામે આવી છે. આગરવા ગામના એક ખેડૂતે અંબાવમાં સાથ (ભાગ) પર રાખેલી જમીનમાં ટામેટીનો મોંઘોદાટ પાક વાવ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ઊભા પાકમાં ભેલાણ કરાતા ખેડૂત પાયમાલ થઈ ગયો છે.લાકડીઓ સાથે આવેલ 14 ભરવાડો સામે ફરિયાદઆ ઘટના અંગે મળતી વિગતો મુજબ, ડાભસર ગામના આશરે 14 જેટલા ભરવાડો લાકડીઓ જેવા હથિયારો સાથે ખેતરમાં ધસી આવ્યા હતા અને ખેડૂતના ટામેટીના ઊભા પાકને વેરવિખેર કરી નાખ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ખેતરમાં થયેલું નુકશાન અને માથાભારે તત્વોની દાદાગીરી સ્પષ્ટ જોઈ શકાય છે. સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ પોતાના લાખોના પાકને થયેલા નુકશાન બાદ આગરવાના પીડિત ખેડૂતે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે. સેવાલીયા પોલીસ મથકે ડાભસરના 14 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો અને ખેડૂતની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો----     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward