android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutchના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લાગી ભયાનક આગ, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે
calendar_today April 4, 2026

Kutchના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લાગી ભયાનક આગ, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે

કચ્છ જિલ્લાના આર્થિક હબ ગણાતા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ) માં આજે એક મોટી આગની ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પ્રતિષ્ઠિત ગારમેન્ટ કંપનીના યુનિટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કાપડ અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.ગારમેન્ટ કંપનીમાં આગ ભભૂકી ઉઠી આગ લાગવાની જાણ થતા જ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની પોતાની ફાયર ટીમ અને ગાંધીધામ નગરપાલિકાની બે ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટે ચારેબાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, જે સમયે આગ લાગી ત્યારે કંપનીમાં કામદારો હાજર હતા, પરંતુ સમયસૂચકતા વાપરી તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.ફાયરે આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા ગારમેન્ટ કંપની હોવાથી અંદર રહેલા કાપડનો મોટો જથ્થો, મશીનરી અને તૈયાર કપડાં બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે, જેનાથી કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે, જોકે આગ સંપૂર્ણપણે કાબુમાં આવ્યા બાદ જ સત્તાવાર કારણ જાણી શકાશે. હાલમાં ફાયર વિભાગની ટીમ કુલિંગની પ્રક્રિયા અને આગને સંપૂર્ણ ઠારવા માટેના પ્રયાસો કરી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkotના જેતપુર-વીરપુર હાઈવે પર ચાલુ કાર બની 'અગ્નિરથ', શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું અનુમાન
calendar_today April 4, 2026

Rajkotના જેતપુર-વીરપુર હાઈવે પર ચાલુ કાર બની 'અગ્નિરથ', શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી હોવાનું અનુમાન

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર આજે એક ભયાનક અકસ્માત ટળ્યો હતો. જેતપુરથી રાજકોટ જઈ રહેલી એક કારમાં વીરપુર પાસે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ભરચક હાઈવે પર ચાલુ કારમાં ધુમાડા નીકળ્યા બાદ આગની જ્વાળાઓ ઉઠતા મુસાફરો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર તમામ લોકો સમયસૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી છે.વીરપુર પાસે કારમાં લાગી હતી આગ કાર સવાર મુસાફરો જેતપુરથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે વીરપુર પાસે કારના એન્જિનના ભાગે અચાનક સ્પાર્ક થયો હતો. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાને પગલે જેતપુર નગરપાલિકાના ફાયર ફાઈટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર તમામનો બચાવ નેશનલ હાઈવે પર વચ્ચે જ કારમાં આગ લાગવાના કારણે વાહનોની ગતિ થંભી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી વાહનોને સાઈડમાં કરાવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, કારમાં ઈલેક્ટ્રિકલ વાયરિંગમાં શોર્ટ સર્કિટ અથવા સ્પાર્ક થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં પોલીસે હાઈવે પરથી અકસ્માતગ્રસ્ત કારને હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : ન્યાયની આશામાં 10 મહિના વીત્યા, ફ્લાઈટ દુર્ઘટનાના પીડિતોનો હોબાળો, બ્લેક બોક્સ ડેટા જાહેર કરવા માંગ
calendar_today April 4, 2026

Ahmedabad : ન્યાયની આશામાં 10 મહિના વીત્યા, ફ્લાઈટ દુર્ઘટનાના પીડિતોનો હોબાળો, બ્લેક બોક્સ ડેટા જાહેર કરવા માંગ

ગત 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી ભયાનક ફ્લાઈટ દુર્ઘટનાને આજે દસ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો છે, પરંતુ આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હજુ પણ ન્યાય માટે ભટકી રહ્યા છે. લાંબો સમય પસાર થવા છતાં દુર્ઘટનાના મૂળ કારણો અને બ્લેક બોક્સનો ડેટા સાર્વજનિક ન કરવામાં આવતા પરિવારજનોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.બ્લેક બોક્સ ડેટા જાહેર કરવા રજૂઆત પીડિત પરિવારો દ્વારા હવે આક્રમક રીતે CVR (કોકપીટ વોઇસ રેકોર્ડર) અને FDR (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) ની માહિતી જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પરિવારોનું માનવું છે કે જો આ ડેટા સામે આવે તો જ દુર્ઘટના પાછળની સાચી હકીકત અને ટેકનિકલ ખામી કે માનવીય ભૂલનો પર્દાફાશ થઈ શકે. આ પારદર્શિતાથી ભવિષ્યમાં આવી ગમખ્વાર ઘટનાઓ અટકાવવામાં મદદ મળી શકે છે. સરકાર અને એરલાઇન્સ સામે ગંભીર આક્ષેપો પરિવારજનોએ આ બાબતે DGCA, AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારને 20થી વધુ પત્રો લખીને રજૂઆત કરી છે. તેમ છતાં, હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. વધુમાં, પીડિતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે એર ઇન્ડિયા તરફથી કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત સંપર્ક કે સહાયની વ્યવસ્થા કરવામાં આવી નથી. આ મામલે હવે એવિએશન સલામતી અને પારદર્શિતાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ પીડિત પરિવારોની આજીજી સાંભળે છે કે કેમ.આ પણ વાંચો----    Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward