android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreliના ખાંભાના મીતીયાળા અભયારણ્ય નજીક ડુંગરમાં લાગી ભીષણ આગ, વન્યજીવો જોખમમાં
calendar_today April 4, 2026

Amreliના ખાંભાના મીતીયાળા અભયારણ્ય નજીક ડુંગરમાં લાગી ભીષણ આગ, વન્યજીવો જોખમમાં

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આવેલા મીતીયાળા અભયારણ્યની તદ્દન નજીક આવેલા રેવન્યુ વિસ્તારમાં આજે ભીષણ આગ (દવ) ફાટી નીકળી છે. ખાંભાના નાનુડી ગામ પાસે આવેલા બરસિયા ડુંગરમાં અચાનક લાગેલી આ વિકરાળ આગને કારણે અંદાજે 40 વીઘાથી પણ વધુ રેવન્યુ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. સિંહોના નિવાસસ્થાન ગણાતા મીતીયાળા અભયારણ્યની સરહદે જ આ આગ લાગતા વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા પ્રસરી છે.નાનુડી ગામ બરસિયા ડુંગરમાં આગ પ્રસરી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ કલાકથી ડુંગરાળ વિસ્તારમાં આગ ધખધખી રહી છે, તેમ છતાં તંત્ર દ્વારા આગ બુજાવવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી. રેવન્યુ વિસ્તારમાં લાગેલી આ આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. વન વિભાગ કે વહીવટી તંત્રના કોઈ અધિકારીઓ ઘટનાસ્થળે ન પહોંચતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સિહોના નિવાસ્થાન નજીક પણ આગ પ્રસરી આ ડુંગરાળ વિસ્તાર સિંહો અને અન્ય વન્યપ્રાણીઓનું વિચરણ ક્ષેત્ર છે. આગ લાગવાને કારણે અને ધુમાડાના ગોટા ઉઠતા પક્ષીઓ અને વન્યપ્રાણીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. મીતીયાળા અભયારણ્યમાં જો આ આગ પ્રસરે તો મોટી કુદરતી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. વન્યજીવોના જીવ બચાવવા માટે તંત્ર તાત્કાલિક જાગે અને આગ પર કાબૂ મેળવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ, આવતીકાલે 5 એપ્રિલથી ભાજપનું 'ઘર ઘર સંપર્ક' અભિયાન,
calendar_today April 4, 2026

Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ, આવતીકાલે 5 એપ્રિલથી ભાજપનું 'ઘર ઘર સંપર્ક' અભિયાન,

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાની ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપી દીધો છે. જે અંતર્ગત આવતીકાલથી સમગ્ર રાજ્યમાં ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ કરવામાં આવશે. પક્ષ દ્વારા આ ચૂંટણીમાં 'ઘર ઘર સંપર્ક' અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.પત્રિકાઓ દ્વારા સિદ્ધિઓનું ભાથું પીરસાશે આ પ્રચાર અભિયાન દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ દરેક ઘરની મુલાકાત લેશે. લોકસંપર્ક દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા જનહિતના કામો અને વિકાસની ગાથા વર્ણવતી વિશેષ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે. આ પત્રિકાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને વિકાસના કામોની વિગતો દર્શાવવામાં આવી છે, જેનો હેતુ મતદારોને રિઝવવાનો છે. બૂથ સ્તરે મજબૂત આયોજન ચૂંટણી જીતવા માટે ભાજપે 'પેજ સમિતિ' અને 'બૂથ મેનેજમેન્ટ' પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દરેક બૂથ દીઠ કાર્યકર્તાઓને ચોક્કસ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. ઉચ્ચ નેતૃત્વ દ્વારા સૂચના અપાઈ છે કે કોઈ પણ ઘર સંપર્ક વિના બાકી ન રહે. સ્થાનિક સ્તરે કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે ધારાસભ્યો અને સાંસદો પણ આ લોકસંપર્ક અભિયાનમાં જોડાશે. વિરોધ પક્ષો સામે લીડ મેળવવા માટે ભાજપે આ વખતે આક્રમક પ્રચારની તૈયારીઓ કરી લીધી છે.આ પણ વાંચો----     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward
Mehsana : કડીમાં વીજતંત્રનો મોટો છબરડો, પાર્લરને ફટકાર્યું 6.82 લાખનું તોતિંગ વીજ બિલ
calendar_today April 4, 2026

Mehsana : કડીમાં વીજતંત્રનો મોટો છબરડો, પાર્લરને ફટકાર્યું 6.82 લાખનું તોતિંગ વીજ બિલ

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. કડીના થોળ રોડ પર આવેલ 'બેડ બોય' નામના એક નાના પાર્લરને વીજતંત્ર દ્વારા અધધ રૂ. 6.82 લાખનું વીજ બિલ ફટકારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે જે દુકાનનું બિલ હજારોમાં આવતું હોય, ત્યાં લાખોનું બિલ આવતા સંચાલકના હોશ ઉડી ગયા છે.બે ફ્રિજ અને પંખા છતાં લાખોનું બિલ પાર્લર સંચાલકના જણાવ્યા અનુસાર, તેમની દુકાનમાં માત્ર બે ફ્રિજ અને પંખા જ ચાલે છે. કોઈ પણ પ્રકારની ભારે મશીનરી કે ઇન્ડસ્ટ્રીયલ લોડ ન હોવા છતાં આટલું મોટું બિલ કઈ રીતે આવ્યું તે એક મોટો સવાલ છે. સંચાલકે રોષે ભરાઈને પ્રશ્ન કર્યો છે કે, "દુકાનમાં કોઈ ભારે મશીનરી નથી, તો આટલું બિલ કઈ રીતે સંભવ છે?" આ ઘટનાને પગલે કડીના નાના વેપારીઓમાં પણ ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાયદાકીય લડતની ચીમકી પીડિત વેપારીએ જણાવ્યું છે કે આટલું મોટું બિલ ભરી શકાય તેમ નથી. તેમણે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે તટસ્થ તપાસ કરવાની અને યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે. જો વીજતંત્ર દ્વારા આ છબરડો સુધારવામાં નહીં આવે, તો પાર્લર સંચાલકે કાયદાકીય લડત આપવાની પણ તૈયારી દર્શાવી છે. હવે જોવાનું એ રહેશે કે વીજ કંપની પોતાની આ 'ટેકનિકલ ભૂલ' સ્વીકારે છે કે પછી સામાન્ય વેપારીને કચેરીઓના ધક્કા ખાવા પડે છે.આ પણ વાંચો----     Bhavnagar : અશાંતધારામાં ભ્રષ્ટાચાર મામલે 15 દિવસે ફરિયાદ, મદદનીશ કલેક્ટરે જ પોતાના ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવી

Read Full Story arrow_forward