android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: અંબાલાલ પટેલની આગાહી, સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના
calendar_today April 3, 2026

Gujarat News: અંબાલાલ પટેલની આગાહી, સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના

બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજ સાથે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પશ્ચિમ અને મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવનાઓ છે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતાઓ છે. જેના કારણે બાગાયતી પાકોને ભારે નુકસાન થઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, પંચમહાલમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે.વડોદરા અને દ.ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે. કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચી શકે છે.20 એપ્રિલ બાદ ભારે વરસાદની શક્યતાઓ છે. આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. 40થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 36 થી 37 ડિગ્રી તાપમાન રહેશે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઓછો થશે. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં સૌથી વધુ 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 36, ડીસામાં 35, વડોદરામાં 36, અમરેલી 35.2, સુરેન્દ્રનગરમાં 35.6, કંડલામાં 33.2, ભાવનગરમાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ પણ વાંચોઃ Surat News: ભાજપની સેન્સ પ્રક્રિયામાં 96 બેઠક માટે 1578 દાવેદારો, ડોક્ટરો પણ ચૂંટણી લડવા મેદાનમાં ઉતર્યા

Read Full Story arrow_forward
Ahmedabad News: પૂર્વ કોર્પોરેટરો પત્નીને ટિકિટ અપાવવા સક્રિય થયા, ખાડિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો
calendar_today April 3, 2026

Ahmedabad News: પૂર્વ કોર્પોરેટરો પત્નીને ટિકિટ અપાવવા સક્રિય થયા, ખાડિયામાં દાવેદારોનો રાફડો ફાટ્યો

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પાલિકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. અમદાવાદમાં આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. આજે પણ દાવેદારોને સાંભળવામાં આવશે. આજે શહેરમાં ચાર વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ટિકિટ માટે પાર્લામેન્ટ્રી બોડ નિર્ણય કરશે. શહેરમાં 24 વોર્ડ 96 બેઠકો માટે 1090 દાવેદારો નોંધાયા છે. આજે ખાડિયા વોર્ડ માટે 70થી વધુ દાવેદારો પહોંચ્યા અમદાવાદમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. શહેરના 24 વોર્ડ માટે ભાજપ દ્વારા ગઈ કાલે સેન્સ લેવામાં આવી હતી. જેમાં ગઈ કાલે 24 વોર્ડ 96 બેઠકો માટે 1090 દાવેદારો નોંધાયા હતાં. આજે સેન્સ પ્રક્રિયાના બીજા દિવસે પણ ભાજપના કાર્યાલય પર દાવેદારોનો રાફડો ફાટ્યો છે. આજે ખાડિયા વોર્ડ માટે 70થી વધુ દાવેદારો પહોંચ્યા છે. પત્નીને ટિકિટ અપાવવા માટે ભાજપના કાર્યકરો સક્રિય અમદાવાદ શહેરમાં પત્નીને ટિકિટ અપાવવા માટે ભાજપના કાર્યકરો સક્રિય થઈ ગયા છે. શહેરમાં પૂર્વ કોર્પોરેટરો પત્નીને ટિકિટ અપાવવા માટે દાવેદારી કરવા પહોંચ્યા છે. જૈવલ ભટ્ટ, પંકજ ભટ્ટ, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ પત્ની માટે દાવેદારી કરવા પહોચ્યા હતાં. ગીતાબેન પરમાર અને નિક્કીબેન મોદીએ બાયોડેટા આપ્યો હતો. મુખ્યમંત્રીના વિસ્તારમાં પણ આજે ઉમેદવારોને સાંભળવામાં આવશે. સાયન્સ સિટી પાસે પણ ઉમેદવારોને સાંભળવામાં આવશે.  આ પણ વાંચોઃ Kheda News: ડાકોરમાં મૂર્તિઓ વેચતા ગરીબ ફેરિયાને IT વિભાગે 19 કરોડની નોટીસ મોકલી

Read Full Story arrow_forward
Gujarat Rain News : ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા
calendar_today April 3, 2026

Gujarat Rain News : ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા

યાત્રાધામ દ્વારકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને દ્વારકાના માર્ગો પર પાણી વહેતા થયા હતા, તોમાર્ગો પર પાણી વહેતા યાત્રિકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા, કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતુ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ બન્યો હતો, તો કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા. પોરબંદર જીલ્લાના વાતાવરણમાં પલટો પોરબંદર જીલ્લાના વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો અને શહેરમાં સવારથી જ વરસાદી માહોલ બન્યો હતો તો કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. પોરબંદર શહેરના કેટલાક ભાગમાં જોરદાર ઝાપટુ વરસ્યું હતુ અને રોડ પર પાણી વહેતા થયા હતા. કચ્છમાં વરસાદી ઝાપટા પડયા ભચાઉ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો અને માવઠાથી મીઠા ઉદ્યોગને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ભચાઉ કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને અંજાર, ગાંધીધામ, મુન્દ્રામાં વરસાદી ઝાપટા પડયા હતા. રાજ્યમાં આજે 7 તાલુકામાં નોંધાયો વરસાદ સૌથી વધુ દ્વારાકાના કલ્યાણપુરનાં 1 ઇંચ વરસાદ, વેરાવળમાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે, ખંભાળીયામાં અડધો ઇચ વરસાદ નોંધાયો છે અને અન્ય તાલુકમાં 20 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે.આ પણ વાંચો : Surat News : સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સચિન GIDC નહેરમાં પડી જતા બાળકીનું મોત

Read Full Story arrow_forward