Gujarat Weather Update: દ્વારકા જિલ્લામાં બીજા દિવસે માવઠું વરસ્યું, મગફળી અને તલના પાકને નુકસાનની ભીતિ
અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે ગઈકાલે હવામાનમાં પલટો આવ્યો હતો.દ્વારકા પંથકમાં સવારે અને બપોરે કમોસમી વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા રસ્તા ઉપરથી પાણી વહેવા માંડ્યા હતા.સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સાથે પવનનું જોર વધતા સર્વત્ર ગરમીનો પારો ગગડ્યો હતો.આજે સવારથી દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળે માવઠું થતાં તલ, મગ, મગફળી અને ઘાસચારાને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો ગઈકાલે ખંભાળિયા સહિત સમગ્ર પંથકમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો અચાનક વાતાવરણ ચોમાસા જેવું બન્યું હતું વરસાદી માહોલ વચ્ચે ખંભાળીયામાં 4 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે ઓખામાં સવારે 10 વાગ્યાની આસપાસ 2 મીમી અને કલ્યાણપુરમાં બપોરે બે વાગ્યાની આસપાસ 3 મીમી વરસાદ પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે.રાજકોટ શહેરમાં બપોરે પવનનું જોર વધી ગયું હતું 30 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.કચ્છ જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાવડા સહિતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે આ વિસ્તારોમાં વરસાદની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,શુક્રવારના રોજ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે.આ સિવાય કેટલાક જિલ્લાઓમાં 30થી 50 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાવાના પણ સંકેતો આપવામાં આવ્યા છે.ઈરાન-અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ૪૮ કલાક દરમિયાન વરસાદ પડવાની શક્યતાઓ છે. આ પણ વાંચોઃ Junagadh News : જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મળ્યો મોબાઈલ ફોન, જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા કરાઈ હતી તપાસ
Read Full Story arrow_forward