android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : ભાવનગર રેલવે મંડળની આ 8 ટ્રેનનો તમે પણ મુસાફરી કરી મેળવો લાભ, તમારા સ્થળ પર પહોંચશે જલદી
calendar_today April 3, 2026

Railway News : ભાવનગર રેલવે મંડળની આ 8 ટ્રેનનો તમે પણ મુસાફરી કરી મેળવો લાભ, તમારા સ્થળ પર પહોંચશે જલદી

યાત્રિયોની સુવિધા અને વધુ સારી રેલ સેવાઓ પૂરી પાડવાના હેતુસર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મીટર ગેજ (MG) સેક્શનમાં 8 ટ્રેનોનું નિયમિત સંચાલન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવે યાત્રિયોને અપીલ કરે છે કે તેઓ આ ટ્રેન સેવાઓનો વધુમાં વધુ લાભ ઉઠાવે અને સુરક્ષિત તથા આરામદાયક મુસાફરીનો અનુભવ કરે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે, પ્રવાસીઓએ આ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ટ્રેનોની સમયસારણીની વિગત સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી છે તેમજ રેલવેના સત્તાવાર માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. મીટર ગેજ સેક્શનમાં સંચાલિત ટ્રેનોની વિગત નીચે મુજબ છે 1.ટ્રેન નંબર 52949 વેરાવળ-દેલવાડા મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી બપોરે 14:00 વાગ્યે પ્રસ્થાન કરી 17:40 વાગ્યે દેલવાડા સ્ટેશન પર પહોંચે છે. 2.ટ્રેન નંબર 52955 વેરાવળ-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે જૂનાગઢ પહોંચે છે. 3.ટ્રેન નંબર 52946 જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે વેરાવળ પહોંચે છે. 4.ટ્રેન નંબર 52952 જૂનાગઢ-દેલવાડા મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:40 વાગ્યે દેલવાડા પહોંચે છે. 5.ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચાલાળા મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 11:30 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:50 વાગ્યે ચાલાળા પહોંચે છે।. 6.ટ્રેન નંબર 52950 દેલવાડા-વેરાવળ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 07:50 વાગ્યે પ્રસ્થાન કરી 11:10 વાગ્યે વેરાવળ પહોંચે છે. 7.ટ્રેન નંબર 52951 દેલવાડા-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 11:00 વાગ્યે પ્રસ્થાન કરી 17:25 વાગ્યે જૂનાગઢ પહોંચે છે. 8.ટ્રેન નંબર 09596 ચાલાળા-જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન ચાલાળા સ્ટેશનથી બપોરે 15:20 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 18:45 વાગ્યે જૂનાગઢ પહોંચે છે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં મનપા ચૂંટણીની તૈયારી, ચૂંટણીને લઈ ઉમેદવાર 6 લાખને બદલે 9 લાખ સુધીનો ખર્ચ કરી શકશે

Read Full Story arrow_forward
Junagadh News : જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મળ્યો મોબાઈલ ફોન, જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા કરાઈ હતી તપાસ
calendar_today April 3, 2026

Junagadh News : જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મળ્યો મોબાઈલ ફોન, જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા કરાઈ હતી તપાસ

જૂનાગઢ જેલમાં કાચા કામના આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે, ખાનગી બાતમી પરથી રાત્રે અચાનક તપાસ જેલની સ્કવોડ દ્વારા કરવામાં આવી હતી અને બેરેક નંબર એકમાં તપાસ હાથ ધરાઈ હતી, તકીયા નીચેથી મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે, સીમકાર્ડ, બેટરી એડેપ્ટર સહિત સામાન મળી આવ્યો છે અને જેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખતા ગુનો નોંધાયો છે. જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળ્યો જેલમાંથી અવાર-નવાર મોબાઈલ ફોન, ચાર્જર અને સીમકાર્ડ મળી આવતા હોય છે ત્યારે બેરેક નંબર 11માં કાચા કામના કેદી અયાન ઉર્ફે પાંચીયા પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે, ત્યારે ફોનમાં રહેલું સીમકાર્ડ એકટિવ હોવાની વાત સામે આવી છે, તો જેલની સ્કોવડ દ્વારા બાજુમાં પડેલી બ્લુ કલરની પ્લાસ્ટિકની ડબ્બી ચેક કરતા તેમાંથી લાલ કલરના કેબલ સાથેનું સફેદ કલરનું એડેપ્ટર અને દરેકની બંધ ટ્યુબલાઈટની પટ્ટીમાં ભરાવેલ ટુ પીન હોલ્ડર પણ મળી આવ્યું હતુ.આ પણ વાંચો : Railway News : ભાવનગર રેલવે મંડળની આ 8 ટ્રેનનો તમે પણ મુસાફરી કરી મેળવો લાભ, તમારા સ્થળ પર પહોંચશે જલદી

Read Full Story arrow_forward
Rajkot News : ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા 1.50 લાખથી મુસાફરો રાજકોટ રેલવે ડિવિઝને ઝડપ્યા, રેલવેએ 10.95 કરોડનો દંડ વસૂલ્યો
calendar_today April 3, 2026

Rajkot News : ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા 1.50 લાખથી મુસાફરો રાજકોટ રેલવે ડિવિઝને ઝડપ્યા, રેલવેએ 10.95 કરોડનો દંડ વસૂલ્યો

વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા મુસાફરો વિરુદ્ધ હાથ ધરાયેલી સઘન કાર્યવાહીથી ડિવિઝને રૂ.૧૦.૯૫ કરોડની આવક મેળવી છે. ગત વર્ષમાં મળેલી ३.6.50 કરોડની સરખામણીએ આ આવકમાં ૬૮.૨૩ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. અનધિકૃત રીતે મુસાફરી કરતા મુસાફરો પણ ઝડપાયા રાજકોટ રેલવે ડિવિઝનના સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ટિકિટ વગર મુસાફરી કરતા કુલ ૧,૫૦,૬૮૧ કેસ નોંધાયા, જે ગત વર્ષના ૯૫,૦૧૧ કેસની તુલનામાં ૫૮.૫૯ ટકા વધુ છે. વિગતવાર આંકડાઓ મુજબ, વગર ટિકિટ મુસાફરીના ૭૩,૬૧૮ કેસોમાંથી રૂ.૬.૮૫ કરોડની વસુલાત કરવામાં આવી હતી. જયારે ઊંચી શ્રેણીમાં અનધિકૃત રીતે મુસાફરી કરતા ૭૧,૪૨૭ મુસાફરો પાસેથી રૂ.૪.૦૬૬ કરોડ વસુલાયા હતા. મુસાફરોને નિયમિત રીતે ટિકિટ ખરીદી મુસાફરી કરવાની અપીલ ઉપરાંત, ઓવર ટ્રાવેલિંગના ૮૩૩ કેસમાંથી રૂ.૨.૫૧ લાખ અને બુક ન કરાવેલા સામાનના ૨૧૨ કેસમાંથી રૂ.૨૦,૧૨૦ની આવક પ્રાપ્ત થઈ છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ સમગ્ર કોમર્શિયલ સ્ટાફ અને ટિકિટ ચેકિંગ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે મુસાફરોને નિયમિત રીતે ટિકિટ ખરીદી મુસાફરી કરવાની અપીલ પણ કરી છે. આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મળ્યો મોબાઈલ ફોન, જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા કરાઈ હતી તપાસ

Read Full Story arrow_forward