Crude oil Price Hike: ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા, 116.5 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી કિંમત
મિડલ ઇસ્ટ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે 32મો દિવસ છે. 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. આ યુદ્ધ હજી હાલ પણ ચાલી જ રહ્યું છે. પરિણામે ઇરાનમાં મોટા તેલ ક્ષેત્રોને નુકસાન થયુ છે.ક્રૂડ ઓઇલના ભાવ તો વધ્યા યુદ્ધવિરામ માટેની પહેલ નિષ્ફળ જઇ રહી છે.આ બધા વચ્ચે આજે મંગળવાર 31 માર્ચના રોજ, આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવમાં વધુ ઉછાળો આવ્યો છે. આજે બ્રેન્ટ ક્રૂડ $116.50 પ્રતિ બેરલનો આંકડો પાર કરી ગયો છે. જે જૂન 2022 પછીનો સૌથી ઉચ્ચતમ સ્તર દર્શાવે છે.ટ્રમ્પની ધમકીઓની અસર સ્પષ્ટ ફાઇનાન્શિયલ ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઈરાન પાસેથી તેલ જપ્ત કરવાનો ઇરાદો ધરાવે છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે યુએસ સૈન્ય ખાર્ગ ટાપુ પર કબજો કરી શકે છે. જ્યાંથી દેશને લગભગ 90 ટકા તેલનો નિકાસ કરે છે. વધુમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે ઈરાનને નકશા પરથી ભૂંસી નાખવાની ધમકીઓ આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો ઈરાન સમજૂતી કરતુ નથી, હોર્મુઝ સ્ટ્રેટને ખોલશે નહીં તો અમેરિકા ઇરાનને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેશે. તેઓના ઘર, પાવર પ્લાન્ટ્સ, તેલના કૂવા પણ સાફ કરી દેવાશે. ટ્રમ્પના આ ધમકીઓથી અનિશ્ચિતતા વધુ ઘેરાઇ છે. જેનાથી તેલની કિંમતમાં 116 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઇ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી ઈરાનમાં સંઘર્ષની અસર એવી રહી છે કે ફક્ત માર્ચ મહિનામાં જ, કાચા તેલના ભાવમાં 50-60 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેના પર થઈ રહેલા હુમલાઓના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ એ એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે. જ્યાંથી વિશ્વનો 20 ટકા તેલ પુરવઠો પસાર થાય છે. બજાર નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહે તો, ભાવ પ્રતિ બેરલ $150 સુધી પહોંચી શકે છે.આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?
Read Full Story arrow_forward