android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: ઇલેક્ટ્રિક વાહનોને RTO ટેક્સમાં 5 ટકા રાહત
calendar_today March 31, 2026

Gujarat News: ઇલેક્ટ્રિક વાહનોને RTO ટેક્સમાં 5 ટકા રાહત

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકારે RTO ટેક્સમાં અપાતી પાંચ ટકા રાહત વધુ એક વર્ષ માટે યથાવત રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે ૩૧ માર્ચ-૨૦૨૭ સુધી ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓએ ૬ ટકાના બદલે માત્ર ૧ ટકો RTO ટેક્સ ચૂકવવો પડશે. આ નિર્ણયથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં તેજી આવવાનો અંદાજ છે. લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે અમદાવાદમાં હાલ દર મહિને સરેરાશ ૨ હજારથી વધુ ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ થાય છે.નિષ્ણાતોના મતે, શહેરમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજુ નબળું છે, તેથી નવા બિલ્ડિંગ પ્લાનમાં ચાર્જિંગ સુવિધા વધારવા સરકાર કક્ષાએ આયોજન થવું અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે રાહત ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ પુરી થતી હતી તેને સરકારે એક વર્ષ માટે લંબાવી છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સરકારની રાહત નીતિને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. 

Read Full Story arrow_forward
Surat: લિંબાયતમાં મીઠી ખાડી પાસે માતમ છવાયો, આગમાં બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત
calendar_today March 31, 2026

Surat: લિંબાયતમાં મીઠી ખાડી પાસે માતમ છવાયો, આગમાં બાળક સહિત કુલ 5 લોકોના કરુણ મોત

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે આજે સર્જાયેલી આગની ભયાનક દુર્ઘટનામાં અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. રહેણાંક મકાનમાં ચાલી રહેલા સાડીના પેકિંગ અને વોશિંગ યુનિટમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા તમામ 5 લોકોના મોત નીપજ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.રહેણાંક મકાનમાં અચાનક ભયાનક આગઆ ઘટનામાં 4 મહિલાઓ અને 1 બાળક આગની જપેટમાં આવી ગયા હતા. મકાન સાંકડું હોવાને કારણે અને આગ તથા ધૂમાડાનું પ્રમાણ વધુ હોવાને કારણે તેઓ સમયસર બહાર નીકળી શક્યા નહોતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ તમામને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ અથવા ઘટનાસ્થળે જ તેઓ કાળનો કોળિયો બની ગયા હતા.ધૂમાડા અને આગ વચ્ચે ફસાયા હતા કમનસીબોઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. રહેણાંક વિસ્તારમાં વ્યવસાયિક પ્રવૃત્તિ (સાડી ગોડાઉન) ચાલતી હોવાને કારણે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (FSL) ની પણ મદદ લેવામાં આવી રહી છે.આ પણ વાંચો: Surendranagar: પાટડીના બજાણા પાસે એસ.ટી. બસ અને ટ્રેઈલર વચ્ચે અકસ્માત, 3 મુસાફરો સહિત ચાલકોને ઈજા

Read Full Story arrow_forward
LPG અને ઓઇલ લઇને આવતા શિપ કેટલી સ્પીડથી ચાલે છે?
calendar_today March 31, 2026

LPG અને ઓઇલ લઇને આવતા શિપ કેટલી સ્પીડથી ચાલે છે?

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. બંને જહાજો મળીને 94,000 ટન LPGનું પરિવહન કરી રહ્યા છે. એવું અનુમાન છે કે પહેલું જહાજ, *BW TYR*, 31 માર્ચે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. દરમિયાન, બીજું જહાજ, *BW ELM*, 1 એપ્રિલે ન્યૂ મેંગલોર બંદર પર પહોંચવાનું છે.

Read Full Story arrow_forward