Himatnagarના દલપુર ગામે ખોદકામ વેળાએ દીવાલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દલપુર ગામે આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. ગામમાં બાજુના મકાનમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિઓ કાટમાળ નીચે દબાયા હતા. આ દુર્ઘટનામાં મકાન માલિકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.દુર્ઘટનામાં 3 લોકો દિવાલ નીચે દબાયા હતા દલપુર ગામે એક રહેણાંક મકાનની બાજુમાં પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બાજુની જૂની દીવાલ અચાનક ધસી પડી હતી. દીવાલ નીચે મકાન માલિક અને કામ કરી રહેલા બે શ્રમિકો દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કાટમાળ નીચે દબાયેલા ત્રણેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા ઈજાગ્રસ્તોને તાત્કાલિક હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન મકાન માલિકે દમ તોડી દીધો હતો, જ્યારે બંને શ્રમિકોની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે દલપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, ખોદકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward