android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli: હજીરા વિસ્તારમાં ગેરેજ બહાર પાર્ક કરેલી 3 ઇકો વાન સહિત 5 વાહનો આગમાં ભસ્મીભૂત
calendar_today March 31, 2026

Aravalli: હજીરા વિસ્તારમાં ગેરેજ બહાર પાર્ક કરેલી 3 ઇકો વાન સહિત 5 વાહનો આગમાં ભસ્મીભૂત

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના હજીરા વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના બની છે. હજીરા વિસ્તારમાં આવેલા એક ગેરેજની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ આગમાં કુલ 5 વાહનો લપેટાયા હોવાનું સામે આવ્યું છે.3 ઇકો વાન સહિત 5 વાહનો ખાખમળતી માહિતી મુજબ, ગેરેજ આગળ લાઈનબંધ પાર્ક કરેલી ત્રણ ઇકો વાન સહિત કુલ 5 વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં વાહનો બળીને લોખંડના હાડપિંજર બની ગયા હતા. આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ પોતપોતાના વાહનો બચાવવા દોડધામ કરી મૂકી હતી.ફાયર બ્રિગેડ અને પોલીસની કામગીરીઘટનાની જાણ થતા જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સાથે જ મોડાસા ટાઉન પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Sanand: કેલિફોર્નિયાની કંપની માટે સાણંદમાં બનશે પાવર મોડ્યુલ, ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિ હવે વિશ્વના બજાર પર રાજ કરશે

Read Full Story arrow_forward
Ahmedabad: ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 9 લાખ કરોડને પાર કરશે, હવે આપણો ટાર્ગેટ દેશની જરૂરિયાત મુજબની તમામ ચિપ્સ સ્વદેશમાં જ બનાવવાનો
calendar_today March 31, 2026

Ahmedabad: ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 9 લાખ કરોડને પાર કરશે, હવે આપણો ટાર્ગેટ દેશની જરૂરિયાત મુજબની તમામ ચિપ્સ સ્વદેશમાં જ બનાવવાનો

સાણંદમાં કેઇન્સ ટેકનોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સેક્ટરના ભવિષ્ય અંગે મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ ઉદ્યોગ જગતના અંદાજો (Industry Estimates) ટાંકીને જણાવ્યું હતું કે, ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ જે અત્યારે અંદાજે 4.50 લાખ કરોડનું છે, તે આ દાયકાના અંત સુધીમાં (2030 સુધીમાં) વધીને 100 બિલિયન ડોલર એટલે કે અંદાજે 9 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે.વિશાળ સંભાવનાઓનું ક્ષેત્રવડાપ્રધાને ભાર મૂકતા કહ્યું કે, આ આંકડાઓ દર્શાવે છે કે ભારતમાં આ સેક્ટરમાં કેટલી વિશાળ સંભાવનાઓ રહેલી છે. ભારત માત્ર એક મોટું કન્ઝ્યુમર માર્કેટ જ નથી, પણ હવે એક મોટું મેન્યુફેક્ચરિંગ હબ પણ બની રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, આપણો મુખ્ય ટાર્ગેટ દેશને જે પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ચિપ્સની જરૂર પડે, તે તમામ ચિપ્સનું ઉત્પાદન 'મેડ ઇન ઇન્ડિયા' હેઠળ ભારતમાં જ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.વૈશ્વિક પાવરહાઉસ બનવાની દિશામાંપીએમ મોદીએ જણાવ્યું કે સેમિકન્ડક્ટર એ માત્ર એક ઉદ્યોગ નથી, પરંતુ તે દેશની સુરક્ષા અને આધુનિકતાનો પાયો છે. સાણંદ અને ધોલેરામાં જે રીતે ઇકો-સિસ્ટમ તૈયાર થઈ રહી છે, તે જોતા ભારત ખૂબ જ ટૂંકા સમયમાં વિશ્વને સેમિકન્ડક્ટર સપ્લાય કરનારો અગ્રણી દેશ બની જશે. આનાથી લાખો યુવાનો માટે નવી રોજગારીની તકો અને સ્ટાર્ટઅપ્સ માટે નવા દ્વાર ખુલશે.આ પણ વાંચો: Aravalli: હજીરા વિસ્તારમાં ગેરેજ બહાર પાર્ક કરેલી 3 ઇકો વાન સહિત 5 વાહનો આગમાં ભસ્મીભૂત

Read Full Story arrow_forward
Surat: લૂંટ અને હત્યાના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર મરોલીથી ઝડપાયો, 7 ગંભીર ગુનામાં હતો વોન્ટેડ
calendar_today March 31, 2026

Surat: લૂંટ અને હત્યાના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર મરોલીથી ઝડપાયો, 7 ગંભીર ગુનામાં હતો વોન્ટેડ

સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને શહેરના એક કુખ્યાત અને વોન્ટેડ આરોપી રાજ પાટીલ ઉર્ફે સંજય આર પાટીલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી લાંબા સમયથી ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો, જેના વિરુદ્ધ નામદાર કોર્ટે અગાઉ ધરપકડ વોરંટ પણ ઇશ્યૂ કર્યું હતું.તાજેતરમાં ચપ્પુ બતાવી કરી હતી લૂંટઆરોપી રાજ પાટીલે થોડા સમય અગાઉ સચિન હોજીવાલા રોડ પર એક નિર્દોષ મજૂરને નિશાન બનાવ્યો હતો. તેણે મજૂરને ચપ્પુ બતાવી ડરાવી-ધમકાવીને તેની પાસેથી 8000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ લૂંટની ઘટના બાદ પોલીસ તેની પાછળ પડી હતી.મરોલી ચાર રસ્તા પાસેથી ધરપકડપકડાયેલા આરોપી રાજ પાટીલનો ઇતિહાસ અત્યંત ગંભીર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના વિરુદ્ધહત્યા,હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતના કુલ 7 જેટલા ગંભીર ગુનાઓ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે.સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મરોલી વિસ્તારમાં છુપાયેલો છે. જેના આધારે વોચ ગોઠવીને મરોલી ચાર રસ્તા પાસેથી તેને દબોચી લેવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીનો કબજો મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે, જેમાં અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.આ પણ વાંચો: Ahmedabad: ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 9 લાખ કરોડને પાર કરશે, હવે આપણો ટાર્ગેટ દેશની જરૂરિયાત મુજબની તમામ ચિપ્સ સ્વદેશમાં જ બનાવવાનો

Read Full Story arrow_forward