android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: નારણપુરામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક જ પરિવારના 5 લોકો ગંભીર રીતે દાઝ્યા
calendar_today March 31, 2026

Ahmedabad: નારણપુરામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક જ પરિવારના 5 લોકો ગંભીર રીતે દાઝ્યા

શહેરના નારણપુરા વિસ્તારમાં આજે 31 માર્ચની વહેલી સવારે એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. નારણપુરાના ચામુંડાનગરમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના બે મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટઅમદાવાદ ફાયર બ્રિગેડને વહેલી સવારે 5:30 કલાકે ગેસ લીકેજ અંગેનો કોલ મળ્યો હતો. ફાયરની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે જોયું કે નાની ઓરડી જેવા મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થઈ ચૂક્યો હતો અને ઘરમાં રહેલા ગાદલા તથા સામાનમાં આગ પ્રસરી ગઈ હતી. ફાયર જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરમાં સૂતેલા પાંચ લોકો આગની લપેટમાં આવી ગયા હતા.108 મારફતે સોલા સિવિલ ખસેડાયાસ્થાનિક લોકોની મદદથી તમામ પાંચ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટની તીવ્રતાને કારણે મકાનના સ્લેબના પોપડા પણ ઉખડી ગયા હતા અને આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ગેસ લીકેજ પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Rajkot: રિવોલ્વર સાફ કરતા અચાનક ફાયરિંગ, સાયબર ક્રાઈમના PSI સહિત બે ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Surat News: વીવિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન કાપ એક જ શિફ્ટ અથવા બે રજા રાખવા વિચારણા
calendar_today March 31, 2026

Surat News: વીવિંગ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન કાપ એક જ શિફ્ટ અથવા બે રજા રાખવા વિચારણા

યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ અને યાર્નના સતત વધતા ભાવોના કારણે સુરતની વીવિંગ ઇન્ડસ્ટ્રી ગંભીર આર્થિક દબાણમાં આવી ગઈ છે. બીજી તરફ ગે ફેબ્રિકમાં યોગ્ય ભાવ ન મળતા ઉદ્યોગકારો માટે ઉત્પાદન ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. શ્રમિકોની અછત અને વધતા ખર્ચ વચ્ચે ઉદ્યોગકારોનું સંતુલન બગડ્યું છે. આ પરિસ્થિતિમાં ફોગવા દ્વારા ઉદ્યોગકારો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના વીવર્સે પ્રોડક્શન કાપની જરૂરિયાત દર્શાવી હતી. ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બન્યું ત્યારબાદ સોમવારે સારોલી ખાતે ફોગવા (ફેડરેશન ઓફ ગુજરાત વીવર વેલફેર એસોસિયેશન)ની યોજાયેલી જાહેર સભામાં પ્રોડક્શન કાપ કરવા માટે એક પાળી બંધ રાખવા અથવા સપ્તાહમાં બે દિવસ રજા રાખવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.સુરતની વીવિંગ ઈન્ડસ્ટ્રી હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છે. યાર્નના ભાવમાં સતત વધારો અને ગ્રે માર્કેટમાં માંગ અને ભાવ બંને નબળા રહેતા ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે.શ્રમિકોની અછત અને અન્ય ખર્ચમાં વધારો ઉદ્યોગને વધુ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. બજારમાં સંતુલન લાવવાનો પ્રયાસ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફોગવા દ્વારા ઉદ્યોગકારોમાંથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા, જેમાં લગભગ ૮૫ ટકા વીવર્સે પ્રોડક્શન કાપને સમર્થન આપ્યું હતું. સોમવારે યોજાયેલી જાહેર સભામાં વીવર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ફોગવાના પ્રમુખે જણાવ્યું હતું કે, આ પગલું ઉદ્યોગકારોને ખર્ચ નિયંત્રણમાં મદદરૂપ બનશે અને બજારમાં સંતુલન લાવવાનો પ્રયાસ ગણાય છે. ઉદ્યોગકારોમાંથી મળેલા પ્રતિસાદના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી સુરત શહેર અને જિલ્લામાં આવેલા અંદાજે ૩૫ હજાર જેટલા વીવિંગ કારખાનેદારોને રાહત મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પણ ઉદ્યોગકારોનો સેન્સ મેળવીને ૪૩ બી (એચ) મુદ્દે યોગ્ય રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ પણ વાંચોઃ Gujarat Weather News: આજે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે, એપ્રિલની શરૂઆતમાં પણ માવઠાની આગાહી

Read Full Story arrow_forward
Surat: અડાજણમાં 15 વર્ષીય કિશોરી પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ, પોલીસે નરાધમની ધરપકડ કરી
calendar_today March 31, 2026

Surat: અડાજણમાં 15 વર્ષીય કિશોરી પર લગ્નની લાલચ આપી દુષ્કર્મ, પોલીસે નરાધમની ધરપકડ કરી

શહેરના અડાજણ વિસ્તારમાં એક સગીરાને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 વર્ષીય કિશોરી પર થયેલા આ અત્યાચાર મામલે પરિવારે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીને દબોચી લીધો છે.પ્રેમજાળમાં ફસાવી આચર્યું કૃત્યમળતી માહિતી મુજબ, આરોપીએ 15 વર્ષીય કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ સગીરાને લગ્ન કરી લેવાની ખોટી લાલચ અને વિશ્વાસ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ બાબતની જાણ સગીરાના વાલીઓને થતા તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.પોક્સો (POCSO) હેઠળ ગુનો દાખલકિશોરીના વાલીની ફરિયાદના આધારે અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: નારણપુરામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક જ પરિવારના 5 લોકો ગંભીર રીતે દાઝ્યા

Read Full Story arrow_forward