android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ગુગલીયાણામાં નાયબ કલેકટરે રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપ્યું
calendar_today March 31, 2026

Surendranagar: ગુગલીયાણામાં નાયબ કલેકટરે રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપ્યું

થાન તાલુકાના ગુગલીયાણા ગામે આવેલ કેશવ કોલ ઈન્ડસ્ટ્રીઝમાં રવીવારે મોડી સાંજે નાયબ કલેકટરની ટીમે આકસ્મીક રેડ કરી હતી. જેમાં પ વર્ષ પહેલા અવસાન પામેલા લીઝ ધારક સ્વ. હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે ઈસ્યુ થયેલા 774 બોગસ રોયલ્ટી પાસ ઝડપાયા હતા. સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરીયા, ચીત્રાલાંક જેવા ગામોમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન કરીને તેને કાયદેસર કરી વેચાણ કરવા આ બોગસ રોયલ્ટી પાસ બનાવાયા હોવાનું પણ સામે આવ્યુ છે. જેમાં કેશવ કોલ ઈન્ડસ્ટ્રીઝના માલીક કૌશીક ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશ ઘનશ્યામભાઈ જાદવ આ સમગ્ર કૌભાંડ આચરતા હતા. તંત્રે દરોડાના સ્થળેથી જેસીબી, લોડર મશીન, 4 ચારણા, ક્રશર પ્લાન્ટ, વજન કાંટો, 200 મેટ્રીક ટન કાર્બોસલ મળી રૂપીયા 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
PALANPUR: પાલનપુરમાં ગુપ્તા સમાજ દ્વારા કૈલામાતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
calendar_today March 31, 2026

PALANPUR: પાલનપુરમાં ગુપ્તા સમાજ દ્વારા કૈલામાતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુર ખાતે ગુપ્તા સમાજ દ્વારા પાતાળેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે ચૈત્રી નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુળદેવી કૈલામાતાજીની પૂજા અર્ચના બાદ રામનવમીના દિવસે માતાજીની શોભાયાત્રા પાતાળેશ્વર મહાદેવથી નીકળી શહેરના પરંપરાગત રૂટ ઉપર થઈ અને ગુપ્તા સમાજની વાડી ખાતે પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સમગ્ર નવ દિવસના કાર્યક્રમ માટે ગુપ્તા સમાજના પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, મંત્રી ર્ડા.કુલદીપ ગુપ્તા, કન્વીનર શેખર ગુપ્તા સહિત કારોબારીની ટીમએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
PALANPUR: પાલનપુરની મેરવાડા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષક નો વિદાય સમારંભ યોજાયો
calendar_today March 31, 2026

PALANPUR: પાલનપુરની મેરવાડા પ્રાથમિક શાળામાં મહિલા શિક્ષક નો વિદાય સમારંભ યોજાયો

પાલનપુર : પાલનપુર તાલુકાના મેરવાડા પ્રાથમિક શાળામાં વયમર્યાદાને લઈને મહિલા શિક્ષક કુમુદબેન રાવલનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગ્રામઅગ્રણીઓ, વાલીઓ તેમજ સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે શાળાના પ્રાંગણમાં ભણતા નાના ભુલકાઓએ આચાર્યાબેન પ્રત્યેની લાગણી અને સ્નેહ જોઈને ભાવુક બની ગયા હતા. કેટલાક બાળકો રડી પણ પડયા હતા અને મોમેન્ટો આપી ભેટી પડયા હતા. આ વિદાય સમારંભમાં ટી.પી.ઓ. દાંતીવાડાના નીરૂબા રાજપૂતે પણ મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. અને એસએમસી કમિટી, ગ્રામજનો, ગ્રામના અગ્રણીઓ, વાલીઓએ તેમનું સ્વાગત કરી મોમેન્ટો આપ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward