android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: માંડલ તાલુકામાં સરની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ બિરાદાવવામાં આવ્યાં
calendar_today March 31, 2026

Mandal: માંડલ તાલુકામાં સરની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ બિરાદાવવામાં આવ્યાં

માંડલ :રાજ્યમાં તાજેતરમાં મતદારયાદી સુધારણા (એસ.આઈ.આર)સરની કામગીરી થઈ અને સરની કામગીરી એ લોકતંત્રને મજબૂત બનાવવાનો એક મહત્વપુર્ણ પ્રયત્ન છે. ચોક્કસ અને પારદર્શન મતદારયાદી એ સ્વચ્છ,સુનિશ્ચિત ચુંટણીના પાયાની શિલા છે. મતદારયાદી સુધારણા ની કામગીરીમાં મોટાભાગના શિક્ષકો (બી.એલ.ઓ)નો સમાવેશ કરાયો હતો અને ત્રણ ચાર મહિના દરમ્યાન આ કામગીરી શિક્ષકો માટે મોટો પડકાર હતો. અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામાં 77 જેટલાં બી.એલ.ઓ, 8 સુપરવાઈઝર અને 40 જેટલાં સરકારી કચેરીના કર્મચારીઓ મળીને કુલ 125 લોકોને તેમની સરની કામગીરી દરમ્યાન અત્યંત મહેનત, નિષ્ઠા અને જવાબદારી રૂપે બજાવેલી ફરજના ભાગરૂપે આજે માંડલ સ્વામીજી આશ્રામ ખાતે સન્માનપત્ર આપીને વિશેષ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બી.એલ.ઓએ ઘેરઘેર જઈને લોકો સાથે સંવાદ કરીને યોગ્ય માહિતી એકત્રિત કરીને લોકતંત્રને મજબૂત બનાવવા પોતાનું મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે. આ સેવા ખરેખર પ્રેરણાદાયી અને પ્રંશસનીય હતી જેથી આજે આયોજિત કાર્યક્રમમાં મામલતદાર વી.જી.રાવલ, તાલુકા વિકાસ અધિકારી ભુમિકા પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ દરજી, નાયબ મામલતદાર સુનીલ મેશરીયા સહિત બંને સરકારી કચેરીનો સંપુર્ણ સ્ટાફ મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યમાં કેટલાંક બી.એલ.ઓ આ કામના ભારણને લઈ હતભાગી થયાં હતાં તેઓને સૌપ્રથમ શ્રાદ્ધાંજલિ, મૌન કાર્યક્રમ યોજાયો, ત્યારપછી પ્રાર્થના અને મંચસ્થ અધિકારીઓના સ્વાગત-સન્માન કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ ઉત્કૃષ્ઠ સરની કામગીરી કરનાર 77 બીએલઓ, 8 સુપરવાઈઝર અને 40 જેટલાં સરકારી કર્મચારીઓને સન્માનપત્ર આપીને વિશેષ બિરદાવવામાં આવ્યાં હતાં. મામલતદાર-ટીડીઓએ પ્રાસંગિક પ્રવચન આપેલ, અંતમાં આભાર વિધિ અને સ્વરૂચી ભોજન લઈ સૌ છૂટાં પડયાં હતાં.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Mandal: માંડલના વાવેશ્વર મહાદેવ જળાશય-પવિત્ર કુંડની ગરિમાને ગટરના દુષિત પાણી છોડાતાં નુકસાન પહોંચ્યું
calendar_today March 31, 2026

Mandal: માંડલના વાવેશ્વર મહાદેવ જળાશય-પવિત્ર કુંડની ગરિમાને ગટરના દુષિત પાણી છોડાતાં નુકસાન પહોંચ્યું

માંડલ નગરમાં આવેલ શ્રી વાવેશ્વર મહાદેવની અતિપૌરાણિક અને ઐતિહાસિક જગ્યા પાંડવકાલિન હોવાનું મનાય છે. અહીં ભગવાન શ્રી રામે 14 વર્ષના વનવાસ દરમ્યાન રોકાણ અને અને પવિત્ર કુંડ (વાવ) પાસે એક શિવલીંગની સ્થાપના કરી હતી જેથી આ જગ્યાને વાવેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. હજારો વર્ષો જુની આ પૌરાણિક જગ્યાની આજે બદ્દતર સ્થિતી ઉભી થઈ છે. આ જળાશય અને કુંડનું પાણી અતિપવિત્ર ગણાતું, એમાં શ્રાવણ માસ દરમ્યાન, ઋષિપાંચમ, બળેવ જેવા તહેવારોમાં ભક્તો સ્નાન કરતાં, ગંગા નદી જેટલું પવિત્ર જળ હોવાની માન્યતા હતી. ભક્તો આ કુંડના જળને પ્રસાદરૂપે ગ્રહણ પણ કરતાં. અહીં અનેક ધાર્મિક વિધિઓ ઘણાં વર્ષો પહેલાં થતી હતી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી સોસાયટી વિસ્તારના ગટરના પાણી આ તળાવ અને કુંડમાં ઠાલવવામાં આવતાં હોવાથી આજે આ પવિત્ર વાવેશ્વર કુંડ-જળાશયમાં ગંદકીનો કહેર જોવા મળી રહ્યો છે. અગાઉ પણ શ્રાવણ માસે સ્થાનિક યુવાનોએ તંત્રને રજુઆત કરી ગટરના પાણીનો પ્રશ્ન દુર કરવાની માંગ કરી હતી પરંતુ આખોય શ્રાવણ માસ પુર્ણ થઈ ગયો તેમ છતાં આ વિષય એની એજ સ્થિતીએ રહ્યો હતો. પવિત્ર કુંડ અને જળાશયમાં ગટરના દુષિત પાણી છોડાતાં, પાણીમાં અતિશય દુર્ગંધ અને લીલ જામી ગઈ છે. આ પાણી પવિત્ર અને દુર્લભ કહેવાતું પણ આજે તંત્રના પાપે ઝેર સમાન બની ગયું. તંત્રની નિષ્ક્રિયતાના ભોગે આજે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વાવેશ્વર કુંડ અને જળાશયમાંથી ગટરના દુષિત પાણી અટકાવી અન્ય વ્યવસ્થા કરી આ તળાવ-કુંડની સાફ-સફાઈ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Mandal: દેત્રોજથી દોઢ કિમીના અંતરે આવેલ જીવાપુરામાં પાણીનો પ્રશ્ન ચરમસીમાએ
calendar_today March 31, 2026

Mandal: દેત્રોજથી દોઢ કિમીના અંતરે આવેલ જીવાપુરામાં પાણીનો પ્રશ્ન ચરમસીમાએ

દેત્રોજ તાલુકા મથક થી દોઢ કિલોમીટરના અંતરે આવેલું જીવાપુરા ગામમાં પીવાના શુદ્ધ પાણી, બિસ્માર માર્ગની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. બે હજારની વસ્તી ધરાવતાં આ ગામના લોકો વર્ષોથી મૂળભૂત સુવિધાઓના અભાવે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ હાલ પાણીનો મુદ્દો સૌથી વધુ ચિંતાજનક બની ગયો છે. ગામમાં 2011 માં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ ટયુબવેલ આજે ગામલોકો માટે આશીર્વાદ નહીં પરંતુ અભિશાપ સાબિત થઈ રહ્યો છે. જીવાપુરા ગ્રામ પંચાયત સદસ્ય જગદીશકુમાર ભવાનભાઈ પટેલ, સામાજિક અગ્રણી શૈલેષભાઈ ભીખાભાઈ પટેલ સહિતના આગેવાનોના જણાવ્યા મુજબ લેબોરેટરી તપાસમાં આ ટયુબવેલનું પાણી પીવા માટે અયોગ્ય અને આરોગ્ય માટે હાનિકારક હોવાનું બહાર આવ્યું છે. જ્યારે પીવાનું પાણી મેળવવા માટે તેઓને દૂર દૂર સુધી ભટકવું પડે છે. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે ગામના લોકો દરરોજ લગભગ પાંચ કિલોમીટર દૂર ઢોરીયા ગામેથી પાણી લાવવા મજબૂર બન્યા છે. ખ્જે તેમની દૈનિક જિંદગી પર ગંભીર અસર પાડી રહ્યું છે. આ સાથે ગામમાં અન્ય સુવિધાઓનો પણ અભાવ છે તાલુકા મથક દેત્રોજ તરફ્ જતો સિંગલ પટ્ટી અપ્રોચ રોડ ખરાબ હાલતમાં હોવાથી વાહન વ્યવહાર પણ મુશ્કેલ બની ગયો છે. વર્ષોથી ચાલતી આવી સમસ્યાઓને કારણે ગ્રામજનોમાં ભારે તંત્ર સામે નારાજગી ફેલાઈ છે અને ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તથા બિસ્માર માગૅની મરામત કરવા આવે લોકોની માંગણી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward