android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: 80 ફુટ રોડ પર ડીવાઈડરના કામને લઈને રેતીના ઢગલાથી અકસ્માતનો ભય
calendar_today March 31, 2026

Surendranagar: 80 ફુટ રોડ પર ડીવાઈડરના કામને લઈને રેતીના ઢગલાથી અકસ્માતનો ભય

સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા શહેરના 80 ફુટ રોડ પર રસ્તા વચ્ચે ડીવાઈડરનું કામકાજ ચાલી રહ્યુ છે. જેને લઈને રસ્તાની વચ્ચોવચ્ચ રેતીના ઢગલા કરાયા છે. અને ડીવાઈડરના બ્લોક મુકાયા છે. ત્યારે ખાસ કરીને રાતના સમયે આ રસ્તે રેતીમાં વાહનો સ્લીપ થઈ જવાના અને વાહનચાલકો ફસડાઈ પડવાના બનાવો વધી રહ્યા છે. મનપાનું કામ કરનાર કોન્ટ્રાકટરની બેદરકારીને લઈને રવીવારે રાત્રે ફસડાઈ પડેલા બાઈક ચાલક 10થી 12 ફુટ ઢસડાયા હતા અને ડીવાઈડરના બ્લોક સાથે માથુ ભટકાતા રહી ગયુ હતુ. કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા રસ્તાની વચ્ચોવચ્ચ પડેલ રેતી અને બ્લોક સાઈડમાં મુકવા લોકમાંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Limbdi: લીંબડીમાં ટ્રાન્સપોર્ટના પાર્સલની ઓફીસમાંથી 1.80 લાખ રોકડાની ચોરી કરનાર ઝડપાયો
calendar_today March 31, 2026

Limbdi: લીંબડીમાં ટ્રાન્સપોર્ટના પાર્સલની ઓફીસમાંથી 1.80 લાખ રોકડાની ચોરી કરનાર ઝડપાયો

સુરેન્દ્રનગર : લીંબડીના મોટાવાસ પાછળ આવેલ વાડી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય ગગનભાઈ ગુણવંતભાઈ પરમાર ટ્રાન્સપોર્ટના પાર્સલનો ધંધો કરે છે. તેઓની લીંબડીના આઝાદ ચોકમાં ઓફીસ આવેલી છે. તા. 25 માર્ચની રાતથી તા. 26 માર્ચની સવાર સુધીમાં કોઈ અજાણ્યા શખ્સોએ દુકાનના તાળા તોડી સામાન વેરવીખેર કરી ઓફીસમાંથી રૂપીયા 1.80 લાખ રોકડાની ચોરી કરી હતી. આ અંગે લીંબડી પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં લીંબડી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરીને અંજામ આપનાર લીંબડીના નાનાવાસમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા 26 વર્ષીય હિતેશ કલ્યાણભાઈ મકવાણાને રૂપીયા 46,900 રોકડા અને રૂપીયા 5 હજારના મોબાઈલ સહિત રૂપીયા 51,900ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: ઢોરોને કતલખાને ધકેલવાના કેસનો ફરાર આરોપી પકડાયો
calendar_today March 31, 2026

Surendranagar: ઢોરોને કતલખાને ધકેલવાના કેસનો ફરાર આરોપી પકડાયો

સુરેન્દ્રનગર : લીંબડીના ગૌરક્ષક રઘુભાઈ કરમણભાઈ સીંધવ સહિતનાઓ તા. 16-12ના રોજ કારમાં મુળીથી સુરેન્દ્રનગર તરફ આવતા હતા. ત્યારે મીલ રોડ ઉપર કાંતી કોટન મીલની ખુલ્લી જગ્યામાં એક બોલેરો પીકઅપમાં 2 ગાયો નજરે પડી હતી. આથી ગૌરક્ષકો ત્યાં પહોંચતા એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જયારે ઝડપાયેલા મહેશ ઉર્ફે મુનો ઉકાભાઈ ગાંગડીયાને પુછતા ફરાર થનાર શખ્સ સોનુ મીયાણા હોવાનું, આ ગાયો વઢવાણ તાલુકાના ટુવા ગામના ભુરા વેરશીભાઈ કોળી પાસેથી લઈને મોચી બજાર પાસે સોયબને ત્યાં ઉતારવાની હોવાનું જણાવ્યુ હતુ. આથી ચારેય સામે પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના ફરાર આરોપી ભુરા વેરશીભાઈ કોળીને પેરોલ ફર્લો સ્કવોડના ભરતભાઈની બાતમીને આધારે પોલીસે સુરેન્દ્રનગરની એન.ટી.એમ. હાઈસ્કુલ પાસેથી ઝડપી લઈ એ ડીવીઝન પોલીસના હવાલે કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward